એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડે 31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે રૂ. 2,644 કરોડનો અત્યાર સુધીનો સર્વોચ્ચ કન્સોલિડેટેડ ચોખ્ખો નફો

Spread the love

મુંબઈ

એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડે 31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે રૂ. 2,644 કરોડનો અત્યાર સુધીનો સર્વોચ્ચ કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે 14 ટકા વધુ છે. 31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા ચોથા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ રૂ. 636 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે 15 ટકાની વૃદ્ધિ છે.

બોર્ડે નાણાંકીય વર્ષ 2024-25 માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 2.75નું અત્યાર સુધીના સર્વોચ્ચ આખરી ડિવિડન્ડની ભલામણ કરી છે.

ભારતમાં અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) પૈકીની એક એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડે (એલટીએફ) 31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે અત્યાર સુધીનો સર્વોચ્ચ કન્સોલિડેટેડ રૂ. 2,644 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે 14 ટકા વધુ છે. કંપનીએ 31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા ચોથા ત્રિમાસિક ગાળા માટે વાર્ષિક ધોરણે 15 ટકા વૃદ્ધિ સાથે રૂ. 636 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

રિટેલ બુક 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષની સરખામણીએ 19 ટકા વધીને રૂ. 95,180 કરોડ રહી છે. કંપનીએ રૂ. 60,040 કરોડનું વાર્ષિક રિટેલ વિતરણ નોંધાવ્યું છે જે વાર્ષિક ધોરણે 11 ટકા વધુ છે જ્યારે 1 માર્ચ, 2025ના રોજ ચોથા ત્રિમાસિક ગાળા માટે રૂ. 14,899 કરોડનું રિટેલ વિતરણ સ્થિર રહ્યું છે.

એલટીએફના બોર્ડે 25 એપ્રિલ, 2025ના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં નાણાંકીય વર્ષ 2024-25 માટે ઇક્વિટી શેર દીઠ (શેર દીઠ રૂ. 10ની ફેસ વેલ્યુના) રૂ. 2.75ના આખરી ડિવિડન્ડની ભલામણ કરી છે. કંપની દ્વારા અત્યાર સુધી આ સૌથી વધુ ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે. વાર્ષિક સાધારણ સભા (એજીએમ)માં સભ્યો દ્વારા એક વખત ડિવિડન્ડને મંજૂરી આપવામાં આવે પછી તે એજીએમની તારીખના 30 દિવસમાં ચૂકવવામાં આવશે.

આ ઉપરાંત કંપનીની કસ્ટમર-ફેસિંગ PLANET એપ 3.0 (બીટા) જે ગ્રાહકો માટે શક્તિશાળી ડિજિટલ ચેનલ તરીકે ઊભરી આવી છે તેણે અત્યાર સુધી 1.72 કરોડથી વધુ ડાઉનલોડ્સ નોંધાવ્યા છે જેમાં ગ્રામીણ સ્તરે 16 લાખથી વધુ ડાઉનલોડ્સ થયા છે. અત્યાર સુધી આ ચેનલે રૂ. 3,800 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે જ્યારે 6.85 કરોડથી વધુ રિક્વેસ્ટ્સનો પ્રતિસાદ આપ્યો છે અને રૂ. 12,700 કરોડથી વધુ (વેબ સહિત)ની લોન મેળવી છે. કંપનીએ વધુ સ્માર્ટ, ઝડપી અને વધુ ગ્રાહક કેન્દ્રિત વેબસાઇટ પણ લોન્ચ કરી છે.

કંપનીના નાણાંકીય પરિણામો અંગે એલટીએફના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી સુદીપ્ત રોયે જણાવ્યું હતું કે નોંધપાત્ર પડકારોવાળા વર્ષમાં અમારું પર્ફોર્મન્સ સ્થિતિસ્થાપક રહ્યું છે જ્યારે આવા મુશ્કેલ માહોલમાં પણ ટકી રહેવાની અમારી ક્ષમતા દર્શાવી છે. આ સ્થિરતા સમગ્ર બિઝનેસમાં કલેક્શન ક્ષમતા પર મજબૂત ધ્યાન દ્વારા પુનઃસ્થાપિત થયેલી મજબૂત એસેટ ક્વોલિટી પ્રત્યે અમારી અદ્વિતીય પ્રતિબદ્ધતા દ્વારા મળી છે. અમે માનીએ છીએ કે નાણાંકીય વર્ષ 2024-25 એ આગળ જતા ટકાઉ અને પૂર્વાનુમાનિત વૃદ્ધિ માટેનો પાયો નાંખવા માટેનું મહત્વનું પગલું છે.

ટુ-વ્હીલર ફાઇનાન્સમાં અમારા આગામી પેઢીના એઆઈ-એમએલ આધારિત ક્રેડિટ અંડરરાઇટિંગ એન્જિન ‘Project Cyclops’ 2.0ના સફળ 100 ટકા અમલીકરણ અને ફાર્મ ઇક્વિપમેન્ટ ફાઇનાન્સમાં તેના વર્તમાન અમલીકરણ સાથે, અમે કામગીરીની દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ કરી છે. વધુમાં, નાણાંકીય વર્ષ 2024-25માં શરૂ કરાયેલ PhonePe, CRED અને Amazon Pay સાથેની અમારી મોટી ભાગીદારી વેગ પકડી રહી છે. વર્ષ દરમિયાન અમે અમારા રિસ્ક અને ક્રેડિટ ફ્રેમવર્કને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તથા ટેકનોલોજી અને કર્મચારીઓની બાબતે ક્ષમતાઓ ઊભી કરવા પર સમાન રીતે કામ કર્યું હતું જે આવનારા સમયમાં અમને સારો એવો લાભ આપશે.

ભવિષ્યમાં અમારું ધ્યાન અમારા ગ્રાહકોને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવા પર રહેશે. અમને વિશ્વાસ છે કે ડિજિટલ-પ્રથમ અભિગમ દ્વારા સંચાલિત ઓપરેશનલ શ્રેષ્ઠતા, ગ્રાહક કેન્દ્રિતતા, મજબૂત પ્રશાસન અને સમજદાર રિસ્ક મેનેજમેન્ટ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા, અમારા વિકાસની ગતિને ટકાવી રાખશે કારણ કે અમે ગ્રાહક-કેન્દ્રિત, ડિજિટલ-મૂળ ફાઇનાન્શિયલ સર્વિસીઝ પાવરહાઉસ બનાવવાનું ચાલુ રાખીએ છીએ.”

મુખ્ય બાબતોઃ

મજબૂત રિટેલ ફ્રેન્ચાઇઝીઃ

કંપનીની સમગ્ર ભારતમાં વ્યાપક અને ગહન રિટેલ ફ્રેન્ચાઇઝી તેની મજબૂત વિતરણ ક્ષમતાઓ દ્વારા સંચાલિત છે, જેમાં 2,085થી વધુ રૂરલ મીટિંગ સેન્ટર્સ/કેન્દ્રો અને શહેરી કેન્દ્રોમાં 212થી વધુ શાખાઓમાંથી લગભગ 2 લાખ ગામડાઓમાં તેની ભૌગોલિક હાજરીનો સમાવેશ થાય છે. કંપની વિશ્વસનીય ક્રોસ-સેલ અને અપ-સેલ ફ્રેન્ચાઇઝી ચલાવવા માટે તેના 2.6 કરોડથી વધુ કસ્ટમર ડેટાબેઝનો લાભ લે છે જે કંપની 31 માર્ચ, 2025ના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીના પુનરાવર્તિત વિતરણના વેલ્યુની બાબતે 36 ટકા અને કાઉન્ટની બાબતે 49 ટકા યોગદાન આપે છે.

મજબૂત રિટેલ બુક અને વિતરણઃ

નાણાંકીય વર્ષ 2024-25માં રિટેલ બુક વાર્ષિક ધોરણે 19 ટકાની મજબૂત વૃદ્ધિ સાથે રૂ. 95,180 કરોડે રહી હતી અને વિતરણ વાર્ષિક ધોરણે 11 ટકા વધીને રૂ. 60,040 કરોડ રહ્યા હતા. આ બંને પરિબળોને કારણે કુલ ધિરાણ બુકનું રિટેલાઇઝેશન 97 ટકા થયું હતું.

રૂરલ બિઝનેસ ફાઇનાન્સઃ

બુક સાઇઝ રૂ. 24,716 કરોડથી વાર્ષિક ધોરણે 6 ટકા વધીને રૂ. 26,320 કરોડ થઈ

31 માર્ચ 2025ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે વાર્ષિક વિતરણ રૂ. 20,921 કરોડે રહ્યું જે રૂ. 21,495 કરોડથી વાર્ષિક ધોરણે 3 ટકા ઘટ્યું

31 માર્ચ 2025ના રોજ પૂરા થતા ચોથા ત્રિમાસિક ગાળા માટે ત્રિમાસિક વિતરણ રૂ. 5,114 કરોડે રહ્યું જે રૂ. 5,768 કરોડથી વાર્ષિક ધોરણે 11 ટકા ઘટ્યું

પ્રવાહી ક્ષેત્રીય ધિરાણ માહોલને કારણે વ્યવસાયમાં રિસ્ક-કેલિબ્રેટેડ વિતરણ વ્યૂહરચના અપનાવવામાં આવી હતી.

ફાર્મર ફાઇનાન્સઃ

બુક સાઇઝ રૂ. 13,892 કરોડથી વાર્ષિક ધોરણે 10 ટકા વધીને રૂ. 15,219 કરોડ થઈ

31 માર્ચ 2025ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે વાર્ષિક વિતરણ રૂ. 7,935 કરોડે રહ્યું જે રૂ. 6,848 કરોડથી વાર્ષિક ધોરણે 16 ટકા વધ્યું

31 માર્ચ 2025ના રોજ પૂરા થતા ચોથા ત્રિમાસિક ગાળા માટે ત્રિમાસિક વિતરણ રૂ. 1,755 કરોડે રહ્યું જે રૂ. 1,530 કરોડથી વાર્ષિક ધોરણે 15 ટકા વધ્યું

સરેરાશ કરતા વધુ સારા ચોમાસા અને વધુ સારી ગ્રામીણ તરલતાના લીધે સેગમેન્ટે ડબલ ડિજિટ ગ્રોથ દર્શાવ્યો હતો.

ટુ-વ્હીલર ફાઇનાન્સઃ

બુક સાઇઝ રૂ. 11,205 કરોડથી વાર્ષિક ધોરણે 10 ટકા વધીને રૂ. 12,321 કરોડ થઈ

31 માર્ચ 2025ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે વાર્ષિક વિતરણ રૂ. 9,285 કરોડે રહ્યું જે રૂ. 8,586 કરોડથી વાર્ષિક ધોરણે 8 ટકા વધ્યું

‘Project Cyclops’ અને ચેનલ રિસ્ક કેલિબ્રેશન થકી સારી કસ્ટમર પ્રોફિલિંગના પગલે 31 માર્ચ 2025ના રોજ પૂરા થતા ચોથા ત્રિમાસિક ગાળા માટે ત્રિમાસિક વિતરણ રૂ. 1,857 કરોડે રહ્યું જે રૂ. 2,502 કરોડથી વાર્ષિક ધોરણે 26 ટકા ઘટ્યું.

પર્સનલ લોનઃ

બુક સાઇઝ રૂ. 6,440 કરોડથી વાર્ષિક ધોરણે 34 ટકા વધીને રૂ. 8,648 કરોડ થઈ

31 માર્ચ 2025ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે વાર્ષિક વિતરણ રૂ. 6,096 કરોડે રહ્યું જે રૂ. 4,285 કરોડથી વાર્ષિક ધોરણે 42 ટકા વધ્યું

31 માર્ચ 2025ના રોજ પૂરા થતા ચોથા ત્રિમાસિક ગાળા માટે ત્રિમાસિક વિતરણ રૂ. 1,915 કરોડે રહ્યું જે રૂ. 968 કરોડથી વાર્ષિક ધોરણે 98 ટકા વધ્યું

પ્રાઇમ સેગમેન્ટમાં વૃદ્ધિનો લાભ લેતા અને મોટી ટેક પાર્ટનરશિપની મદદથી સેગમેન્ટમાં વૃદ્ધિ જોવાઈ

હાઉસિંગ લોન અને પ્રોપર્ટી સામે લોનઃ

બુક સાઇઝ રૂ. 18,443 કરોડથી વાર્ષિક ધોરણે 35 ટકા વધીને રૂ. 24,929 કરોડ થઈ

31 માર્ચ 2025ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે વાર્ષિક વિતરણ રૂ. 9,582 કરોડે રહ્યું જે રૂ. 7,544 કરોડથી વાર્ષિક ધોરણે 27 ટકા વધ્યું

31 માર્ચ 2025ના રોજ પૂરા થતા ચોથા ત્રિમાસિક ગાળા માટે ત્રિમાસિક વિતરણ રૂ. 2,332 કરોડે રહ્યું જે રૂ. 2,513 કરોડથી વાર્ષિક ધોરણે 7 ટકા ઘટ્યું

ડિસ્ટ્રીબ્યુશન ચેનલ્સના મજબૂત નેટવર્ક અને નવી પાર્ટનરશિપની મદદથી સેગમેન્ટમાં વૃદ્ધિ જોવાઈ

એસએમઈ ફાઇનાન્સઃ

બુક સાઇઝ રૂ. 3,905 કરોડથી વાર્ષિક ધોરણે 67 ટકા વધીને રૂ. 6,524 કરોડ થઈ

31 માર્ચ 2025ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે વાર્ષિક વિતરણ રૂ. 5,000 કરોડે રહ્યું જે રૂ. 3,657 કરોડથી વાર્ષિક ધોરણે 37 ટકા વધ્યું

31 માર્ચ 2025ના રોજ પૂરા થતા ચોથા ત્રિમાસિક ગાળા માટે ત્રિમાસિક વિતરણ રૂ. 1,528 કરોડે રહ્યું જે રૂ. 1,213 કરોડથી વાર્ષિક ધોરણે 26 ટકા વધ્યું

ડાયરેક્ટ સોર્સિંગમાં વધારો અને ડિસ્ટ્રીબ્યુશન ચેનલ્સના હાલના મજબૂત નેટવર્કની મદદથી સેગમેન્ટમાં વૃદ્ધિ જોવાઈ

સૂચિત હસ્તાંતરણો સાથે ગોલ્ડ લોનમાં પ્રવેશઃ

પૌલ મર્ચન્ટ્સ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે તેમના ગોલ્ડ લોન વ્યવસાયના પ્રસ્તાવિત હસ્તાંતરણ માટે બિઝનેસ ટ્રાન્સફર કરાર કર્યો. આ હસ્તાંતરણ હાલમાં રહેલ ચિંતાઓના આધારે સ્લમ્પ સેલના પ્રકારે પરંપરાગત બંધ થવાની શરતોને આધીન છે. આ હસ્તાંતરણ સિક્યોર્ડ હાઇ યિલ્ડિંગ બુક વધારવાની અમારી વ્યૂહરચના સાથે સુસંગત છે. તેનાથી ગોલ્ડ લોન બિઝનેસને વધારવામાં 36 મહિનાનો ઘટાડો થશે જેનાથી આકર્ષક કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળી, નફાકારક આકર્ષક RoA પ્રોફાઇલ ગોલ્ડ લોન ફ્રેન્ચાઇઝી ઉપલબ્ધ થશે. ચાલુ નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં લક્ષ્યાંકિત અંતિમ તારીખ પ્રાપ્ત કરવા માટે ઇન્ટિગ્રેશન પ્લાન અને ગવર્નન્સ ફ્રેમવર્ક અમલમાં મૂકવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *