વીડિચો વિક્રમ લેન્ડર દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યો, ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવર ચક્કર લગાવતું જોવા મળે છે

શ્રીહરીકોટા
‘પ્રજ્ઞાન રોવર’ દિવસેને દિવસે તેના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે… તો તેની સાથે વિક્રમ લેન્ડર પણ સાથે સાથે જોવા મળી રહ્યું છે… ત્યારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઈસરોએ વધુ એક અપડેટ લોકો સમક્ષ રજુ કર્યું છે… આજે ઈસરોએ ચાંદા મામાના આંગણામાં રમી રહેલા ‘પ્રજ્ઞાન રોવર’નો ક્યૂટ વીડિયો શેર કર્યો છે…. આ વીડિચો વિક્રમ લેન્ડર દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી છે. અગાઉ પ્રજ્ઞાન રોવરે વિક્રમ લેન્ડરની તસવીર ખેંચી હતી, તો હવે વિક્રમ લેન્ડરે પ્રજ્ઞાન રોવરનો ક્યૂટ વીડિયો ઉતાર્યો છે. ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવર ચક્કર લગાવી રહ્યું છે. આ દરમિયાન વિક્રમ લેન્ડરે તેની વીડિયો શૂટ કરી હતી.
ઈસરોએ આજે ટ્વિટ કરીને જણાવ્યું કે, પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર સુરક્ષિત રસ્તાની શોધમાં ઘૂમી રહ્યો હતો… પ્રજ્ઞાન રોવરના ગોળ ગોળ ફરતા દ્રશ્યને વિક્રમ લેન્ડરના કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે. આ વીડિયો જોતા એવું લાગી રહ્યું છે કે, ચાંદા મામાના આંગણામાં કોઈ બાળક રમી રહ્યું છે અને માતા તેને લાડથી જોઈ રહી છે.
ભારતના ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર લેન્ડ થવાને એક સપ્તાહ વિતિ ગયું છે અને હવે તેનું એક સપ્તાહ બાકી છે. ગત દિવસોમાં ઈસરોએ પ્રજ્ઞાન રોવર દ્વારા ક્લિક કરાયેલ વિક્રમ લેન્ડરની તસવીર ટ્વિટ કરીહ તી, જેમાં ચંદ્રના સાઉથ પોલ પર વિક્રમ નજર આવ્યો હતો.
આ અગાઉ મંગળવારે ઈસરોએ મોટી સફળતા મેળવી હતી. ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરે ચંદ્રના સાઉથ પોલ પર સલ્ફર હોવાની પુષ્ટી કરી હતી. રોવરના ‘લેજર-ઈડ્યૂસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ’ ડિવાઈસે એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઈટેનિયમ, મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન શોધી કાઢ્યું હતું… હવે હાઈડ્રોજનની શોધ ચાલી રહી છે.
ઈસરોએ જણાવ્યું કે, એલઆઈબીએસ એક વૈજ્ઞાનિક ટેકનોલોજી છે…. આ ટેકનોલોજીથી કોઈ મટિરિયલ પર લેજર પ્લસથી ટાર્ગેટ કરી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. જોરદાર ઊર્જા ધરાવતી લેજર પ્લસ મટિરિયલની સપાટીના એક ભાગમાં ફોકસ કરે છે… આ મટિરિયલ કોઈ ખડક અથવા માટી પણ હોઈ શકે છે… આ દરમિયાન લેજર પ્લસ ખુબ જ ગરમી અને પ્લાજ્મા ઉત્પન્ન કરે છે અને તેનાથી મટિરિયલની રચના બનાવે છે.
જ્યારે લેઝર પ્લસનો ઉપયોગ થાય છે, તો પ્લાજ્મા લાઈટ ઉત્પન્ન થાય છે, જેને ડિટેક્ટર્સ દ્વારા ડિટેક્ટ કરવામાં આવે છે… વાસ્તવમાં તમામ મટિરિટલ પ્લાજ્માવાળી સ્થિતિમાં જાય ત્યારે એક ખાસ પ્રકારની લાઈટ ઉત્પન્ન થાય છે… જેના આધારે સામે આવે છે કે, તે મટિરિયલમાં કયા કયા તત્વો છે… આ સમગ્ર પ્રક્રિયા દ્વારા જ ચંદ્રના સાઉથ પોલની માટીમાં ઓક્સિજન, સલ્ફર જેવા તત્વોની શોધ કરાઈ છે.
આ અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર LVM3-M4/CHANDRAYAAN-3 MISSION નામના એકાઉન્ટ પર પ્રજ્ઞાન રોવરનો મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. મેસેજમાં જણાવાયું છે કે, ‘હેલ્લો પૃથ્વીવાસીઓ… હું ચંદ્રયાન-3નો પ્રજ્ઞાન રોવર છું… આશા કરુ છું કે, તમે બધા સ્વસ્થ હશો… હું તમામને જણાવવા માંગુ છું કે, હું ચંદ્રના રહસ્યોને ઉજાગર કરવા મારા રસ્તા પર છું… હું અને મારો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં છીએ… અમારી સ્થિતિ સારી છે… સૌથી શ્રેષ્ઠ પરિણામ ટુંક સમયમાં આવશે…’
ઉલ્લેખનિય છે કે, 14મી જુલાઈએ ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. 23મી ઓગસ્ટના રોજ ચંદ્રના સાઉથ પોલ પર ચંદ્રયાન-3 લેન્ડ થયું… આની લાઈફ માત્ર 14 દિવસની છે, જે ચંદ્રના એક દિવસ બરાબર હોય છે… ચંદ્રની સપાટી પરના આ ભાગમાં સૂરજ ડુબવાની સાથે જ પ્રજ્ઞાન અને વિક્રમ કામ કરવાનું બંધ કરી દેશે.