
પશ્ચિમ દસક્રોઈ તાલુકા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા આયોજિત વિવિધ રમત-ગમતની સ્પર્ધાઓમાં (એસ.જી.એફ.આઈ) તાલુકા કક્ષાની સ્પર્ધા હીરામણિ સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.


અંડર-14, અંડર-17, અંડર-19 ટીમની સ્પર્ધામાં હીરામણિ સ્કૂલના ભાઈઓની ટીમ ચેમ્પિયન બની હતી.
અંડર-17 અને અંડર-19 ખો-ખો સ્પર્ધામાં બહેનોની ટીમ ચેમ્પિયન બની હતી.
અંડર-14 બહેનોની ટીમ રનર્સઅપ બની હતી.


આ સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યો અને કોર્ડિનટરે ટીમના ખેલાડીઓ અને કોચને અભિનંદન આપ્યા હતા.