‘કવિતાએ સાહિત્યનો મુખ્ય ભાગ છે’ હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓમાં કવિતાની સુવાસ ફેલાવાની સાથે હિન્દી દિવસના ઉપલક્ષમાં ‘હિન્દી કાવ્ય પઠન’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ કાવ્ય પઠનમાં સ્ત્રી, ભારતમાતા, પ્રકૃતિ, કૃષ્ણ, સમય જેવા વિષયો પર કાવ્યો રજૂ કર્યાં હતા. જેમાં શુદ્ધ ઉચ્ચારણ, લય, હાવભાવ દ્વારા સુંદર અભિવ્યક્તિ કરી બધાને મંત્રમુગ્ધ કર્યા હતા. જેમાં અશોકા હાઉસ પ્રથમ, ટાગોર હાઉસ દ્વિતીય, સરદાર હાઉસ તૃતીય ક્રમે આવ્યું હતું. વિદ્યાર્થીઓની સુંદર અભિવ્યક્તિ સાથે આચાર્યા નીતા શર્માએ હિન્દી ભાષાનું ગૌરવ દર્શાવતું વક્તવ્ય આપ્યું હતું.