અમદાવાદ
મેન ઓફ ધ મેચ હેમંગ પટેલ (39 બોલમાં અણનમ 76) અને ધ્રુશંત સોની (27 રનમાં 4 વિકેટ)ની મદદથી ફાયર ક્લોટ્સ અને બ્લેક ઈગલની ટીમોએ લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલની પાંચમા દિવસની બે મેચમાં વિજય મેળવ્યો હતો. જસ્ટ કોર્સેકા દ્વારા પ્રાયોજિત સ્પર્ધાની નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ પર રમાયેલી પાંચમા દિવસની પ્રથમ મેચમાં પીચ સ્મેશર્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. ફાયર ક્લોટ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટે 177 રન બનાવ્યા હતા જેના જવાબમાં પીચ સ્મેશર્સની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 161 રન બનાવી શકી હતી અને તેનો 16 રને પરાજય થયો હતો.
બીજી મેચમાં બ્લેક ઈગલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટે 177 રન કર્યા હતા જેના જવાબમાં રેગિંગ બુલ્સની ઈનિંગ્સ 14.5 ઓવર્સમાં 99 રનમાં સમેટાઈ જતાં ઈગલ્સનો 78 રને વિજય થયો હતો.
પાંચમો દિવસઃ પ્રથમ મેચ
ફાયર ક્લોટ્સઃ 20 ઓવરમાં છ વિકેટે 177 ( હેમાંગ પટેલ 39 બોલમાં એક બાઉન્ડ્રી નવ સિક્સર સાથે અણનમ 76, સ્નેલ પટેલ 35 બોલમાં પાંચ બાઉન્ડ્રી સાથે 33, સિદ્ધાંત રાણા આઠ બોલમાં ત્રણ સિક્સર સાથે 21, નમન શાહ 27માં 2, ઈરફાન-ઉલ-હક 27માં 2)
પીચ સ્મેશર્સઃ 20 ઓવરમાં નવ વિકેટે 161 (સનપ્રિત બગ્ગા 42 બોલમાં 3 બાઉન્ડ્રી, 3 સિક્સર સાથે 61, સમર્થ વ્યાસ 13 બોલમાં બે બાઉન્ડ્રી, બે સિક્સર સાથે 25, ફિરોઝ બલોચ 16 બોલમાં બે બાઉન્ડ્રી, એક સિક્સર સાથે 22, હર્ષ ઠક્કર 20માં 2, હાર્દિક કુરાંગલે 36માં 3 વિકેટ).
મેન ઓફ ધ મેચઃ હેમાંગ પટેલ- 39 બોલમાં અણનમ 76 રન.
બીજી મેચ
બ્લેક ઈગલઃ 20 ઓવરમાં સાત વિકેટે 177 ( સૌરવ ચૌહાણ 31 બોલમાં ત્રણ બાઉન્ડ્રી, એક સિક્સર સાથે 37, રેક્સલી ટેલર 16 બોલમાં ત્રણ બાઉન્ડ્રી, ત્રણ સિક્સર સાથે 35, સ્મિત એસ. પટેલ 29 બોલમાં ત્રણ બાઉન્ડ્રી સાથે 30, ક્ષત્રિય રિતુરાજ 14 બોલમાં બે બાઉન્ડ્રી, બે સિક્સર સાથે 27 રન)
રેગિંગ બુલ્સઃ 14.5 ઓવરમાં 99 (સૌરભ નેગી 17 બોલમાં એક બાઉન્ડ્રી, બે સિક્સર સાથે 24, ધ્રુશંત સોની 27માં 4, મોહિત થડાની 10માં 2, દિલીપસિંહ હડિયોલ 12માં 2 વિકેટ).
મેન ઓફ ધ મેચઃ ધ્રુશંત સોની 27 રનમાં 4 વિકેટ.