એશિયન રેન્કિંગ ટેનિસ ગ્રેડ-૧માં જેન્સી કાનાબાર અને લક્ષ્ય ચૂકા ચેમ્પિયન બન્યા

Spread the love

અમદાવાદ

જૂનાગઢની ટેલેન્ટેડ ખેલાડી જેન્સી કાનાબારે કોઇ પણ મુશ્કેલી વિના એસ ટેનિસ એકેડેમી ખાતે રમાયેલી એસ મોલ્કેમ એસએજી એશિયન રેન્કિંગ ગ્રેડ-૧ ટેનિસ ટૂર્નામેન્ટની ગર્લ્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. એકતરફી બનેલા ફાઇનલ મુકાબલામાં જેન્સીએ આરાધ્યા મીનાને ૬-૧, ૬-૧થી પરાજય આપ્યો હતો. જેન્સીએ હરીફ ખેલાડીની વારંવાર સર્વિસ બ્રેક કરીને મેચ પોતાની તરફેણમાં કરી લીધી હતી. બોયુઝ સિંગલ્સમાં ટોચના ક્રમાંકિત લક્ષ્ય ચુકાએ દિવ્ય મલિકને ૬-૩, ૬-૪થી પરાજય આપીને ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. ચેમ્પિયન બનેલા ખેલાડીઓને એસ ટેનિસ એકેડેમીના ફાઉન્ડર પ્રમેશ મોદી અને હેડ કોચ ડિમિટ્રી બાસ્કોવે ટ્રોફીથી સન્માનિત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *