વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીના ભાગરૂપે, અપેક્સોન ઇગ્નાઈટએ પર્યાવરણ જાગૃતિ અને સાતત્યપૂર્ણ વિકાસના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું, જેમાં સર્જનાત્મકતા, સામુદાયિક ભાવ અને પ્રકૃતિલક્ષી અભિગમને ઉજાગર કરવામાં આવ્યા.
ત્રણ રાજ્યોમાં આવેલા 15 “આહાન લર્નિંગ સેન્ટર્સ” પર ૫૦૦ થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક પર્યાવરણ જાગૃતિ માટે ચિત્રો તથા નાટક ભજવ્યા. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને પર્યાવરણ સંરક્ષણ અને સ્થાયી જીવનશૈલી વિશે વિચાર કરવાની અને પોતાની અભિવ્યક્તિ રજૂ કરવાની તક મળી.
આ સાથે ૪ રાજ્યોમાં સ્થિત એપેક્સોન ઓફિસ ખાતે “ઇગ્નાઇટ સસ્ટેનેબિલિટી શોકેસ (Ignite Sustainability Showcase” નું આયોજન કરવામાં આવ્યું, જ્યાં પરીવર્તનકર્તા સંગઠનોને તેમના પુનઃઉપયોગી અને ઈકો-ફ્રેન્ડલી ઉત્પાદનોને રજૂ કરવા અને વેચાણ માટે એક મંચ અપાયો. આ પ્રવૃત્તિઓ દ્વારા આજીવિકા ના માર્ગો ની સાથે પ્રાકૃતિક તથા સાતત્યપૂર્ણ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણાદાયક બની.






શોકેસમાં ભાગ લેનાર સંસ્થાઓઃ
સેવા કલાકૃતિ (આબોદાના સહકારી મંડળી), અમદાવાદ: અપસાયકલ્ડ સામગ્રીમાંથી પરંપરાગત કળા આધારીત ઉત્પાદનો બનાવતી મહિલાઓની સહકારી મંડળી.
પેડકેર, પુણે: વપરાયેલ સેનેટરી નૅપકિન્સને રિસાયકલ કરીને ઉપયોગી ઉત્પાદનો બનાવતી નવીન સંસ્થા.
હેડસ્ટ્રીમ, બેંગલોર: અત્યંત વંચિત અને પૃષ્ઠભૂમિમાંથી આવેલી યુવતીઓના જીવનમાં કૃતિશીલ કળા અને કુદરતી સામગ્રીથી જીવનોપાર્જનનો માર્ગ ઊભો કરતી સંસ્થા.
ક્લીનગ્રીન, બેંગલોર: કુદરતી, જૈવિક અને પર્યાવરણમૈત્રી પદાર્થોથી ઉપયોગી વસ્તુઓ બનાવતી સંસ્થા.
કત્રલ ફાઉન્ડેશન, ચેન્નાઇ: શિક્ષણમાં પડેલા ગેપ દૂર કરીને યુવાનોને માર્ગદર્શન અને કૌશલ્યવિકાસ દ્વારા સ્થાયી જીવન માટે તૈયારી કરાવતી સંસ્થા.
આ સમગ્ર કાર્યક્રમો અપેક્સોન ઇગ્નાઇટના “પર્યાવરણ સંરક્ષણ અને સર્વસમાવેશક વિકાસ”ના પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે, જે કર્મચારીઓ તેમજ સમુદાયને એકસાથે લઈ આગળ વધવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે.