કોટક લાઇફે ₹1,178 કરોડનું બોનસ જાહેર કર્યું, જેનો ફાયદો 7 લાખથી વધુ પોલિસીધારકોને મળશે

Spread the love

મુંબઈ, 29 મે, 2025: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (કોટક લાઇફ) એ તેની નાણાકીય મજબૂતાઈ અને કસ્ટમર ફોકસ્ડ હોવાના મજબૂત પુરાવા તરીકે, નાણાકીય વર્ષ 2024-25 માટે 7 લાખથી વધુ પોલિસીધારકો માટે ₹1,178 કરોડનું બોનસ જાહેર કર્યું છે.

આ સતત 24મું વર્ષ છે જેમાં કંપનીએ તેના સહભાગી પ્રોડક્ટસ પર બોનસ જાહેર કર્યું છે, જેમાં આ વર્ષના બોનસમાં પાછલા વર્ષ કરતાં 17% નો મજબૂત વધારો જોવા મળ્યો છે – જે કોટક લાઇફના સતત પ્રદર્શન અને પોલિસીધારકો માટે લાંબા ગાળાના મૂલ્ય નિર્માણને દર્શાવે છે.

કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડના MD મહેશ બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, “આ માઈલસ્ટોન બોનસ ફક્ત એક સંખ્યા જ નથી; તે જીવનના દરેક તબક્કે અમારા ગ્રાહકો સાથે ઊભા રહેવાના અમારા વચનની પુષ્ટિ છે. 24 વર્ષથી, અમે આ પ્રતિબદ્ધતાનું સન્માન કર્યું છે અને અમે અમારા પોલિસીધારકોને તેમની નાણાકીય આકાંક્ષાઓ પ્રાપ્ત કરવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત રાખીએ છીએ. કોટક લાઇફમાં, અમે જીવન વીમાથી ઘણું વધુ આપીએ છીએ – અમે વિશ્વાસ, વિશ્વસનીયતા અને લાંબા ગાળાના મૂલ્ય પર આધારિત સંબંધોને પ્રોત્સાહન આપીએ છીએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *