ફંડે શરૂઆતથી 16.36%1 સીએજીઆરનું એસઆઈપી વળતર જનરેટ કર્યું છે
મુંબઈ
કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિ. (“કેએમએએમસી” / “કોટક મ્યુચ્યુઅલ ફંડ”)ની ફ્લેગશિપ ઓફરિંગ – કોટક બ્લુચીપ ફંડ, રોકાણોની ગતિશીલ દુનિયામાં વૃદ્ધિના માર્ગસૂચક તરીકે ઊભું રહ્યું છે અને તાજેતરમાં 25 વર્ષનું સીમાચહ્ન હાંસલ કર્યું છે. કંપનીની શરૂઆત 29 ડિસેમ્બર, 1998ના રોજ થઈ હતી. ફંડ ભારતના આર્થિક વિકાસને પ્રતિબિંબિત કરે છે અને એસઆઈપી માટે 16.36%1 ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (સીએજીઆર) સાથે, ચક્રવૃદ્ધિની ક્ષમતાનું પ્રમાણ છે.
ફંડની કામગીરીનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે છેલ્લા 25 વર્ષોમાં આ ફંડમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી) દ્વારા દર મહિને રૂ. 10,000નું રોકાણ 31મી જાન્યુઆરી 2024 સુધીમાં અંદાજે રૂ. 3.50 કરોડ1નું ભંડોળમાં પિરણમ્યું છે.
ફંડે મજબૂત બિઝનેસ ફંડામેન્ટલ્સ અને સક્ષમ મેનેજમેન્ટ ટીમો માટે પસંદ કરેલી કંપનીઓમાં રોકાણ કર્યું છે, જે બ્લુચીપ કંપનીઓમાં રોકાણ કરવા માગતા લોકો માટે ફંડને એક આદર્શ પસંદગી બનાવે છે. તે કોઈપણ રોકાણ યોજનાનો મુખ્ય ભાગ બનવા માટે તૈયાર કરાઈ છે, રોકાણકારોને લાંબા ગાળામાં વૃદ્ધિ હાંસલ કરવામાં મદદ કરે છે.
કોટક બ્લુચીપ ફંડે 2000 ડોટ-કોમ બબલ બર્સ્ટ, 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી, 2016ની ડીમોનેટાઈઝેશન અને 2020 કોવિડ-19 મહામારી જેવી અનેક આર્થિક અને વૈશ્વિક મુશ્કેલીઓ વચ્ચે આ વળતર આપ્યું છે. આ ઇવેન્ટ્સ દ્વારા પોર્ટફોલિયોમાં નેવિગેટ કરવું એ ફંડની કામગીરીની મુખ્ય ચાવી છે. નિફ્ટી 50 બેન્ચમાર્ક ઇન્ડેક્સ 15% પર હતો, ત્યારે ફંડે શરૂઆતથી 18% ચક્રવૃદ્ધિ વળતર સાથે આઉટપરફોર્મ કર્યું છે.
કેએમએએમસીના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહે જણાવ્યું હતું કે, “છેલ્લા 25 વર્ષોમાં, ભારતનો વ્યાપ નોંધપાત્ર રીતે વિકસ્યો થયું છે. દરેક આર્થિક ચક્ર, રાજકીય તબક્કા અને મૂળભૂત પરિવર્તન દ્વારા, કોટક બ્લુચીપ ફંડે ભારતની વૃદ્ધિની ગાથાને પ્રતિબિંબિત કરી છે.”
કેએમએએમસીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર – ઇક્વિટી હર્ષા ઉપાધ્યાય ફંડનું સુકાન સંભાળે છે, ભારતની બ્લુ-ચિપ કંપનીઓમાં રોકાણ કરીને રોકાણકારોને વૃદ્ધિની તકો પૂરી પાડવા માટે ફંડની કામગીરીને માર્ગદર્શન આપીને મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. ફંડના 25 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે તેમણે કહ્યું, “કોટક બ્લુચીપ ફંડે છેલ્લા 25 વર્ષોમાં વિવિધ આર્થિક, રાજકીય અને સામાજિક ફેરફારોને સફળતાપૂર્વક નેવિગેટ કર્યા છે. ફંડે વિવિધ સમયગાળા દરમિયાન નિફ્ટી 100 ચીઆરઆઈ અને નિફ્ટી 50 ચીઆરઆઈ બંને કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.
ફંડની વર્તમાન એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) 31 જાન્યુઆરી, 2024ના રોજ રૂ. 7,424.61 કરોડ નોંધાઈ છે, જે તેની વૃદ્ધિની સંભાવના દર્શાવે છે.
કોટક બ્લુચીપ ફંડ એ માત્ર ભારતીય વૃદ્ધિ ગાથાનો ભાગ નથી; તે આ ગાથામાં એક મહત્વપૂર્ણ પ્રકરણને ઉજાગર કરે છે. તે વૃદ્ધિ અને અવિશ્વસનીય સ્થિતિસ્થાપકતાની અવિરત શોધનું વર્ણન છે.