આ સોદા થકી RCPL વધુ એક મુખ્ય વૈશ્વિક બજાર એવા ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કરશે

બેંગલુરુ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની FMCG પાંખ, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (RCPL) ઓસ્ટ્રેલિયાના લોકપ્રિય ‘બેટર-ફોર-યુ’ બેવરેજ બિઝનેસ ગૂડનેસ ગ્રૂપ ગ્લોબલ પ્રા. લિ.માં (GGG) બહુમતી હિસ્સો હસ્તગત કર્યો છે. આ ઐતિહાસિક સોદાને પગલે ઓસ્ટ્રેલિયાના ઝડપથી વિકસતા કન્ઝ્યુમર ગુડ્સ માર્કેટમાં RCPLનો પ્રવેશ અંકિત થયો છે, અને તે જ સમયે કંપની ‘કિફાયતી કિંમતે વૈશ્વિક ગુણવત્તા’ પૂરી પાડવાની પોતાની પ્રતિબદ્ધતાને ફરી દોહરાવે છે.
આ વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ, RCPL ભારત સહિતના નવા બજારોમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કેપ્ટન પેટ કમિન્સ સાથે સાથે મળીને તૈયાર કરવામાં આવેલી હાઇડ્રેશન બ્રાન્ડ- નેક્સબા અનેPACE – જેવી ગુડનેસ ગ્રુપની મુખ્ય હેલ્ધી બેવરેજીસ બ્રાન્ડ્સને પ્રમોટ કરવામાં મદદરૂપ થશે.
આ ભાગીદારી હેલ્થ-બેઝ્ડ પીણાંનો પોર્ટફોલિયો વિકસાવવા માટેના RCPLના પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે અને ભારતમાંથી ઝડપથી ઉભરતા વૈશ્વિક FMCG પ્લેયર તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. આ કંપની અગાઉથી જ UAE, કતાર, ઓમાન, બહેરિન, નેપાળ અને શ્રીલંકા જેવા ચાવીરૂપ વૈશ્વિક બજારોમાં પ્રવેશી ચૂકી છે. RCPL પાસે RasKik અને Sun Crush જ્યુસ, ઝીરો-સુગર CSD અને હર્બલ-નેચરલ બેવરેજ બ્રાન્ડ શુન્યા જેવા હેલ્ધી બેવરેજીસનો મજબૂત પોર્ટફોલિયો છે.
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના ડિરેક્ટર ટી. કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે, “આ વ્યૂહાત્મક ભાગીદારી RCPLને ભારતમાંથી વૈશ્વિક FMCG કંપની તરીકે સ્થાપિત કરવાની દિશામાંનું એક સાહસિક પગલું છે. GGGના હેલ્થ-ફોકસ કન્ઝ્યુમર બ્રાન્ડ્સ જેવી કે નેક્સબા અને PACEનો ઉમેરો RCPLના હેલ્ધી બેવરેજીસ પોર્ટફોલિયોમાં મજબૂતાઈ ઉમેરશે. અમારી સુદૃઢ સપ્લાય ચેઇન અને ડિસ્ટ્રીબ્યૂશન ક્ષમતાઓ સાથે, RCPL નવા બજારોમાં GGGના બ્રાન્ડ્સનું વિસ્તરણ અને ભારતમાં વ્યાપક ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરશે. આ પગલું RCPLને દરેક માટે વૈશ્વિક ગુણવત્તા સુલભ બનાવવાની તેની વચનબદ્ધતાને પરિપૂર્ણ કરવામાં વધુ મદદ કરશે.”
આ ભાગીદારી પર ટિપ્પણી કરતા, ગુડનેસ ગ્રુપના સ્થાપક ટ્રોય ડગ્લાસે જણાવ્યું હતું કે, “અમને એ બાબતનો ખૂબ રોમાંચ થઈ રહ્યો છે કે અમારી બ્રાન્ડ્સ અને નવતર સંશોધનોનો ખૂબ જ મજબૂત રીતે પડઘો પડ્યો છે અને અમારા વ્યૂહાત્મક ભાગીદાર RCPL આપણા સહુના માટેની વ્યાપારી તકોને ઓળખે છે. RCPL સૌથી ઝડપથી વિકસતા પ્લેયર્સમાંની એક છે અને એક અગ્રણી FMCG કંપની છે. RCPLમાં, અમને અમારી ઉત્ક્રાંતિના ભાગ રૂપે એક અત્યંત મજબૂત અને સુસંસ્કૃત ભાગીદાર મળ્યો છે, જેની સાથે અમે આગામી પાંચ વર્ષમાં 50 જેટલા પશ્ચિમી બજારોમાં વૈશ્વિક ખેલાડી બનીશું. આ ભાગીદારી અમારા વ્યાપારને ‘બેટર-ફોર-યુ‘ શ્રેણીમાં વૈશ્વિક અગ્રણી બનવાની તક પૂરી પાડશે.”
સિડની-સ્થિત ગુડનેસ ગ્રુપ ગ્લોબલ એ ઓસ્ટ્રેલિયામાં એક પ્રખ્યાત પ્લાયર છે જે ઓસ્ટ્રેલિયા અને 21 અન્ય વૈશ્વિક બજારોમાં ગ્રાહકોને વૈશ્વિક ગુણવત્તાવાળા હેલ્ધી બેવરેજીની પસંદગીઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ‘બેટર-ફોર-યુ’ પ્રોડક્ટ્સના તેના મુખ્ય સિદ્ધાંત દ્વારા સંચાલિત, GGGની મુખ્ય બ્રાન્ડ Nexba એક આઈકોનિક ગટ-હેલ્થ બેવરેજ છે જેને તેમની માલિકીના સંપૂર્ણ-કુદરતી, છોડ-આધારિત શૂન્ય-કેલરી સ્વીટનર, Goodsweet® વડે તૈયાર કરવામાં આવે છે.
GGGની અન્ય ઓફરિંગ્સમાં BISON સામેલ છે જે હળવું, તાજગીસભર પ્રોટીન-બેઝ્ડ બેવરેજ બ્રાન્ડ અને GOOD BREKKIE છે જે હેલ્ધી લિક્વિડ બ્રેકફાસ્ટના વિકલ્પો પ્રદાન કરે છે. જ્યારે PACE એ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કેપ્ટન પેટ કમિન્સ સાથે મળીને તૈયાર કરવામાં આવેલી હાઇડ્રેશન બ્રાન્ડ છે.
