ડીપી વર્લ્ડ એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ (ઇએસસી) સાથે ફીટ કરવામાં આવેલ તેના નવા ફ્લીટ સાથે કાર્યસ્થળ પર સલામતી અને ક્ષમતા વધારે છે

Spread the love

નવી દિલ્હી

ડીપી વર્લ્ડ, અત્યાધુનિક પૂરવઠા ચેઇન પૂરી પાડતી એક અગ્રણી વૈશ્વિક કંપની, એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ (ઇએસસી)થી સંપન્ન પ્રાઈમ મૂવર્સની નવી ફ્લીટ સાથે તેના કાર્યસ્થળની સલામતી અને ક્ષમતામાં એક ડગલું આગળ વધે છે.

ઉદ્યોગની સર્વપ્રથમ પહેલ એ સુરક્ષિત તથા ભરોસાપાત્ર પૂરવઠા ચેઇન સોલ્યુશન્સ પૂરું પાડવા માટેના ડીપી વર્લ્ડના અત્યાધુનિક ટેકનોલોજીનો લાભ લેવાના ચાલુ પ્રયત્નોનું પ્રતિબિંબ છે અને રસ્તા પરના તેના ડ્રાઈવરોની સલામતી તથા સુખાકારી માટે ડીપી વર્લ્ડની પ્રતિબદ્ધતાને આગળ વધારતું એક મહત્વપૂર્ણ પગલું છે. આ અત્યાધુનિક ટેકનોલોજીએ ઉન્નત સ્થિરતા પૂરી પાડે છે, જે હંમેશાથી એ બાબતનું ધ્યાન રાખે છે કે, મુશ્કેલ રસ્તાઓ તથા વિષમ આબોહવાની પરિસ્થિતિમાં પણ ડ્રાઈવર સુરક્ષીત અને નિયંત્રણમાં રહે.

વધુમાં, નવી ફ્લીટ એ ટૈઈલ ગાર્ડિંગ સિસ્ટમથી સંપન્ન છે, જે જરૂરી હોય ત્યારે વાહનને રોકવા માટે નજીકના સેન્સર્સનો ઉપયોગ કરી, બ્લાઈન્ડ સ્પોટ્સને દૂર કરી વિપરીત અથડામણને અટકાવે છે. આ અત્યાધુનિક એડવાન્સ્ડ સલામતી ફિચરનો અમલ કરીને, ડીપી વર્લ્ડ એ તેના ડ્રાઈવર્સ માટે એક સલામત અને વધુ કાર્યક્ષમત કામગીરીનું વાતાવરણ ઉભું કરે છે, જેનાથી તેની ઓપરેશનલ ક્ષમતા અને તેની ટીમના કલ્યાણ માટેના સમર્પણને વધુ મજબૂત બનાવે છે.

આ વિકાસ અંગે રવિંદર જોહલ, ચીફ ઓપરેટિંગ ઓફિસર, પોર્ટ્સ અને ટર્મિનલ્સ, ઓપરેશન્સ અને કોમર્શિયલ, મધ્યપૂર્વિય, નોર્થ આફ્રિકા અને સબકોન્ટિનેન્ટ, ડીપી વર્લ્ડ કહે છે, “ડીપી વર્લ્ડ ખાતે, અમારા કાર્ગો અને ટ્રકર્સની સલામતી અને સુરક્ષા અમારી સૌથી પહેલી પ્રાથમિક્તા છે. ટ્રકની અમારી નવી ફ્લીટમાં અત્યાધુનિક ટેકનોલોજીની સાથે, અમને ગર્વ છે કે, અમે સરકારના રોડ સલામતી વધારવાના ફિચર્સના વિઝનને સહયોગ આપી રહ્યા છીએ. અમે સતત અમારા સલામતી માપદંડમાં સુધારો કરવા, અમારા ડ્રાઈવર્સની સુરક્ષાની ખાતરી તથા અકસ્માતની સંભવિત અસરોમાં ઘટાડો કરવા પ્રતિબદ્ધ છીએ. અમારું માનવું છે કે, આ જ અભિગમ સમગ્ર ઉદ્યોગમાં સલામતીની પ્રથાને વ્યાપકપણે અપનાવવાની પ્રેરણા આપશે.”

નવા પ્રાઈમ મૂવર્સએ ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ (ઈએસસી)થી સંપન્ન છે, જેમાં એક એન્ટી-લૉક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ) પણ છે, જે ટ્રકર્સ તથા તેના ઓપરેશનલ સ્ટાફની સાથોસાથ વાહનની સલામતી અને પફોર્મન્સને પણ વધારે છે. આ એડવાન્સ્ડ સલામતી સિસ્ટમ એ ખાસ તો, જ્યારે વધુ ગતીમાં ઊંચા જોખમ ધરાવતા કાર્ગોનું પરિવહન થતું હોય એવા સમયે વધુ સારી સ્થિરતાની ખાતરી આપે છે. ઈએસસી ઓવરટેકિંગ દરમિયાન ઓટોમેટિકલી સાઈડવેના ડ્રિફ્ટને સુધારે છે, એન્જિન ટોર્કને યોગ્ય રીતે ગોઠવે છે અને વણાંક દરમિયાન સ્થિરતા જાળવવા માટે પસંદગીયુક્ત બ્રેકિંગ લાગું કરે છે. તે ખાસ કરીને પડકારજનક આબોહવાની સ્થિતિમાં વધુ ફાયદાકારક છે, લપસણા રસ્તા પર તે શ્રેષ્ઠ નિયંત્રણ અને સલામતી પૂરી પાડે છે.

ઇએસસી અને ટેઇલ ગાર્ડિંગ સિસ્ટમ ઉપરાંત, આ ટ્રકો હિલ સ્ટાર્ટ આસિસ્ટ (એચએસએ) અને ઓટોમેટિક ટ્રેક્શન કન્ટ્રોલ (એટીસી) સાથે પૂરક છે, જે તેમની સુરક્ષા ક્ષમતાઓને વધારશે. હિલ-સ્ટાર્ટ આસિસ્ટ ફિચર ટ્રકને ઢાળ પર પાછા ફરતા અટકાવે છે, જ્યારે ઓટોમેટિક ટ્રેક્શન કન્ટ્રોલ લપસણા રસ્તા પર સારી પકડ સુનિશ્ચિત કરે છે, અકસ્માતનું જોખમ ઘટાડે છે અને કાર્ગો ઓન-બોર્ડને રોલિંગથી થતા નુક્શાનથી બચાવે છે.

ડીપી વર્લ્ડએ સલામતી અને નવીનતામાં ઉદ્યોગનું નેતૃત્વ કરવાના તેમના મિશનમાં અડગ રહે છે, શ્રેષ્ઠ ઇન-ક્લાસ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે તે સતત પ્રયત્નશીલ રહે છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *