અમદાવાદ
ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ 6માં વડોદરા વોરિયર્સ અમદાવાદ એવેન્જર્સને પેનલ્ટી શૂટઆઉટથી હરાવીને ચેમ્પિયન બની હતી. સ્પર્ધામાં ફ્રેંચાઇસ દ્વારા 6 ટીમો હતી. 1 મેથી ચાલતી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અમદાવાદ એવેંન્જર્સ અને વડોદરા વોરિયર્સ વચ્ચે રમાઈ હતી જેમાં બંને ટીમો શરૂઆતથી જ આક્રમક રમત રમી હતી. હાફ ટાઇમ સુધી બંને ટીમોનો સ્કોર 0-0 હતો. સેકંડ હાફમાં પણ બંને ટીમો એ આક્રમક રમત રમી હતી પણ ગોલ કરવામાં સફળ થઈ ન હતી. મેચનું રિઝલ્ટ પેનલ્ટી શૂટ આઉટથી લેવાયું હતું.
આખરે વડોદરા વોરિયર્સ 6-5 થી મેચ જીતી ગયું. અમદાવાદ એવેંન્જર્સ દ્વારા 2 પેનલ્ટી વેસ્ટ કરવામાં આવ્યા અને વડોદરા વોરિયર્સ દ્વારા 1 પેનલ્ટી વેસ્ટ કરવામાં આવી. મેચનું રીઝલ્ટ 7 મી પેનલ્ટી શૂટ આઉટમાં આવ્યું.
વડોદરા વોરિયર્સના માનવીરસિંહ, રાહુલ, ધર્મેશ, ફારૂક, પ્રેમજીત, જેનીશ દ્વારા ગોલ કરવામાં આવ્યા અને
ભૂપેન્દરસિંહ દ્વારા પેનલ્ટી મિસ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ એવેંન્જર્સના બસીત, ટફેલ,બૃજેશ,મલેન્મનગા, અક્ષય મલ દ્વારા ગોલ કરવામાં આવ્યા અને જયકાનાણી અને ગોટીમયુમ દ્વારા પેનલ્ટી મિસ કરવામાં આવ્યો હતો.

વડોદરા વોરિયર્સના રોહિત ચાવડા ને સુંદર રમત બદલ મેન ઓફ ધ મેચનો ઍવોર્ડ આપવામાં આવ્યો હતો.
બેસ્ટ સ્કોરર માનવીરસિંહ, બેસ્ટ આસિસ્ટ. ધર્મેશ પરમાર, બેસ્ટ મિડફીલ્ડર ટોટન દાસ, બેસ્ટ ડીફેન્ડર પ્રિજેશ યાદવ, બેસ્ટ અમેજિંગ પ્લેયર આદિત્ય, બેસ્ટ ગોલ કીપર અજમલ, બેસ્ટ કોચ સલિમ સીર, બેસ્ટ ફેર ટિમ એવાર્ડ ગાંધીનગર ને આપવામાં આવ્યો હતો.
રનર અપ ટિમ અમદાવાદ એવેંન્જર્સને 5 લાખ અને ચેમ્પિયન ટિમ વડોદરા વોરિયર્સ ને 11 લાખનો પુરસ્કાર અપાયો હતો. પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યૂશનમાં ગુજરાત સરકારના એડી. ચીફ સેક્રેટરી મુકેશ પૂરી, રાજસ્થાન સ્ટેટ ફૂટબોલ એસોશિએશનના સેક્રેટરી તથા ટ્રેઝરર મુખ્ય મહેમાન તરીકે તથા એસોશિએશનના સભ્યો પણ ઉપસ્થિત રહી ખેલાડીઓ નો ઉત્સાહ વધાર્યો હતો.