10-14 વર્ષના ટેનિસ ખેલાડીઓને વિના મુલ્યે તાલીમ માટે અમદાવાદમાં પસંદગી પ્રક્રિયા યોજાશે

Spread the love

ઊભરતા ટેનિસ ખેલાડીઓ માટે ઉચ્ચકક્ષાની તાલીમ માટેની તક

અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી, અમદાવાદ, ખાતે તા.૨૫/૧૧/૨૦૨૪ થી તા.૦૬/૧૨/૨૦૨૪ સુધી પસંદગી પ્રક્રિયા યોજાશે, ૨૪/૧૧/૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

અમદાવાદ

અમદાવાદ ખાતે ટેનીસ રમતનું બિન-નિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. એમ.ઓ.યુ. અંતર્ગત વિદેશી કોચ દ્વારા વિના મૂલ્યે તાલીમ માટે ૧૦ થી ૧૪ વર્ષના ટેનીસ ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા તા.૨૫/૧૧/૨૦૨૪ થી તા.૦૬/૧૨/૨૦૨૪ સુધી સવારે ૧૦ કલાકથી હાથ ધરાશે.

શુકન- ૬, સાયન્સ સીટી રોડ, સોલા,અમદાવાદ ખાતે કાર્યરત અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી ખાતે આ પસંદગી પ્રક્રિયા યોજાશે.

મુખ્ય કોચ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છુક ટેનીસના ખેલાડીઓએ તા.૨૪/૧૧/૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી, જરૂરી પ્રમાણપત્રો (જન્મનો પુરાવો, ટેનીસ રમતની સ્પર્ધામાં મેળવેલ સિદ્ધિઓના પ્રમાણપત્રો, GSTA Ranking, AITA Ranking, ITF Ranking પ્રમાણપત્ર) સાથે હાજર રહેવાનું રહેશે.

રજીસ્ટ્રેશન માટે અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી – ૯૯૭૮૯૭૧૯૧૯ અને ઇ-મેઇલ આઇડી info@altevol.com પર સંપર્ક કરવાનો રહેશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *