રાષ્ટ્રીય સિનિયર (ઓપન) માટે ગુજરાત રાજ્ય પસંદગી FIDE રેટિંગ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫

અમદાવાદ રાષ્ટ્રીય સિનિયર (ઓપન) માટે ગુજરાત રાજ્ય પસંદગી FIDE રેટિંગ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૫ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા ૧.૫.૨૦૨૫ થી ૫.૫.૨૦૨૫ સુધી સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે યોજાશે. ટુર્નામેન્ટનો પહેલો રાઉન્ડ ૧.૫.૨૦૨૫ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં સ્વિસ સિસ્ટમ સાથે કુલ ૯ રાઉન્ડ રમાશે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ૨૫૦ થી વધુ ખેલાડીઓ…

મહિલા સશક્તિકરણ પ્રેરણાદાયક પરિવર્તન થીમ સાથે  ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર્સ કોન્ફરન્સ યોજાઇ

અમદાવાદ આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ મેનેજમેન્ટ એસોશીએસન ખાતે ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર્સ કોન્ફરન્સનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્ટેટ વુમન ડોક્ટર્સ કોન્ફરન્સમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબેન જૈન હાજર રહ્યા હતાં.  આ પ્રસંગે આઈએએસ જંયતિ રવિ, ( સેક્રેટરી ઓરોવિલે ફાઉન્ડેશન)એ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. જ્યારે સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી પરીક્ષીતા રાઠોડ…

સિનિયર નેશનલ ટીટીમાં ગુજરાતની વિમેન્સે ઐતિહાસિક મેડલ નિશ્ચિત કર્યો

સુરત ગુજરાતની કેપ્ટન ક્રિત્વિકા સિંહા રોયની શાનદાર રમતની મદદથી ગુજરાતની વિમેન્સ ટીમે અહીંના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ઉંચા ક્રમની તામિલનાડુની ટીમને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આમ તેણે એક મેડલ નિશ્ચિત કરી દીધો હતો.સિનિયર નેશનલ્સના 86 વર્ષના ઇતિહાસમાં ગુજરાતની વિમેન્સ ટીટી ટીમ…

સુરતમાં યુટીટી 86મી સિનિયર નેશનલ ટીટી ચેમ્પિયનશિપનું કેન્દ્રીય પ્રધાન સી આર પાટીલના હસ્તે ઉદઘાટન

સુરત ટેબલ ટેનિસની વર્ષની સૌથી મોટી ઇવેન્ટ યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપને રવિવારે ભારત સરકારના જળ શક્તિના માનનીય પ્રધાન સી આર પાટીલે ખુલ્લી મૂકી હતી. આમ તેમણે આ પ્રતિષ્ઠિત સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો. સુરતના પંડિય દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રવિવારે યોજાયેલા એક ઝાકઝમાળભર્યા સમારંભમાં શ્રી પાટીલે ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું હતું.આ…

ગુજરાતના હરમિત, માનવ અને માનુષની ત્રિપુટીની ઘરઆંગણે ટાઇટલ પર નજર

ગુજરાત પહેલી વાર સિનિયર નેશનલ અને ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની યજમાની કરશે સુરત,તા જેની લાંબા સમયી રાહ જોવાતી હતી તે યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024નો 19મી જાન્યુઆરીથી અહીંના પંડિત દીનદયાલ ઉપાધ્યાય (પીડીપીયુ) ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રારંભ થનારો છે અને તમામની નજર ભારતના ત્રીજા ક્રમના તથા વર્તમાન ચેમ્પિયન સ્થાનિક ખેલાડી હરમિત…

અંડર-11-15 ઈન્ટર સ્કૂલ ચેસ સિલેક્શન ફોર નેશનલ સ્પર્ધામાં ધ્યાન-માન્યા ટોચના ક્રમે

અમદાવાદ ગુજરાત રાજ્ય અંડર-૧૧ અને અંડર-૧૫ ઇન્ટર સ્કૂલ ચેસ સિલેક્શન ફોર નેશનલ-૨૦૨૫ (ઓપન અને ગર્લ્સ) રાઇફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે 12-13 જાન્યુઆરી 2025ના રોજ યોજાઈ હતી. અંતિમ સ્ટેન્ડિંગ નીચે મુજબ છે: અંડર-૧૧ (છોકરાઓ): અંડર-૧૧ (છોકરીઓ): ૧) ધ્યાન પટેલ – ૬ પોઈન્ટ ૧) માન્યા ડ્રોલિયા – ૫.૫ પોઈન્ટ ૨) આદિત્ય એ. શાહ – ૬ પોઈન્ટ ૨)…

અમદાવાદમાં 47મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં 400થી વધુ દિવ્યાંગ રમતવીરોએ વિવિધ રમતોમાં ભાગ લીધો

નેશનલ, ઇન્ટરનેશનલ તેમજ એશિયા પેરા એથ્લેટિક્સ ગેમ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોનું સન્માન કરાયું 45થી વધુ દિવ્યાંગ રમતવીરો નેશનલ ગેમ્સ માટે સિલેક્ટ થયા અમદાવાદ 47મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન અમદાવાદમાં નિકોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરના અને દેશના વિવિધ રાજ્યોમાંથી 400થી વધુ દિવ્યાંગ રમતવીરોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ રમતવીરો અગાઉ નેશનલ,…

નેશનલ-2025 માટે ગુજરાત રાજ્ય અન્ડર-7 અને અન્ડર-17 ઇન્ટર સ્કૂલ ચેસ પસંદગી સ્પર્ધા

અમદાવાદ નેશનલ-2025 માટે ગુજરાત રાજ્ય અન્ડર-7 અને અન્ડર-17 ઇન્ટર સ્કૂલ ચેસ પસંદગી સ્પર્ધા (ઓપન અને ગર્લ્સ) રાઈફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે 14.12.2024 અને 15.12.2024ના રોજ યોજાઈ હતી.આ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું.  અંતિમ ક્રમાંક નીચે મુજબ છે: U-7 (છોકરાઓ): U-7 (છોકરીઓ): 1) રિયાન અનાડકટ – 6.5 પોઈન્ટ. 1) ક્રિશ્વી નાગોરી…

માનુષે પ્રથમ સિનિયર નેશનલ રેન્કિંગ ટાઇટલ જીત્યું

ગાંધીધામ આરબીઆઈનું પ્રતિનિધિત્વ કરતા વડોદરા ગુજરાતના માનુષ શાહે 5 થી 12 ડિસેમ્બર, 2024 દરમિયાન કેરળના ત્રિવેન્દ્રમના જિમી જ્યોર્જ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી UTT નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં મેન્સ સિંગલ્સની ફાઇનલ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો છે.  ફાઇનલમાં માનુષે બંગાળના અંકુર ભટ્ટાચારજીના મજબૂત પડકારને 4-2થી જીતી લીધો અને આ દિવસને યાદગાર બનાવ્યો. મેચમાં માનુષે નિર્ણાયક ક્ષણો દરમિયાન…

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-13ની પસંદગી ચેમ્પિયનશિપ-2024

અમદાવાદ રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-13 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ચેમ્પિયનશિપ-2024 ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 7.12.2024 અને 8.12.2023 ના રોજ રાઇફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે કરવામાં આવશે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 7.12.2024 ના રોજ સવારે 10:00 કલાકે શરૂ થશે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 150 થી વધુ ખેલાડીઓ ભાગ લે એવી અપેક્ષા છે….

સૌપ્રથમ પ્રાઇઝમની ટીટી ટુર્નામેન્ટમાં માલવ, વિશ્રુતિ ચેમ્પિયન

ગાંધીધામ ગ્રૂપ-એમાં અંતિમ ક્રમે રહ્યા બાદ સુરતની વિશ્રુતિ જાદવે ઇતિહાસ રચીને જોરદાર વળતો પ્રહાર કરીને અહીં યોજાયેલી સૌ પ્રથમ ગુજરાત સ્ટેટ સબ જુનિયર ટેબલ ટેનિસ ચેમ્પિયનિશપમાં ગર્લ્સ ઇવેન્ટમાં ટાઇટલ જીતી લીધું હતું. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના (કેડીટીટીએ)ના ઉપક્રમે આ ટુર્નામેન્ટ અહીંના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપર, ગાંધીધામ…

ગુજરાતના માનવે ઓલ-ઇન્ડિયા ઇન્ટર ઇન્સ્ટિટ્યુશનલ ટીટી ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો

ગાંધીધામ ભારતીય ક્રમાંક 4 અને પીએસપીબીનું પ્રતિનિધિત્વ કરી રહેલા ગુજરાતના ટેબલ ટેનીસ ખેલાડી માનવ ઠક્કરએ 24 થી 29 નવેમ્બરથી દરમ્યાન ચંદીગઢ ખાતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RB) દ્વારા આયોજિત 51મી ઓલ ઈન્ડિયા ઈન્ટર-ઈન્સ્ટિટ્યુશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં મેન્સની ફાઇનલમાં હારી જતા સિલ્વર મેળવ્યો છે. ફાઈનલમાં ચોથા ક્રમાંકિત અને સુરતના ખેલાડનો બીજા ક્રમાંકિત જી. સાથિયાન સામે 3-4 (11-6,12-14, 6-11, 11-9, 10-12, 13-11, 10- 12) થી પરાજય થયો હતો. 24 વર્ષીય માનવે અગાઉ સેમિફાઇનલમાં પીએસપીબીના…

ઇટાલી ખાતે ડબલ્યુટીટી ફીડર માં ગુજરાતની કૃત્વિકા અને યશસ્વિની એ ડબલ્સ નું ટાઇટલ જીત્યું 

ઇટાલી ખાતે  22 થી 27 ઓક્ટોબર દરમ્યાન આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ (ડબ્લ્યુટીટી) ફીડર કેગ્લિના 2024માં ગુજરાતની ટોચની ખેલાડી કૃત્વિકા સિન્હા રોય અને તેની જોડીદાર યશસ્વિની ઘોરપડે એ વિમેન્સ ડબલ્સનો ટાઇટલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે.   બીજી ક્રમાંકિત ભારતીય જોડીએ ચેમ્પિયન બનવા માટે ફાઇનલ મુકાબલામાં દક્ષિણ કોરિયાની યૂ સિવૂ અને કિમ હેયુનને 3-1 (11-9, 9-11,…

ગોવા નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાતના ધ્રુવ અને દાનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યા

ગોવા ગુજરાતના બે યુવા ખેલાડીઓ ધ્રુવ ભંભાણી અને દાનિયા ગોડિલે 18 થી 25 ઓક્ટોબર દરમિયાન ગોવા ખાતે  આયોજિત નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં પોડિયમ પર સ્થાન મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. અંડર-11 બોય્ઝ કેટેગરીમાં 14માં ક્રમાંકિત અને કચ્છના 10 વર્ષીય ધ્રુવે તેના પ્રિ-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં સારો દેખાવ કરતાં ત્રીજા ક્રમાંકિત અને  દિલ્હીના અરુણીમ અગ્રવાલ…

ચિત્રાક્ષ અને ક્રિત્વિકાએ સ્ટેટ ટીટી ટાઇટલ જીતી લીધાં

સુરતે છ ગોલ્ડ સાથે અમદાવાદને પાછળ રાખીને ઓવરઓલ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં શુક્રવારે ટુર્નામેન્ટના અંતિમ દિવસે અમદાવાદના મોખરાના ક્રમના ચિત્રાક્ષ ભટ્ટે વડોદરાના બીજા ક્રમના પ્રથમ માદલાણીને 4-1થી હરાવીને મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું…

ધ્રુવ અને ધિમહી અંડર-11 ચેમ્પિયન

દેવ અને દાનિયાએ અંડર-13 ટાઇટલ જીત્યું ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં ગુરુવારે મોખરાના ક્રમના અને સ્થાનિક ખેલાડી ધ્રુવ બાંભણીયાએ અંડર-11 કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને ભાવનગરના બીજા ક્રમના હેમિલ લાંગલિયાને 3-2થી હરાવીને હોપ્સ બોયઝ ટ્રોફી જીતી લીધી હતી. આ…

સ્ટેટ ટીટીઃ ભાવનગરે ત્રણ અને સુરતે બે ટીમ ટાઇટલ  હાંસલ કર્યા

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં ભાવનગરના યુવાન ખેલાડીઓએ કચ્છની આકરી ગરમીમાં સખત મહેનત કરીને બુધવારે ત્રીજા દિવસે ત્રણ ટીમ ટ્રોફી જીતી લીધી હતી જ્યારે સુરતની ટીમને ફાળે બે ટ્રોફી આવી હતી. આ ટુર્નામેન્ટ એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે યોજાઈ હતી. ભાવનગર જુનિયર બોયઝની બીજી ક્રમાંકિત ટીમે ત્રીજા ક્રમની સુરતની ટીમને આસાનીથી પરાસ્ત કરી દીધી હતી જેમાં ધ્યેય જાની રમી રહ્યો હતો. ભાવનગરની જ બીજી ક્રમાંકિત જુનિયર ગર્લ્સની ટીમની આગેવાની રિયા જયસ્વાલે લીધી હતી જે ટીમે આશ્ચર્યજનક રીતે ફાઇનલમાં પ્રવેશેલી બિનક્રમાંકિત નવસારીની ટીમને 3-1થી હરાવીને અંડર-19 કેટેગરીમાં ક્લીન સ્વિપ કર્યો હતો. સબ જુનિયર ગર્લ્સની ફાઇનલમાં પણ બીજો ક્રમાંક ધરાવતી ભાવનગરની ટીમે ચાર્મી ત્રિવેદીની આગેવાનીમાં મોખરાના ક્રમની સુરત સામે એક ગેમથી પાછળ રહેવા છતાં અંતે 3-1થી વિજય હાંસલ કરીને ત્રીજી ટ્રોફી જીતી હતી. મેન્સ ફાઇનલમાં ચોથા ક્રમની સુરતની ટીમે બીજા ક્રમના વડોદરા સામે 3-0થી અને વિમેન્સ ફાઇનલમાં ચેમ્પિયન અને મોખરાનો ક્રમ ધરાવતા સુરતે ભાવનગરને 3-1થી હરાવીને ટાઇટલ જાળવી રાખ્યું હતું. આમ તેણે બે ટ્રોફી જીતી હતી. વડોદરાના ખેલાડીઓને સારો એવો પ્રતિસાદ સાંપડ્યો હતો કેમ કે તેણે મોખરાના ક્રમની અમદાવાદની ટીમ સામે સબ જુનિયર બોયઝ ટાઇટલ જીતવા માટે આકરી મહેનત કરીને અમદાવાદને 3-2થી હરાવ્યું હતું. આમ ટીમ ચેમ્પિયનશિપમાં આ તેનું એક માત્ર ટાઇટલ રહ્યું હતું. સ્થાનિક ખેલાડી રેહાંશ સિઘવી (કચ્છ)એ હોપ્સ બોયઝ (અંડર-9) ટાઇટલ જીત્યું હતું જ્યાં તેણે સુરતના પ્રણવ કેલાને 3-1થી હરાવ્યો હતો તો સુરતની પ્રિશા પારેખે આણંદની યાના પારેખને 3-0થી હરાવીને પ્સ ગર્લ્સ ટાઇટલ જીત્યું હતું. ટેબલ ટેનિસને પાયાના સ્તરેથી પ્રમોટ કરવાની જીએસટીટીએની પહેલના ભાગરૂપે આ વખતે અંડર-9 બોયઝ અને ગર્લ્સ કેટેગરીમાં પ્રવેશ  વિનામૂલ્યે રાખવામાં આવ્યો હતો. જીએસટીટીએ દ્વારા યોજાયેલા ટીમ ચેમ્પિયનશિપ એવોર્ડ સમારંભમાં  મુકેશ કુમાર (રિજનલ મેનેજર, સ્ટેટ બેંક, ગાંધીધામ), હર્ષ ગુપ્તા (ડાયરેક્ટર, કિરણ ગ્રૂપ), તેજાભાઈ કાંગડ (ડાયરેક્ટર, નીલકંઠ ગ્રૂપ),  મહેશ તિર્થાણી (સેક્રેટરી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ), પલ્લવી બારિયા (ડેપ્યુટી કલેક્ટર, ગીર સોમનાથ),  નરેશ બુલચંદાની (સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, કેડીટીટીએ),  હરિ પિલ્લાઈ (સેક્રેટરી, જીએસટીટીએ), રૂજુલ પટેલ (ખજાનચી, જીએસટીટીએ), પથિક મહેતા (ચેરમેન, સિલેક્શન કમિટિ, જીએસટીટીએ), મનીષ હિંગોરાણી (સેક્રેટરી, કેડીટીટીએ), પ્રશાંત બુચ (સ્થાપક સદસ્ય), રાજીવ સિંઘ (સ્થાપક સદસ્ય, કેડીટીટીએ) ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલના પરિણામોઃ મેન્સઃ સુરત જીત્યા વિરુદ્ધ વડોદરા 3-0 (દેવર્ષ વાઘેલા જીત્યા વિરુદ્ધ વિદિત દેસાઈ 5-11, 13-11, 2-11, 11-6, 11-9; અયાઝ મુરાદ જીત્યા વિરુદ્ધ જલય મહેતા 10-12, 4-11, 11-4, 11-6, 11-7; આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ પ્રથમ માદલાણી 11-6, 11-7, 11-5). વિમેન્સઃ સુરત જીત્યા વિરુદ્ધ ભાવનગર 3-1 (ક્રિત્વિકા સિંહા રોય જીત્યા વિરુદ્ધ  રિયા જયસ્વાલ 11-6, 11-6, 11-4; ફિલઝાહ ફાતીમા કાદરી જીત્યા વિરુદ્ધ નામના જયસ્વાલ 11-4, 8-11, 11-5, 6-11, 6-11; ફ્રેનાઝ છિપીયા જીત્યા વિરુદ્ધ નૈત્રી દવે 11-5-, 11-8, 11-1; ક્રિત્વિકા જીત્યા વિરુદ્ધ નામના 7-11, 11-6, 8-11, 11-6, 11-6) જુનિયર બોયઝઃ ભાવનગર જીત્યા વિરુદ્ધ સુરત 3-1 (ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ તક્ષ કોઠારી 11-9, 9-11, 11-7, 11-8; પૂજન ચંદારાણા જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના 7-11, 8-11, 7-11; ધ્યેય/પૂજ જીત્યા વિરુદ્ધ તક્ષ આયુષ 11-9, 6-11, 11-8, 11-5; ધ્યેય જીત્યા વિરુદ્ધ આયુષ 11-7, 11-7, 11-4). જુનિયર ગર્લ્સઃ (અંડર-19) ભાવનગર જીત્યા વિરુદ્ધ નવસારી 3-1. ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા 11-9, 14-12, 5-11, 7-11, 4-11; રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ આસ્થા મિસ્ત્રી 5-11,…

વર્તમાન ચેમ્પિયન અમદાવાદને હરાવી અપસેટ સર્જીને સુરતે મેન્સ ટીમ ફાઇનલમાં પ્રવેશ કર્યો

ગાંધીધામ  દેવર્ષ વાઘેલા, અયાઝ મુરાદ અને આયુષ તન્નાની બનેલી સુરતની ટીમે મંગળવારે શાનદાર પ્રદર્શન કરીને વર્તમાન ચેમ્પિયન અમદાવાદને હરાવીને મેજર અપસેટ સર્જવાની સાથે  ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં મેન્સ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હગો. આ ટુર્નામેન્ટ એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે 23થી 27મી સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહી છે.  ચોથા ક્રમની સુરતની ટીમ એક સમયે મોખરાની ક્રમાંકિત અમદાવાદની ટીમ કરતાં પાછળ હતી કેમ કે ચિત્રાક્ષ ભટ્ટે પ્રથમ મેચમાં દેવર્ષને 3-0થી હરાવ્યો હતો. જોકે અયાઝે ત્યાર બાદ મોનીશ દેઢિયા અને આયુષ તન્નાએ અન્ય મેચમાં અભિલાષ રાવલને હરાવીને સુરતને 2-1ની સરસાઈ અપાવી હતી. અમદાવાદના શ્રેષ્ઠ ખેલાડી ચિત્રાક્ષે અયાઝ સામે સંઘર્ષપૂર્ણ રમત દાખવીને અયાઝને હરાવ્યો હતો પરંતુ દેવર્ષે મોનીષ સામેના વિજય સાથે સુરતનો ફાઇનલમાં પ્રવેશ નક્કી કરી નાખ્યો હતો. ફાઇનલમાં તેમનો મુકાબલો વડોદરા સામે થશે. બીજા ક્રમની વડોદરાની ટીમે અન્ય સેમિફાઇનલમાં રાજકોટને 3-1થી હરાવ્યું હતું. વિમેન્સ સેમિફાઇનલમાં મોખરાના ક્રમની સુરતની ટીમે નવસારીને 3-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તે બીજા ક્રમની ભાવનગરની ટીમ સામે ટકરાશે. સબ જુનિયર અંડર-15 ગર્લ્સ ફાઇનલ પણ રોમાંચક બની રહે તેવી સંભાવના છે કેમ કે ત્યાં પણ સુરત અને ભાવનગર વચ્ચે મુકાબલો થનારો છે. ટીમ સેમિફાઇનલના પરિણામો. મેન્સઃ સુરત જીત્યા વિરુદ્ધ અમદાવાદ 3-2. (ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ દેવર્ષ વાઘેલા 13-11,11-8,11-7; અયાઝ મુરાદ જીત્યા વિરુદ્ધ મોનીશ દેઢિયા 11-9,8-11,13-11,3-11,11-6; આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ અભિલાષ રાવલ 11-4,15-13,11-7; ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ અયાઝ મુરાદ 4-11,11-8,14-12,11-9; દેવર્ષ વાઘેલા જીત્યા વિરુદ્ધ મોનીષ દેઢિયા 11-6,6-11,11-9,11-4). વડોદરા જીત્યા વિરુદ્ધ રાજકોટ 3-1. (વિદીત દેસાઈ જીત્યા વિરુદ્ધ  ચિંતન ઓઝા 11-4,11-2,11-3; જયનિલ મહેતા જીત્યા વિરુદ્ધ પ્રથમ માદલાણી 9-11,11-9,11-9,11-4; જલય મહેતા જીત્યા વિરુદ્ધ  હેત ઠક્કર 11-9,11-6,11-3; વિદીત દેસાઈ જીત્યા વિરુદ્ધ  જયનિલ મહેતા 11-3,11-7,11-5). વિમેન્સઃ ભાવનગર જીત્યા વિરુદ્ધ અમદાવાદ 3-2 (જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ નામના જયસ્વાલ 12-10,6-11,11-6,11-5; કૌશા ભૈરાપૂરે જીત્યા વિરુદ્ધ રિયા જયસ્વાલ 9-11,11-6,11-6,11-9; નૈત્રી દવે જીત્યા વિરુદ્ધ  ઝેના છિપીયા 11-2,11-4,11-1; નામના જયસ્વાલ જીત્યા વિરુદ્ધ કૌશા ભૈરાપૂરે 11-8,9-11,11-3,8-11,11-4; રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી 4-11,11-3,8-11,11-5,11-6).  સુરત જીત્યા વિરુદ્ધ નવસારી 3-0. (ફ્રેનાઝ છિપીયા જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા 11-3,8-11,12-10,11-3; ફિલઝાહ ફાતીમા કાદરી જીત્યા વિરુદ્ધ આસ્થા મિસ્ત્રી 11-5,11-4,11-5; આફ્રૈન મુરાદ જીત્યા વિરુદ્ધ જ્હાન્વી પટેલ 11-2,11-5,11-5) સબ જુનિયર (અંડર-15) ગર્લ્સઃ સુરત જીત્યા વિરુદ્ધ કચ્છ 3-1  (દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ સિદ્ધિ સિંઘવી 11-6,8-11,11-3,11-3; અનાઈશા સિંઘવી જીત્યા વિરુદ્ધ વિશ્રુતિ જાદવ 11-7,11-5,10-12,11-4; દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ સિદ્ધિ/અનાઇશા 11-7,11-6,11-1; દાનિય ગોદીલ જીત્યા વિરુદ્ધ અનાઇશા સિંઘવી 11-5,11-5,11-0) ભાવનગર જીત્યા વિરુદ્ધ અમદાવાદ 3-0 (સચિ દોશી જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી – મેચ પડતી મૂકી); ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ કેઓના પટેલ 11-6,11-9,11-4; ચાર્મી અને સચિ જીત્યા વિરુદ્ધ કેઓના અને નિત્યા 11-5,11-6,11-2).

સ્ટેટ ટીટીમાં વર્તમાન ચેમ્પિયન અમદાવાદ અને સુરતને આસાન ડ્રો

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં વર્તમાન મેન્સ ટીમ ચેમ્પિયન અમદાવાદ અને વિમેન્સ ટીમ ચેમ્પિયન સુરતને સેમિફાઇનલ સુધી પ્રવેશવામાં આસાન ડ્રો મળ્યા છે. આ ટુર્નામેન્ટ એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે 23થી 27મી સપ્ટેમ્બર દરમિયાન…

પ્રતિષ્ઠિત સ્ટેટ ટીટીનો આજથી ગાંધીધામમાં પ્રારંભ

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024નો સોમવારથી એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. સ્ટેટ ટેબલ ટેનિસ કેલેન્ડરમાં સૌથી વધુ પોઇન્ટ અપાવનારી આ ટુર્નામેન્ટ જોડાક શિપિંગ પ્રા. લિ. દ્વારા સ્પોન્સર કરવામાં…