ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ગુજરાતને  ભારતનું  નાણાકીય  પાટનગર  બનાવવાના  સપનાને  સાકાર  કરવાના  મુખ્ય  શિલ્પકાર બનશેઃ ભૂપેન્દ્ર પટેલ

Spread the love

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ‘ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા’ની મેમ્બર્સ મીટ યોજાઈ

અમદાવાદ 

ગુજરાતને ભારતનું નાણાકીય પાટનગર બનાવવાની દ્રષ્ટિ છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આ  સપનાને સાકાર કરવાના મુખ્ય શિલ્પકાર બનશે, એમ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ‘ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા’ની મેમ્બર્સ મીટમાં  સંબોધન કરતાં જણાવ્યું હતું.

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC) ની  અમદાવાદ બ્રાન્ચ દ્વારા અમદાવાદ રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે CA મેમ્બર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ CA મેમ્બર્સ મીટમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતાં, તેમજ ICAI પ્રમુખ  ચરણજોતસિંહ નંદા, ઉપપ્રમુખ  પ્રસન્ના કુમાર ડી, ICAI ભૂતપૂર્વ પ્રમુખ અનિકેત તલાટી, ICAIના CCM  પુરુષોત્તમ ખંડેલવાલ, અમદાવાદ બ્રાંચના ચેરમેન  નીરવ અગ્રવાલ, સેક્રેટરી સમીર ચૌધરી તથા રાષ્ટ્રીય સ્તરના પદાધિકારીઓ, ટીમ અમદાવાદ બ્રાન્ચના સભ્યો, ભૂતપૂર્વ પદાધિકારીઓ તેમજ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે દેશમાં સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારે દેશમાં અમલી જે જટિલ ટેક્સ માળખું હતું, તેને બદલવાનું ભગીરથ કામ પાર પાડ્યું અને એક સમયે જટિલ અને શિથિલ પ્રક્રિયાને  કારણે  લોકો  ટેક્સ ભરવા માટે નીરસ રહેતા અને ટેક્સ ન ભરવાના અન્ય વિકલ્પો શોધતા હતા. પણ આજે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના  નેતૃત્વમાં દેશમાં સૌથી મોટો ટેક્સ રિફોર્મ આવ્યો છે. વડાપ્રધાન મોદીની વિઝનરી લિડરશીપના કારણે દેશમાં ફાઇનાન્સિયલ ડિસિપ્લિન આવી છે, જેના કારણે દેશ વિકાસના માર્ગં ઝડપથી ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા આગેકૂચ કરી રહ્યો છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાને ‘એક દેશ એક કર’ના મંત્ર સાથે જી.એસ.ટી લાગુ કરીને દેશના કરમાળખામાં રહેલી ક્ષતિઓ દૂર થઈ પરિણામે આવક વધી અને વિકાસને ખૂબ મોટો વેગ મળ્યો છે. તેમણે ઉમેર્યુ હતું કે, માર્ચ-2025નું કુલ  જી.એસ.ટી.કલેક્શન 1 લાખ 49 હજાર કરોડ થયું છે, તે ગયા વર્ષની સરખામણીએ 8.79 જેટલું વધ્યુ છે. ગુજરાત વિકાસની  વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું  કે, વેપારઉદ્યોગમાં સરળીકરણ સાથે પોલિસી ડ્રીવન સ્ટેટ અને વાઇબ્રન્ટ સમિટની  સફળતાથી ગુજરાત વિકાસનું રોલ મોડલ સ્ટેટ બન્યું છે. એટલું જ નહીં, વિશ્વભરના ઇન્વેસ્ટર્સની પ્રથમ પસંદ ગુજરાત છે.  ફિનટેક માટે ગ્લોબલ ફાઇનાન્સિયલ હબ ગિફ્ટ સિટી પણ રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે સી.એ પ્રોફેશનલ્સ ગુજરાતને ફાઇનાન્સિયલ આઉટ સોર્સિંગ માટેના સ્થળ તરીકે પ્રોત્સાહિત કરવામાં યોગદાન આપશે એવો વિશ્વાસ મુખ્યમંત્રી એ વ્યક્ત કર્યો હતો.

CA મેમ્બર્સ મીટમાં પ્રાસંગિક સંબોધન કરતાં ICAI પ્રમુખ ચરણજોતસિંહ નંદાએ જણાવ્યું હતું કે શહેરી સ્થાનિક સંસ્થાઓમાં નાણાકીય પારદર્શિતા લાવવા અને ઓડિટ ગુણવત્તામાં સુધારાથી CAs મદદરૂપ બની દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવવા તત્પર રહે. તેઓએ CA મેમ્બર્સ મીટમાં હાજર યુવા CA મેમ્બરને શીખ આપી હતી કે ડિજિટલ ગવર્નન્સ અને અકાઉન્ટિંગમાં AIને લગતા ઉપક્રમોને આપણે ટેકો આપવો જોઈએ, જેથી CAs ભવિષ્ય માટે તૈયાર રહી અને ટેક્નોલોજીથી સજ્જ બની અને આવનારા પડકારોનો સામનો ટેકનોલોજીના માધ્યમ દ્વારા આસાનીથી કરી શકે.

CA મેમ્બર્સ મીટમાં ICAI ના ભૂતપૂર્વ પ્રમુખ  અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારત @2047નો સંકલ્પને આપણે સાકાર કરવા દેશને ફાઇનાન્સિયલી સ્ટેબલ બનાવી, સશક્ત-તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા આપણે સૌએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા તૈયાર રહેવાનું છે.

અમદાવાદ ખાતે યોજાયેલી CA મેમ્બર્સ મીટમાં અમદાવાદ બ્રાંચના ચેરમેન  નીરવ અગ્રવાલે જણાવ્યું હતું કે ગુજરાતને ટકાઉ નાણાંકીય ક્ષેત્રમાં અગ્રેસર બનાવવું જોઈએ અને ગુજરાતને નાણાકીય આઉટ સોર્સિંગ માટે પસંદગી યોગ્ય સ્થળ તરીકે પ્રોત્સાહિત કરવું જોઈએ, જ્યાં CAs અમદાવાદ અને  વડોદરા જેવી શહેરોમાંથી વૈશ્વિક સેવા આપી શકે. સાથોસાથ હરિત નાણાંકીય વ્યવસ્થા, ESG રિપોર્ટિંગ અને કાર્બન અકાઉન્ટિંગમાં CAs માટેના અવસરો શોધવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *