
ડાબેથી કથન પટેલ, યક્ષ પટેલ, નીલ પુરાની, જૈનિલ પટેલ
ધીરુભાઈ અંબાણી સ્કૂલ અંડર-16 (મલ્ટી-ડે) ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલનો સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે પ્રથમ ઈનિંગની લીડથી વિજય થયો હતો. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી. હીરામણિ સ્કૂલે 88.5 ઓવરમાં
10 વિકેટે 271 રન કર્યા હતાં. જેમાં કથન પટેલે 174 બોલમાં 114 રન કર્યા હતા અને યક્ષ પટેલે 37 બોલમાં 32 રન કર્યા હતાં.
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે 39.3 ઓવરમાં 10 વિકેટે 114 રન કર્યા હતાં. જેમાં નીલ પુરાનીએ 7 ઓવરમાં 21 રન આપી 4 વિકેટ, શિવમ પટેલે 16 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ, શિવાંક પટેલે 7 ઓવરમાં 6 રન આપીને 2 વિકેટ અને જૈનિલ પટેલે 1.3 ઓવરમાં 10 રન આપને 2 વિકેટ લીધી હતી.
હીરામણિ સ્કૂલે બીજા દાવમાં 28 ઓવરમાં 2 વિકેટે 140 રન કર્યા હતાં. જેમાં જૈનિલ પટેલે 70 બોલમાં 51 રન નોટઆઉટ કર્યા હતાં. આ મેચમાં હીરામણિ સ્કૂલનો પ્રથમ ઈનિંગને આધારે વિજય થયો હતો.
