સ્ટેટ રેન્કિંગ ટીટીમાં મેન્સ ઇવેન્ટમાં બિનક્રમાંકિત રિયાને બીજા ક્રમના પ્રથમને હરાવ્યો
ભાવનગર
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી માઇક્રોસાઈન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં ગુરુવારે વિવિધ અપસેટ સર્જાયા હતા જેમાં સ્થાનિક ખેલાડી અને બિનક્રમાંકત પૂજન ચંદારાણાએ બોયઝ અંડર-19માં સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
આ ઉપરાંત અન્ય બિનક્રમાંકિત ખેલાડી સુરતના પવન કુમારે મોખરાના ક્રમના અને સુરતના જ આયુષ તન્નાને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અન્ય બિનક્રમાંકિત સુરતી ખેલાડી વિવાન દવેએ અંતિમ ચારમાં પ્રવેશ માટે તક્ષ કોઠારીને હરાવ્યો હતો. અરવલ્લીનો ચોથા ક્રમનો જન્મેજય પટેલ બોયઝ અંડર-19ની સેમિફાઇનલમાં પ્રવેશનારો એક માત્ર ક્રમાંકિત ખેલાડી રહ્યો હતો.
અંડર19 કેટેગરી ઉપરાંત મેન્સ ઇવેન્ટમાં પણ ગુરુવારે મેજર અપસેટ સર્જાયો હતો જયાં અમદાવાદના બિનક્રમાંકિત એવા રિયાન દત્તાએ બીજા ક્રમના પ્રથમ માદલાણી (વડોદરા)ને હરાવ્યો હતો અને ત્યાર બાદ મેન્સ રાઉન્ડમાં સુરતના નુતાંશુ દયામાને 3-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
મોખરાના ક્રમના અમદાવાદી ખેલાડી ચિત્રાક્ષ ભટ્ટે સૌહમ ભટ્ટાટાર્યને હરાવીને આસાનીથી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
વડોદરાના જલય મહેતા, અરવલ્લીના જન્મેજય પટેલ, અમદાવાદના અભિલાશ રાવલ અને ધૈર્ય, સુરતના અયાઝ મુરાદ અને રાજકોટના જૈનિલ મહેતાએ મેન્સ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
મેન્સ પ્રિ ક્વાર્ટર ફાઇનલઃ ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ સોહમ ભટ્ટાચાર્ય 11-7, 11-2, 11-4; જલય મહેતા જીત્યા વિરુદ્ધ હિમાંશ દહિયા 9-11, 11-8, 11-2, 4-11, 11-1; જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ ઓમ જયસ્વાલ 9-11, 8-11, 11-7, 11-6, 11-8; અભિલાષ રાવલ જીત્યા વિરુદ્ધ પૂજન ચંદારાણા 8-11, 11-9, 11-8, 11-4; જયનિલ મહેતા જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના 11-8, 9-11, 11-8, 11-3; અયાઝ મુરાદ જીત્યા વિરુદ્ધ દેવર્ષ વાઘેલા 12-10, 7-11, 11-9, 13-11; ધૈર્ય પરમાર જીત્યા વિરુદ્ધ અભિલાક્ષ પટેલ 12-10, 11-9, 15-13; રિયાન દત્તા જીત્યા વિરુદ્ધ નુતાંશુ દયામા 11-6, 11-6, 11-6.
અંડર-19 બોયઝ ક્વાર્ટર ફાઇનલઃ પવન કુમાર જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના 11-9, 11-2, 11-5; જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ હર્ષવર્દન પટેલ 11-7, 13-11, 7-11, 11-2; પૂજન ચંદારાણા જીત્યા વિરુદ્ધ યુગ પરમાર 11-3, 11-4, 11-8; વિવાન દવે જીત્યા વિરુદ્ધ તક્ષ કોઠારી 11-9, 11-5, 11-7;
અંડર-17 બોયઝ (રાઉન્ડ ઓફ 16) અભિલાષ પટેલ જીત્યા વિરુદ્ધ દેવ ભટ્ટ 11-7, 11-5, 8-11, 11-7; દ્વિજ ભાલોડિયા જીત્યા વિરુદ્ધ યુગ પરમાર 11-4, 11-7, 11-4; વેદ પંચાલ જીત્યા વિરુદ્ધ ક્રિશય શાહ 11-5, 11-8, 11-5; તક્ષ કોઠારી જીત્યા વિરુદ્ધ હુસૈન ગોધરાવાલા 11-7, 11-9, 11-4; માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ વંદન સુતરિયા 11-5, 11-5, 11-8; પવન કુમાર જીત્યા વિરુદ્ધ અનય બચાવત 11-6, 11-4, 11-5; આર્ય કટારીયા જીત્યા વિરુદ્ધ હિતાર્થ જોશી 11-7, 11-6, 12-10; હ્રિદાન શાહ જીત્યા વિરુદ્ધ અંશ ખમાર 11-9, 11-9, 11-8.
