એશિયન રેન્કિંગ ટેનિસ ગ્રેડ-૧માં જેન્સી કાનાબાર અને લક્ષ્ય ચૂકા ચેમ્પિયન બન્યા

અમદાવાદ જૂનાગઢની ટેલેન્ટેડ ખેલાડી જેન્સી કાનાબારે કોઇ પણ મુશ્કેલી વિના એસ ટેનિસ એકેડેમી ખાતે રમાયેલી એસ મોલ્કેમ એસએજી એશિયન રેન્કિંગ ગ્રેડ-૧ ટેનિસ ટૂર્નામેન્ટની ગર્લ્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. એકતરફી બનેલા ફાઇનલ મુકાબલામાં જેન્સીએ આરાધ્યા મીનાને ૬-૧, ૬-૧થી પરાજય આપ્યો હતો. જેન્સીએ હરીફ ખેલાડીની વારંવાર સર્વિસ બ્રેક કરીને મેચ પોતાની તરફેણમાં કરી લીધી હતી. બોયુઝ…

હીરામણિ સ્કૂલની બહેનોની ખો-ખો અન્ડર-17 ની ટીમ જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બની

અમદાવાદ હીરામણિ સ્કૂલ ખાતે અમદાવાદ જિલ્લા કક્ષાની બહેનો અને ભાઈઓની ખો-ખો સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 42 ટીમોએ ભાગ લીધો હતો. આ ખો-ખો સ્પર્ધામાં હીરામણિ સ્કૂલની બહેનોની ટીમ અન્ડર-17 માં જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બની હતી. આ સ્પર્ધામાં લગભગ 270 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતા ટીમ હવે પછી રાજ્ય કક્ષાએ રમવા જશે.

તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં હીરામણિ સ્કૂલની ભાઈઓ તથા બહેનોની ટીમો ચેમ્પિયન બની

પશ્ચિમ દસક્રોઈ તાલુકા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા આયોજિત વિવિધ રમત-ગમતની સ્પર્ધાઓમાં (એસ.જી.એફ.આઈ) તાલુકા કક્ષાની સ્પર્ધા હીરામણિ સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. અંડર-14, અંડર-17, અંડર-19 ટીમની સ્પર્ધામાં હીરામણિ સ્કૂલના ભાઈઓની ટીમ ચેમ્પિયન બની હતી. અંડર-17 અને અંડર-19 ખો-ખો સ્પર્ધામાં બહેનોની ટીમ ચેમ્પિયન બની હતી. અંડર-14 બહેનોની ટીમ રનર્સઅપ બની હતી.  આ સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના…