
રાજ્યસભા સાંસદ નરહરિ અમીન દ્વારા દતક લેવામાં આવેલ અસલાલી ગામ ખાતે આજરોજ “આવો ગાંવ ચાલે” પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મેડિકલ એસોસીએશન અને જનસહાયક ટ્રસ્ટ દ્વારા “આશાભાઈ પુરૂષોત્તમદાસ અમીન આરોગ્યધામ”, અસલાલી ખાતે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમ્યાન કે.ડી. હોસ્પિટલ, વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદનાં સુપ્રસિદ્ધ સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરની ટીમ દ્વારા (હૃદયનાં રોગો, ડાયાબીટીસ, ચામડીનાં રોગો, સ્ત્રી રોગની તપાસ અને હાડકાનાં રોગોના લગભગ 100 થી વધુ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને ડોક્ટર્સ દ્વારા લખી આપેલ દવા નિ:શુલ્ક આપવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યસભા સાંસદ અને જનસહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, જનસહાયક ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, જનસહાયક ટ્રસ્ટનાં ગવર્નીંગ બોર્ડનાં સભ્યો પ્રવિણચંદ્ર અમીન, ઘનશ્યામભાઈ અમીન, ઇવેન્ટ કો.ઓર્ડીનેટર ડૉ. વિશ્વાસ અમીન, અમદાવાદ ની પ્રસિદ્ધ કે.ડી. હોસ્પિટલનાં સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર્સની ટીમ તેમજ સપોર્ટીંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.