હીરામણિસ્કૂલમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

Spread the love

હીરામણિ સ્કૂલમાં 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ સવારે 8.00 કલાકે રાજા પાઠક (મેનેજિંગ ટ્રસ્ટી, સત્વ વિકાસ સ્કૂલ)ના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. આ પ્રસંગે તેમણે  પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે તમે નસીબદાર છો કે આઝાદ ભારતમાં જન્મ લીધો છે અને હીરામણિ જેવી શાળામાં અભ્યાસ કરવાની તક મળી છે. ભારત દેશના વિકાસ માટે આપ સૌએ સજ્જ થવું પડશે. માત્ર પોતાનું જ નહીં પણ સમગ્ર સમાજ અને સમગ્ર વર્ગના વિકાસ સંદર્ભે વિચારવું પડશે. લોકોમાં ભાઈચારો હશે, તો જ વિકાસ શક્ય છે. ફક્ત બહારના જ્ઞાનની નહીં પણ સારા સંસ્કારને કેળવવાની જરુર છે.

આ પ્રસંગે હીરામણિ સંસ્થાનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મંત્રી આર સી પટેલ,
સહમંત્રી પંકજ દેસાઈ , મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, ગવર્નિંગ બોર્ડના સભ્યો ઘનશ્યામ અમીન, હરીકૃષ્ણઅમીન, પ્રવિણ અમીન, મૃદુલા અમીન, પ્રશાંત અમીન, ધર્મેશ પટેલ, આશિષ અમીન, સીઈઓ ભગવત અમીન, લીગલ એડવાઈઝર સૌરભ અમીન તેમજ સ્કૂલનાં તમામ આચાર્યો અને વિદ્યાર્થીઓ, સાંધ્યજીવન કુટીરનાં વડીલો ઉપસ્થિત રહ્યાં હતાં.

Total Visiters :225 Total: 1499394

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *