એક કાર, એક વિશ્વ: નિસાન તેની નવી નિસાન મેગનાઈટ એસયુવીની નિકાસ શરૂ કરી

Spread the love
  •  નવી નિસાન મેગનાઈટ એસયુવી લોન્ચ થઈ તેના એક મહિનામાં ૨૭૦૦ યુનિટ સાઉથ આફ્રિકા મોકલવામાં આવ્યા છે
  • ચેન્નાઈના એલાઈન્સ જોઈન્ટ વેન્ચર પ્લાન્ટમાં નિર્માણ પામેલી નવી નિસાન મેગનાઈટ એસયુવી ૬૫ કરતા વધુ આંતરાષ્ટ્રિય માર્કેટમાં નિકાસ કરવામાં આવશે, જેમાં લેફ્ટ હેન્ડ ડ્રાઈવ દેશના માર્કેટ પણ સામેલ છે
  • નિસાન નવી મેગનાઈટ એસયુવીને વૈશ્વિક ઉત્પાદન કુશળતા અને નેતૃત્વનો લાભ મળશે જેમાં જાપાનિઝ ડીએનએ, નવીનતા અને ગ્રાહકોને ગમે તેવી ડિઝાઈન વગેરે સામેલ હશે
  • પોતાની સફળતા સિદ્ધ કરતા અત્યાર સુધી વૈશ્વિક સ્તરે નિસાન મેગનાઈટ એસયુવીના ૧,૫૦,૦૦ યુનિટ વેચાય ચૂક્યા છે જેની નોંધ સમગ્ર કોમ્પેક્ટ એસયુવી માર્કેટમાં લેવાઈ છે.

ચેન્નઈ

‘વન કાર, વન વર્લ્ડ’ ના સૂત્ર પર આધારિત, નિસાન મોટર ઈન્ડિયાએ તેની તાજેતરમાં જાહેર થયેલી નવી નિસાન મેગનાઈટ એસયુવીનો સાઉથ આફ્રિકા ખાતે નિકાસ શરૂ કર્યો છે. આ વર્ષે ઓકટોબર મહિનામાં નિસાન ઈન્ડીયા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતુ તે અનુસાર ચેન્નાઈના એલાઈન્સ જેવી(જોઈન્ટ વેન્ચર) પ્લાન્ટથી વિશ્વભરના બજારોમાં નવી નિસાન મેગનાઈટ એસયુવી નિકાસ કરવામાં આવશે, જે થકી સાઉથ આફ્રિકા આ ગાડી મેળવનાર પ્રથમ દેશ બનશે.

માત્ર એક મહિનામાં નવી મેગ્નાઈટ એસયુવીના 2700થી વધુ યુનિટ ભારતના ચેન્નઈ પોર્ટથી સાઉથ આફ્રિકા માટે રવાના કરી દેવામાં આવ્યા છે. નિસાન મેગ્નાઈટ નિસાનના ‘મેક-ઈન-ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ વિઝનનું પ્રમાણપત્ર છે. આ કાર ડિસેમ્બર ૨૦૨૦માં લોન્ચ કરવામાં આવી હતી અને તેના ૧૫,૦૦,૦૦થી વધુ યુનિટનું વેચાણ થઈ ચૂક્યું છે. જ્યારે હવે આ એસયુવીનો વ્યાપ વૈશ્વિક બજાર સુધી વિસ્તર્યો છે.

નવી નિસાન મેગનાઈટનું લોન્ચિંગ તાજેતરમાં ઑક્ટોબર મહિના દરમ્યાન ન્યુ દિલ્હી ખાતે યોજવામાં આવ્યું હતું. આ કાર નિસાનની ‘ધ આર્ક’ યોજના હેઠળ તેની નવી વ્યૂહરચનાના ભાગરૂપે સ્થાનિક અને નિકાસ બજારો પ્રત્યે નિસાનની તૈયારી દર્શાવે છે. નવી નિસાન મેગ્નાઈટ બી-એસયુવીની રજૂઆત એ નિસાન માટે નિકાસ હબ તરીકે ભારતની પસંદગી કરવાનો નિર્ણય ફાયદાકારક હોવાનું ઉદાહરણ પૂરું પાડે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ‘મેડ-ઈન-ઈન્ડિયા’ મેગ્નાઈટની સતત માંગ અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, નિસાન હવે લેફ્ટ-હેન્ડ ડ્રાઈવ માર્કેટ સહિત 65+ આંતરરાષ્ટ્રીય બજારોમાં આ કારનો નિકાસ કરવાનો નિર્ણય લીધો છે.

ડિવિઝનલ વાઈસ પ્રેસિડેન્ટ-AMIEO રિજન બિઝનેસ ટ્રાન્સફોર્મેશન અને પ્રેસિડેન્ટ-નિસાન ઈન્ડિયા ઓપરેશન્સ ફ્રેન્ક ટોરેસે આ પ્રસંગે જણાવ્યું હતું કે, “2020માં નિસાન મેગ્નાઈટ લૉન્ચ થઈ ત્યારથી અમને દક્ષિણ આફ્રિકાના માર્કેટમાં ગ્રાહકો તરફથી આ ભારતમાં બનેલ કોમ્પેક્ટ એસયુવી ગાડીની સતત માંગ જોવા મળી હતી. સ્થાનિક અને નિકાસ બજાર બંને માટે અમે રજૂ કરેલી ‘ધ આર્ક એન્ડ ઈન્ડિયા’ યોજના અમારી કંપની માટે વૃદ્ધિની વ્યૂહરચના અને યોગ્ય પરિણામ પૂરા પડવાના આયોજનનો નિર્ણાયક ભાગ રહી છે. ન્યૂ નિસાન મેગ્નાઈટના નિકાસ હબ તરીકે ભારતની સ્થિતિ જેમ જેમ વિકસશે તેમ AMIEO ક્ષેત્રમાં નિસાન આગળ વધશે, જે નિસાન ઈન્ડિયાની ‘વન કાર, વન વર્લ્ડ’ ના સૂત્રને ફળીભૂત બનાવશે.”

નિસાન આફ્રિકાના પ્રેસીડેન્ટ જોર્ડી વિલાએ કહ્યું, “અમને સ્થાનિક ગ્રાહકો માટે ભારતથી આ નવી નિસાન મેગ્નાઈટ એસયુવીનું શિપમેન્ટ પ્રાપ્ત કરીને આનંદ થાય છે. આ કારની બોલ્ડ ડિઝાઈન, ઉન્નત સલામતી ફિચર્સ અને અદ્યતન તકનીકી સુવિધાઓ સાથે, પસંદગીઓની વિશાળ શ્રેણી આપે છે જે ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરશે અને આ નવી નિસાન મેગ્નાઈટ બી-એસયુવી દક્ષિણ આફ્રિકા તેમજ અન્ય આફ્રિકન બજારોમાં અમારા ગ્રાહકોને ખૂબ પસંદ પડશે.”

અગાઉ પ્રાપ્ત થયેલી સફળતાના આધારે, ન્યૂ નિસાન મેગ્નાઈટ હવે વધુ બોલ્ડ અને વધુ મજબૂત બનાવટ સાથે આવે છે જે તેને રોડ પર આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. ફરી વખતે ડિઝાઈન કરાયેલ આ પ્રીમિયમ નવી એસયુવી તેની રસપ્રદ આંતરિક ડિઝાઈન સાથે મજબૂતી ઉપરાંત ભારતમાં આ સેગમેન્ટના પ્રથમ વાર હોય એવા ૨૦ કરતા વધુ ફિચર્સ આપશે જેના કારણે ન્યૂ નિસાન મેગ્નાઈટનું એક અન્ય સૂત્ર ‘બોલ્ડ ઇનસાઇડ આઉટ’ સિદ્ધ થાય છે. વૈશ્વિક ધોરણોને પહોંચી વળવા માટે ખાસ તૈયાર કરવામાં આવેલ આ નવી નિસાન મેગ્નાઈટ મજબૂત બોડી સ્ટ્રક્ચર, છ એરબેગ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ અને હાઈડ્રોલિક બ્રેક આસિસ્ટ સહિત ૪૦ જેટલા સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ સાથે આવે છે.

ન્યૂ નિસાન મેગ્નાઈટની નવી વિશેષતા વિશે વિગતે માહિતી મેળવવા માટે, કૃપા કરીને મુલાકાત લો: નવી નિસાન મેગ્નાઈટ 2024

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *