ગિફ્ટ સિટીમાં હેડક્વાર્ટર ધરાવતી આર્થા ભારતના સીઓઓએ આઈસીએઆઈ તરફથી સીએ વુમેન સીએ ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો

Spread the love

નવી દિલ્હી

કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન અર્જુન રામ મેઘવાલે એક ભવ્ય કાર્યક્રમમાં આર્થા ભારત ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ આઈએફએસસી એલએલપીના ચીફ ઓપરેટિંગ ઓફિસર અશ્વિની સાવરીકરને વિમેન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કર્યો હતો. આ કાર્યક્રમમાં આઈસીએઆઈના પ્રેસિડેન્ટ રણજીત કુમાર અગરવાલ, આઈસીએઆઈના વાઇસ પ્રેસિડેન્ટ ચરણજોત સિંહ નંદા અને આઈસીએઆઈ સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર તથા આઈસીએઆઈના ડબ્લ્યુએમઈસીના ચેરપર્સન પ્રિતી પારસ સાવલા ઉપસ્થિત રહ્યા હતા.

આર્થા ભારત એ ભારતના એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર એવા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ)માં સ્થપાયેલા પહેલા ડિસ્ટ્રેસ ડેટ ફંડ એવા રૂ. 1,100 કરોડના આર્થા ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર છે. સુશ્રી સાવરીકર આર્થા ભારત ખાતે રિસ્ક મેનેજમેન્ટ, કમ્પ્લાયન્સ, બેક-ઓફિસ ઓપરેશન્સ, એચઆર, ફાઇનાન્સ અને એડમિનિસ્ટ્રેશનની કામગીરી સંભાળે છે.

આ એવોર્ડ ભારતમાં સીએની સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા આપવામાં આવે છે.

આ એવોર્ડ એ અમતૃ કાળ તરફ ભારતને લઈ જવા માટે તથા વિકસિત ભારતના સરકારના વિઝનને સાકાર કરવામાં મદદ કરવા માટે તેમની શક્તિઓ પૂરી પાડી રહેલી ફાઇનાન્સ ક્ષેત્રની મહિલા પ્રોફેશશનલ્સની શક્તિને નમન છે. મને આશા છે કે આ એવોર્ડ પોતાના પરિવારની સંભાળ રાખવા તથા દેશને ગૌરવ અપાવવા માટેની કામગીરીમાં દરેક મહિલાને મોટા સ્વપ્નો જોવા અને ઉચ્ચ સ્થાને પહોંચવાનું લક્ષ્ય રાખવા માટે પ્રેરિત કરશે, એમ આ સન્માન મેળવતા સુશ્રી સાવરીકરે જણાવ્યું હતું.

આઈસીએઆઈ દ્વારા સ્થાપિત ધ સીએ વુમન ઓફ ધ યર એવોર્ડ એવી મહિલા સીએને માન્યતા આપે છે જેઓ વ્યવસાય, સભ્યો અને વિદ્યાર્થીઓમાં ઉત્કૃષ્ટ યોગદાન આપી રહી છે. તે એવા લોકોનું સન્માન કરે

છે જેમના જુસ્સા, સમર્પણ અને નિશ્ચયે સકારાત્મક સામાજિક અસર ઊભી કરી છે. સીએ વિમેન એક્સેલન્સ એવોર્ડ્સ પર આઈસીએઆઈએ તેની વિસ્તૃત નોંધમાં જણાવ્યું હતું કે આ એવોર્ડ મેળવનારની પસંદગી એવી મહિલાઓમાંથી કરવામાં આવે છે જેમણે સભ્યોને માર્ગદર્શન આપીને, સેશન્સ યોજીને, જાગૃતિ ફેલાવીને, જ્ઞાન પ્રદાન કરીને અને સામાજિક પરિવર્તનને અપનાવીને આઈસીએઆઈમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

અશ્વિની સાવરીકરે સીએ ફર્મ ગોખલે અને સાઠેમાં ઇન્ટર્ન કર્યું હતું અને 22 વર્ષની ઉંમરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે લાયકાત મેળવી હતી. તેમણે ગ્રેજ્યુએશનની સાથે અથાક મહેનત સાથે આ લાયકાત મેળવી હતી.

ભારતમાં મલ્ટીનેશનલ ઓડિટિંગ ફર્મ્સ અને વિદેશી બેંકોમાં વિસ્તરેલી પ્રસિદ્ધ કારકિર્દી સાથે, અશ્વિની સાવરીકરે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્રો મેળવીને બધાથી અલગ તરી આવ્યા છે. આ સર્ટિફિકેટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:

·        ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિક્યોરિટીઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, યુકે તરફથી સર્ટિફિકેટ ઇન ઓપરેશનલ રિસ્ક મેનેજમેન્ટ

·        સીએફએ ઇન્સ્ટિટ્યૂટ, યુએસએ તરફથી ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ (સીએફએ) ચાર્ટર

·        ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનલ ઓડિટર્સ, યુએસએ તરફથી સર્ટિફાઇડ ઇન્ટરનલ ઓડિટર (સીઆઈએ) ક્વોલિફિકેશન

તેમણે 2021-24 દરમિયાન ઓમાનમાં ઈન્ડિયન સ્કૂલ્સના ફાઇનાન્સ ડિરેક્ટર તરીકે સેવાઓ આપી છે અને હાલ તેની એકેડમિક કમિટિના ચેરપર્સન છે.

પોતાની નાણાંકીય કુશળતા ઉપરાંત, અશ્વિની સાવરીકર એક કુશળ હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા અને ઉત્સુક પ્રવાસી છે, જેમણે ઉત્તર ધ્રુવ અને એન્ટાર્કટિકા સહિત દરેક ખંડની મુલાકાત લીધી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના પરિવારમાંથી આવતા, તેમણે વ્યવસાયમાં નોંધપાત્ર ઉદાહરણ સ્થાપિત કરવાનું ચાલુ રાખ્યું છે.

તેમની અસાધારણ સિદ્ધિઓ અને તેમના વ્યવસાય પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા સાથે, અશ્વિની સાવરીકર સમગ્ર ભારતમાં અને વિદેશની મહિલા પ્રોફેશનલ્સ માટે પ્રેરણાના દીવાદાંડી તરીકે ઊભા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *