પરીક્ષિત રાજાના વ્યાસજી પાસે કથાના માટેના સંઘર્ષની ભાવવાહી રજૂઆત

Spread the love

માતૃ વંદનાઃ હરિદ્વારમાં જયેન્દ્ર શાસ્ત્રીની ભાગવદ કથાનો બીજો દિવસ

હરિદ્વાર

હરિદ્વારના નારાયણી નિવાસમાં સ્વ. રેવનદાસ પંચાલ પરિવાર દ્વારા બેસાડવામાં આવેલી ભાગવદ કથાના બીજી દિવસે વ્યાસપીઠેથી શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસે જીવનના માટેના છેલ્લા સાત દિવસની મુદતમાં વ્યાસજી પાસેથી ભાગવદ કથાના પ્રયાસમા આવતા વિઘ્નોની સુંદર વાત ભાવવાહી વાણીમાં રજૂ કરી હતી.

શિવજીના ગહન ધ્યાનની કઠણાઈ

જયેન્દ્ર મહારાજે તેમની આગવી શૈલીમાં શિવજીના સસરા દક્ષ પ્રજાપતિ દ્વારા શિવજીની કરાયેલી ઉપેક્ષાની વાત રજૂ કરી હતી. દક્ષ ભગવાને એક પ્રસંગમાં સર્વ દેવોને આમંત્રિત કર્યા અને કેટલાક અશ્વમેઘ યજ્ઞ માટે સુચનો માગ્યા એ સમયે શિવજીએ કોઈ જ પ્રતિસાદ ન આપ્યો એટલું જ નહીં શિવજી ભોજનમાં પણ ન ગયા. ધ્યાનમાં મસ્ત શિવજી તો પત્ની પાર્વતી પાસે પરત ફર્યા અને કોઈ ખાસ માહિતી પણ ન આપી.

અશ્વમેઘમાં શિવજીને આમંત્રણ ન અપાયું

પાર્વતીના પિતા દક્ષ રાજાએ અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું પણ તેમાં શિવજીને આમંત્રણ ન આપ્યું. પાર્વતીને પિતા દ્વારા યજ્ઞના આયોજન અને એમાં પતિ અને પોતાને આમંત્રણ ન મળવાથી વ્યથિત પાર્વતીએ પતિ શિવજીને આ બાબતે પૃચ્છા કરી. પતિ પોતે આ બાબતે કંઈ ન જાણતા હોવાનું કહ્યું. પાર્વતીજીએ યજ્ઞમાં આમંત્રણ વિના પણ જવાની જીદ પકડી. તેઓ યજ્ઞ સ્થળે પહોંચી ગયા. સાત બહેનોએ તેમને જોઈને મોં ફેરવી લીધા. માતાએ પણ તેમને જોઈને દરવાજા બંધ કરી લીધા અને કંઈ જવાબ ન આપ્યો. અંતે પાર્વતી પિતા સુધી પહોચ્યાં તો તેમણે પણ પાર્વતીજીની ઉપેક્ષા કરતા ત્યાંથી જતા રહેવા કહ્યું. માઠું લાગી આવતા પાર્વતીજીએ યજ્ઞ કુંડી પાસે જ અગ્નિ દેવતાને બોલાવ્યા અને તેમની જ્વાળામાં લપેટાઈ ગયા.

શિવજીનું તાંડવ

શિવજીને પાર્વતીનો પોતે હવે તેમને ક્યારેય નહી મળે એવો સંદેશ મળતાં અને અગ્નિની જ્વાળાઓમાં લપેટાયાનું જાણ થતાં મૃત્યુંલોકમાં આવ્યા અને સિતાજીને ઊંચકીને સમગ્ર બ્રહ્માંડમાં પરિભ્રમણ કર્યું અને એમાંથી પાર્વતીજીના અસ્થી બાર સ્થળે પડ્યા જે બાર સ્થળો મઠ તરીકે ઓળખાયા. શિવજીના આદેશથી દક્ષનું માથું વાઢી નખાયું અને અનેક વિનવણી બાદ બકરીનું મુખ લગાવી દેવાયું…સહિતના પ્રસંગોના વર્ણનને શ્રોતાઓએ ભારે ઉત્તેજના સાથે સાંભળ્યા.

કથામાં શ્રોતાઓ ગરબે ઘૂમ્યા

કથામાં માતાની વાત આવતા તેમના ગુણગાન માટે શાસ્ત્રીજીએ ગરબા ગવડ્યામાં જેમાં પંચાલ પરિવારના તમામ સભ્યો મન મૂકીને ઝૂમ્યા હતા.

માતા સતી અનસુયાની વાત

માતા સતી અનસુયાએ કઈ રીતે દેવોની યુક્તિને પોતાની જ્ઞાનની શક્તિથી પોતાની સામેની રમતને વિફળ બનાવી એનું પણ શાસ્ત્રીજીએ સુંદર વર્ણન કર્યું. સતી માતા અનસુયાએ ત્રિદેવને બાળ સ્વરૂપ આપીને પોતાના ધાવણથી ભોજન કરાવી તૃપ્ત કરતા પાર્વતીજીના અહંમનો નાશ કર્યો હતો. આવી ઘટનાઓને યોગ્ય દ્રષ્ટાંતો સાથે રજૂ કરી શાસ્ત્રીજીએ સભામંડપમાં માહોલ જમાવી દીધો હતો.

નીતિનિયમનું મહાત્મય

શાસ્ત્રીજીએ શાસ્ત્રમાં ઉલ્લેખ કરાયેલી બે બહેનોની વાતને વણી લેતા એક નીતિ નિયમથી ચાલતા વેપારીનું દ્રષ્ટાંત રજુ કર્યું કે જે ભાગવદમાં રોજ સવારે વહેલા આવીને સાફ સફાઈ કરી દેતા. મોટા શેઠ-શાહુકારો આ કથામાં આવતા. એક દિવસ આ વેપારી સમયે ન આવ્યા અને મહારાજે તેમના આવ્યા બાદ જ કથા શરૂ કરી ત્યારે શ્રેષ્ઠીઓએ શાસ્ત્રીજીને પુછતાં તેમણે કહ્યું કે રોજ નિયમિત આવતા આ વેપારીના ઘરે મહેમાન હતા તેથી તેઓ સમયસર આવી ન શક્યા ત્યારે આ બાબતે શ્રેષ્ઠીઓએ નારાજગી વ્યક્ત કરતા શાસ્ત્રીજીએ વેપારીના પુત્રનું નિધન થયું હતું અને તેઓ તેની અંત્યેષ્ટી બાદ સિધા સ્મશાનેથી જ કથા સ્થળે આવ્યા હોવાનો ખુલાસો કરતા શ્રેષ્ઠીઓ નતમસ્તક થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *