માતૃ વંદનાઃ હરિદ્વારમાં જયેન્દ્ર શાસ્ત્રીની ભાગવદનો ત્રીજો દિવસઃ પ્રભુ, માતા અને દેશભક્તિના રંગે શ્રોતા રંગાયા

હરિદ્વાર
રામનામ અને રાંદલમાના મહિમાથી માંડીને નૃહસિંહ અવતાર અને સમુદ્રમંથનના પ્રસંગોને હરિદ્વારના નારાયણી નિવાસમાં સ્વ. રેવનદાસ પંચાલ પરિવાર દ્વારા બેસાડવામાં આવેલી ભાગવદ કથાના ત્રીજા દિવસે વ્યાસપીઠેથી શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસ એવી શૈલીમાં રજૂ કર્યા કે ઉપસ્થિત શ્રોતાઓનાં રૂંવાડા ઊભા થઈ ગયા હતા.
રામનામનો મહિમા
જયેન્દ્ર મહારાજે પરીક્ષિત રાજા અને શુકદેવજીની વાતને આગળ વધારતા રામનામના મહિમાને દ્રષ્ટાતો સાથે બખૂબી રજૂ કર્યો હતો. રામની વાતનીસાથે મા રાંદલની કૃપાની કહાની પણ શાસ્ત્રીજીએ વર્ણવી હતી.
ભાગવદ કૃપાનો સાક્ષાત પરચો
શાસ્ત્રીજીએ પરીક્ષિત રાજાની વાત કરતા કરતા ઈશ્વરમાં શ્રદ્ધાની વાતને લઈને પોતાના પરિવારનું દ્રષ્ટાંત ટાંક્યું હતું. તેમના ગર્ભવતી પૂત્રવધૂને કમળો થયો અને ડૉક્ટર્સે તેને હોસ્પિટલમાં દાખલ કરવા સુચના આપી દીધી. શાસ્ત્રીજી ઘરે નહતા અને પરિવારજનો ગભરાઈને ગર્ભવતીને હોસ્પિટલે લઈ ગયા જ્યાં ડૉક્ટરો નિદાન કરતા હતા તથા તેમણએ પરિવારને કહ્યું કે માતા અને ગર્ભમાંના બાળક બન્નેને કમળો થયો હોઈ બન્નેના જીવનું જોખમ છે. આ અંગે શાસ્ત્રીજીને જાણ કરાતા તેમણે પુત્રવધૂને ઘરે પાછા લઈ આવવા કહ્યું. પરિવારજનો ઘરે આવ્યા. શાસ્ત્રીજીએ પુત્રવધૂને એક મંત્રનું રટણ કરતા રહેવા કહ્યું. થોડા સમય બાદ ડૉક્ટર પાસે ફરી તપાસ કરાવાતા તબિયત ખૂબજ સારી થઈ હતી. છેવટે પુત્રવધૂએ સુંદર બાળકને જન્મ આપ્યો અને એ બાળકે હાલમાં દસમા ધોરણની પરીક્ષા આપી છે તથા તે 95 ટકાથી વધુ માર્કસ સાથે ઊતીર્ણ થયો છે.
જહાં ડાલ ડાલ પર સોને કી ચિડીયા…
શાસ્ત્રીજી કથામાં દેવો-દાનવોની વાતોની સાથે દેશભક્તિનો સંદેશ આપવાનું પણ ચૂક્યા નહતા. શાસ્ત્રીજીએ દેવો કઈ રીતે ક્યારે કેવા સમયે ભારત ભૂમિ પર આવ્યા અને વસ્યા, એટલે કે ભારતભૂમિ પણ દેવોમાં પ્રિય હોવાનું જણાવી. આ પ્રસંગે નિમેશભાઈ ત્રિવેદીએ સુંદર સૂરમાં જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા…ગીત ગાઈને સભાખંડમાં દેશભક્તિની જ્વાળા પ્રગટાવી હતી.
નૃહસિંહ અવતાર
શાસ્ત્રીજીએ રામ ભક્ત પ્રહલાદની રામનામની જીદથી લઈને પિતા રાજા હિરણ્યકશ્યપના દેવોના સામેની નારાજગીની વાતે શ્રોતાઓને હચમચાવી દીધા. એમાંયે હોળિકાએ ભાઈ હિરણ્યકશ્યપના આદેશથી પ્રહલાદને ખોળામાં બેસાડીને અગ્નીને પ્રગટાવતા ખુદ હોળિકા ભસ્મીભૂત થઈ ગયા અને પ્રહલાદ બચી ગયા તથા નૃહસિંહ અવતારની ઘટનાનાં વર્ણને ઉપસ્થિતિ શ્રોતાઓનાં રૂંવાડા ઊભા કરી દીધા હતા.
સમુદ્ર મંથન
ભક્ત પ્રહલાદના વારસોમાંના એક બાલી રાજાએ યજ્ઞો બંધ કરાવ્યા અને દેવોએ ધર્મની જાળવણી માટે કેવા દાવ-પેંચ ખેલવા પડ્યા એનું સુંદર વર્ણન સ્વામીજીએ કર્યું. બાલી રાજાના વધતા વર્ચસ્વથી ડરી જઈને તેમના અધર્મને રોકવા દેવતાઓએ એક થઈને સમુદ્રમંથનનું આયોજન કર્યું અને એમમાં જે પ્રકારે પોતાને ગમતી વસ્તુઓ પ્રાપ્ત કરવા દાવ-પેંચ ખેલાયા, અંતે શિવે વિષપાન કર્યું અને કંઠમાં અટકાવી દીધું. કઈ રીતે બાલી રાજાને પાતાલ લોકમાં પહોંચાડાયા સહિતના પ્રસંગોએ શ્રોતાઓને કથામાં જકડી રાખ્યા.
માતૃવંદના
પંચાલ પરિવારના કેટલાક મોવડીઓ આજે આવતા નવીન, દિલીપ અને રાકેશ પંચાલે તેમના વડીલોની હાજરીમાં માતા સવિતાબહેનની સાથે તેમના બહેન ગોદાવરીબહેનને પણ ગરબાથી વધાવીને માતૃવંદના કરતા ઉપસ્થિત પરિવારજનોએ તેમને વધાવી લીધા હતા. અત્યંત સુખદ બાબત એ રહી કે સવિતાબહેનના પુત્ર દિલીપભાઈના પત્ની ગીતાબહેન, તેમની પુત્રી પાયલ (રાધા), પતિ જયેશ, પુત્રી ધનશ્રી, પુત્ર જસરાજ, સવિતાબહેનની પુત્રીઓ ગીતા-પન્ના અને જમાઈઓ દિનેશ, પરેશ,, ગીતાબહેનની પુત્રી નિલાક્ષી, પુત્ર ઓમ, પન્નાની પુત્રી જ્હાનવી, પુત્ર વિશ્વમ સહિતના પરિવારના સભ્યોએ ભાવ અને ઉલ્લાસભેર ગરબા ગાઈને વડીલ વંદના કરી હતી.
પંચાલ પરિવારના મોવડીઓનું સન્માન
પંચાલ પરિવારે કથાના પ્રસંગને વધુ સમદ્ધ બનાવતા સવિતાબહેનના પાંચ ભાઈઓને પોંખવાની તક પણ ઝડપી લીધી હતી. સવિતા-ગોદાવરી બહેને તેમના પાંચ ભાઈઓનું પણ સન્માન કર્યું. દિવંગત ભાઈઓને સ્થાને તેમના વારસોએ આ સન્માન સ્વિકાર્યું હતું. સ્વ. સોમનાથ ઈશ્વરલાલ પંચાલ વતી તેમના પુત્ર અરવિંદ પંચાલ, સ્વ. ગણપતરામ ઈશ્વરલાલ પંચાલ વતી પુત્ર રમેશભાઈ પંચાલ, સ્વ. મનસુખરામ ઈશ્વરલાલ પંચાલ વતી પુત્ર ગોવિંદભાઈ પંચાલ, પોપટલાલ ઈશ્વરલાલ પંચાલ અને સ્વ. ચીમનલાલ ઈશ્વરલાલ પંચાલ વતી તેમની બે પુત્રીઓ ઊષાબહેન અન ભાવના બહેને આ સન્માન સ્વિકાર્યું હતું.