સ્ટેટ રેન્કિંગ ટીટીમાં અમદાવાદના ચિત્રાક્ષે મેન્સ ટાઇટલ જીત્યું, અંડર-19માં બિનક્રમાંકિત પૂજન વિજેતા

Spread the love

ભાવનગર

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અહીંના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સિસદર રોડ, ભાવનગર ખાતે યોજાયેલી માઇક્રોસાઈન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં શુક્રવારે અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટે અમદાવાદના જ ધૈર્ય પરમારને 4-1થી હરાવીને મેન્સ ટાઇટલ જીતી લીધું હતું.

ત્રીજી ગેમને બાદ  કરતાં મોખરાના ક્રમના ચિત્રાક્ષે મેચ પર અંકુશ જાળવી રાખ્યો હતો.

ચોથા ક્રમના જન્મેજય પટેલ અને બિનક્રમાંકિત પૂજન ચંદારાણાએએ અંડર-19 બોયઝની ફાઇનલમાં ભારે રોમાંચ પેદા કર્યો હતો. અંતે ભાવનગરના પૂજને 4-3 (11-8, 6-11, 11-8, 11-8, 8-11, 2-11, 11-9)થી મેચ જીતવામાં સફળતા હાંસલ કરી હતી.

સ્થાનિક ફેરવિટ પૂજન પ્રથમ ગેમમાં ખાસ ફોકસ ન હતો પરંતુ ચોથા ક્રમના જન્મેજયને તેણે બીજી ગેમથી અંકુશમાં લઈ લીધો હતો. પૂજને આગામી બે ગેમ જીતી લીધી હતી અને જન્મેજય પર દબાણ લાદવાનું શરૂ કરી દીધું હતું.  અરવલ્લીના ખેલાડીએ આગામી બે ગેમમાં સારી લડત આપી હતી.

નિર્ણાયક ગેમમાં બિનક્રમાંકિત પૂજને શાનદાર રમત દાખવીને મેચ જીતી લીધી હતી.

સફળતા હાંસલ કરનારો અન્ય બિનક્રમાંકિત ખેલાડી અમદાવાદનો આર્ય કટારીયા હતો. તેણે મોખરાના ક્રમના અભિલાક્ષ પટેલને 3-1થી હરાવીને બોયઝ અંડર-17 ટાઇટલ જીતી લીધું હતું.

વિમેન્સ ક્વાર્ટર ફાઇનલમાં મોખરાના ક્રમની ફિલઝાહ ફાતીમા કાદરી સુરત)એ અમદાવાદની નિધી પ્રજાપતિને જ્યારે ભાવનગરની રિયા જયસ્વાલે પાંચમા ક્રમની પ્રાથા પવારને હરાવી હતી તો ગાંધીનગરની રાધાપ્રિયા ગોયેલે ત્રીજા ક્રમની ઓઇશિકી જોઆરદારને 4-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. સેમિફાઇનલમાં પ્રવેશનારી અન્ય ખેલાડીમાં સુરતની બીજા ક્રમની ફ્રેનાઝ છિપીયાનો સમાવેશ થતો હતો જેણે ભાવનગરની નામના જયસ્વાલને હરાવી હતી.

પરિણામો

મેન્સ ફાઇનલઃ ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ ધૈર્ય પરમાર 12-10, 11-7, 10-12, 11-9, 11-7.

અંડર-19 બોયઝ ફાઇનલઃ જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ પૂજન ચંદારાણા.

અંડર-17 બોયઝ ફાઇનલઃ આર્ય કટારીયા જીત્યા વિરુદ્ધ અભિલાક્ષ પટેલ 10-12, 11-6, 11-8, 11-7.

વિમેન્સ ક્વાર્ટર ફાઇનલઃ ફિલઝાહ ફાતીમા કાદરી જીત્યા વિરુદ્ધ નિધી પ્રજાપતિ 11-5, 7-11, 11-7, 11-8; રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ પ્રાથા પવાર 13-11, 11-5, 9-11, 11-3; રાધાપ્રિયા ગોએલ જીત્યા વિરુદ્ધ ઓઇશીકી જોઆરદાર 11-8, 11-13, 11-8, 11-7; ફ્રેનાઝ છિપીયા જીત્યા વિરુદ્ધ નામના જયસ્વાલ 11-9, 11-13, 11-6, 11-5.

ગર્લ્સ અંડર-19 (રાઉન્ડ ઓફ 16): રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ અનાઇશા સંઘવી 11-7, 10-12, 11-2, 11-9; દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ તનિષ્કા કતારમલ 8-11, 11-7, 11-3, 11-7; સિદ્ધિ પટેલ જીત્યા વિરુદ્ધ વિશ્રુતિ જાદવ 11-6, 10-12, 11-8, 7-11, 14-12; જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ નિધી પ્રજાપતિ 11-4, 6-11, 11-9, 12-10; ખ્વાઇશ લોટીયા જીત્યા વિરુદ્ધ મહેક સેઠ 11-9, 11-8, 11-3; સિદ્ધિ બલસારા જીત્યા વિરુદ્ધ સનાયા આચ્ચા 11-9, 7-11, 11-6, 11-7; ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ વિધીબા સોલંકી 9-11, 11-6, 11-2, 11-7; પ્રાથા પવાર જીત્યા વિરુદ્ધ શિવાની ડોડીયા 11-6, 10-12, 11-4, 11-4.

ગર્લ્સ અંડર-17 (રાઉન્ડ ઓફ 16): પ્રાથા પવાર જીત્યા વિરુદ્ધ સચિ દોશી 11-8, 8-11, 11-4, 11-4; અનાઇશા સિંઘવી જીત્યા વિરુદ્ધ તનિષા ડેપ્યુટી 11-8, 13-15, 11-8, 11-9; ફિઝા પવાર જીત્યા વિરુદ્ધ સુચી પટેલ 9-11, 11-7, 11-7, 11-7; દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ ખનક શાહ 11-6, 11-5, 11-6; ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ ખ્વાઇશ લોટીયા 3-11, 11-5, 11-7, 4-11, 11-4; શિવાની ડોડીયા જીત્યા વિરુદ્ધ દિયા ગોદાણી 11-4, 11-3, 6-11, 11-3; વિન્સી તન્ના જીત્યા વિરુદ્ધ  વિશ્રુતિ જાદવ 11-4, 9-11, 11-8, 11-6; જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ ધિમહી કાબરાવાલા 11-3, 11-1, 11-3.

ગર્લ્સ અંડર-15 (રાઉન્ડ ઓફ 16): ધિમહી કાબરાવાલા જીત્યા વિરુદ્ધ ખ્વાઇશ લોટીયા 3-11, 11-7, 11-2, 4-11, 11-8; દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ સિદ્ધિ સિંઘવી 11-5, 11-6, 11-5; વિશ્રુતિ જાદવ જીત્યા વિરુદ્ધ નિત્યા ચોક્સી 11-9, 11-6, 11-8; ફિઝા પવાર જીત્યા વિરુદ્ધ નિયતી પાઠક 12-14, 13-11, 11-3, 11-7; વિન્સી તન્ના જીત્યા વિરુદ્ધ માહી રાણપરા 11-2, 11-4, 7-11, 11-8; દિક્ષિતા વાધવાણી જીત્યા વિરુદ્ધ જાનવી પરમાર 10-12, 11-5, 7-11, 12-10, 13-11; ખનક શાહ જીત્યા વિરુદ્ધ વેદાંશી વાલ્સ 11-5, 12-10, 13-11; ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ અનાઇશા સિંઘવી 13-11, 9-11, 11-7, 11-5.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *