એપેક્સોન ઈગ્નાઈટ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે આહાન સ્ટેમ લેબમાં વિજ્ઞાન મેળો યોજાયો

સાણંદ એપેક્સોન ઈગ્નાઈટ દ્વારા આહાન સ્ટેમ લેબ, શ્રી એમ. એમ. શારદા વિદ્યામંદિર, સાણંદ, અમદાવાદ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉત્સાહપૂર્વક ઉજવણીકરવામાં આવી, જેમાં વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રોફેસર સંજય ચૌધરી (પ્રોફેસરઅને ડીન, સ્કૂલ ઓફએન્જિનિયરિંગ એન્ડ એપ્લાઈડ સાયન્સ, અમદાવાદ યુનિવર્સિટી) અને બિંદવ પંડ્યા (વિજ્ઞાનિ અને એન્જિનિયર, ભારતીયઅંતરિક્ષ સંસ્થા – ઈસરો) માનનીય મહેમાન તરીકે…

હીરામણિ પ્રાથમિક શાળામાં ગાંધી જયંતીની ઉજવણી નિમિત્તે સ્વસ્છતા અભિયાન પર ચિત્ર સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો. 1 થી 7 માં ગાંધી જયંતીની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા અભિયાન પર ચિત્ર સ્પર્ધા યોજાઈ. જેમાં ગાંધીજીની સ્વચ્છતા પ્રત્યેની ભાવનાને પ્રેરણા આપતા ચિત્રો જેવા કે ગામની સફાઈ કરતા બાળકો, મારું ગામ,સ્વચ્છ ગામ, ગાંધીજી, મારી શાળાની સફાઈ જેવાં ચિત્રો દોર્યા હતાં.

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં હિન્દી દિવસે હિન્દી કાવ્ય પઠન સ્પર્ધા યોજાઈ

‘કવિતાએ સાહિત્યનો મુખ્ય ભાગ છે’ હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓમાં કવિતાની સુવાસ ફેલાવાની સાથે હિન્દી દિવસના ઉપલક્ષમાં ‘હિન્દી કાવ્ય પઠન’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ કાવ્ય પઠનમાં સ્ત્રી, ભારતમાતા, પ્રકૃતિ, કૃષ્ણ, સમય જેવા વિષયો પર કાવ્યો રજૂ કર્યાં હતા. જેમાં શુદ્ધ ઉચ્ચારણ, લય, હાવભાવ દ્વારા સુંદર અભિવ્યક્તિ કરી બધાને મંત્રમુગ્ધ કર્યા હતા….

હીરામણિસ્કૂલમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

હીરામણિ સ્કૂલમાં 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ સવારે 8.00 કલાકે રાજા પાઠક (મેનેજિંગ ટ્રસ્ટી, સત્વ વિકાસ સ્કૂલ)ના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. આ પ્રસંગે તેમણે  પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે તમે નસીબદાર છો કે આઝાદ ભારતમાં જન્મ લીધો છે અને હીરામણિ જેવી શાળામાં અભ્યાસ કરવાની તક મળી છે. ભારત દેશના વિકાસ માટે…

હીરામણી ઉચ્ચતર માધ્યમિક શાળામાં દેશભક્તિ ગીત પર નૃત્ય પ્રતિયોગિતાનું આયોજન કરાયું

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓમાં દેશભક્તિ જાગૃત થાય તે હેતુથી શાળામાં ધોરણ:- ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓમાં દેશભક્તિ ગીત પર નૃત્ય પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ પ્રતિસ્પર્ધીઓને જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી…

શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત જિલ્લા કક્ષાની કુસ્તી અને ટેબલ ટેનિસ સ્પર્ધા

કુસ્તીમાં અંડર 14,17 અને 19 વયજૂથના 200થી વધુ ખેલાડીઓ અને ટેબલ ટેનિસમાં 100થી વધુ ખેલાડીઓ લેશે ભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય સ્પર્ધાઓનું આયોજન અમદાવાદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ…

શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત જિલ્લા કક્ષા ચેસ સ્પર્ધા યોજાઈ

અંડર 14 વયજૂથના 100 થી વધુ ખેલાડીઓએ સ્પર્ધામાં લીધો ભાગ 11 ઓગસ્ટ સુધી અમદાવાદ જિલ્લા કક્ષાની અંડર 14 ,અંડર 17, અંડર 19 ચેસ સ્પર્ધાનું આયોજન અમદાવાદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અમદાવાદ આયોજિત શાળાકીય સ્પર્ધાઓ (SGFI)જિલ્લા કક્ષા ચેસ સ્પર્ધા બીબીપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ, જેમાં અંડર 14 વયજૂથનાં યુવક-યુવતીઓ મળીને…

અસલાલીમાં નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ

રાજ્યસભા સાંસદ નરહરિ અમીન દ્વારા દતક લેવામાં આવેલ અસલાલી ગામ ખાતે આજરોજ “આવો ગાંવ ચાલે” પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મેડિકલ એસોસીએશન અને જનસહાયક ટ્રસ્ટ દ્વારા “આશાભાઈ પુરૂષોત્તમદાસ અમીન આરોગ્યધામ”, અસલાલી ખાતે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન કે.ડી. હોસ્પિટલ, વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદનાં સુપ્રસિદ્ધ સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરની ટીમ દ્વારા (હૃદયનાં રોગો, ડાયાબીટીસ,…

સ્તન કેન્સર જાગૃતિ સંદર્ભે“વોક ફોર હર-2” ચેરીટી વોકનું આયોજન

આશિર્વાદ ફાઉન્ડેશનને દાનમાં મળેલા કુલ પગલા સામે દર 5000 પગલાએ એક મહિલાના સ્તન કેન્સરની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે અમદાવાદ આશિર્વાદ ફાઉન્ડેશન દ્વારા તા. ૨ માર્ચ થી ૮ માર્ચ દરમિયાન સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એક ચેરિટી વોકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેરિટી વોક અંતર્ગત તમારા કોઈપણ એક દિવસનાં ચાલેલા પગલાંનો ફોટો (સ્ક્રીન શોટ) આપના મોબાઈલ…

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે “ગોસેવા મહોત્સવ”નું આયોજન

સનાતન-હિન્દુ સંસ્કૃતિમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાયોની સેવા અને પૂજન અર્ચન કરવાનું એક વિશેષ મહત્વ રહ્યું છે. મકરસંક્રાંતિ નિમિત્તે શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે તા.13, 14, 15 જાન્યુઆરી-2024 સવારે 7 થી સાંજના 6 કલાક દરમિયાન ગોસેવા આધારિત મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમિયાન ત્રણેય દિવસ સવારે 8-30 તથા સાંજે 6-30 કલાકે ગોઆરતી કરવામાં આવશે. સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. શ્રી ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે ગૌલોકવાસી…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં દિવાળી મહોત્સ્વ નિમિત્તે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમમાં ભણતા ધોરણ ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓની દિવાળી મહોત્સવ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં તારીખ:- ૦૬/૧૧/૨૦૨૩ ના રોજ ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સંસ્થાનાં પ્રમુખ નરહરિ અમીન,ઉપ પ્રમુખ નીતાબેન અમીન, મેનેજિંગ ડાયરેક્ટર વરૂણ અમીન, સંસ્થાનાં સી.ઇ.ઓ ભગવતઅમીન આચાર્યા…

ગુજરાત રાજ્ય એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા આયોજિત જેવલીન થ્રોમાં અમદાવાદની ગર્લ્સે મેડલ જીત્યા

અમદાવાદ ‘રાષ્ટ્રીય જેવલીન દિવસ’ નિમિત્તે ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા નડીયાદમાં તારીખ ૭મી ઓગસ્ટે, સ્ટેટ લેવલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. અમદાવાદની ચાર ગર્લ્સ એથ્લીટ્સે મેડલ જીત્યા હતા. રેને શુક્લાએ અંડર-૧૮માં અને એના કોઠારીએ અંડર-૧૪ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યા હતા. જ્યારે અંડર-૧૬માં અનિકા મધુર તોદી અને અંડર-૧૪માં કાવ્યા અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ તમામ…

ગુજરાત સ્ટેટ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપઃ30 મે 2023

બુધવારે બે ફાઇનલ મેચો રમાશે: ગર્લ્સ ફૂટસાલ એ.આર.એ.ફૂટબોલ ક્લબ અને શાર્પશૂટર ફૂટબોલ ક્લબ વચ્ચે બપોરે 3 વાગે રમાશે પુરૂષ વર્ગમાં સાંજે પાંચ વાગે બરોડા ફૂટબોલ એકેડેમી અને એ.આર.એ.ફૂટબોલ ક્લબ ટકરાશે મંગળવારે રમાયેલી પુરૂષ વર્ગની બે સેમિફાઇનલ મેચોમાં જગરનોટ ફૂટબોલ ક્લબ, અમદાવાદ અને પારૂલ ફૂટબોલ ક્લબ પરાજિત થતાં એલિમિનેટ થઈ વડોદરા અત્રે સમા ઇનડોર સ્ટેડિયમમાં શરૂ…