
અમદાવાદ
નેશનલ-2025 માટે ગુજરાત રાજ્ય અન્ડર-7 અને અન્ડર-17 ઇન્ટર સ્કૂલ ચેસ પસંદગી સ્પર્ધા (ઓપન અને ગર્લ્સ) રાઈફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે 14.12.2024 અને 15.12.2024ના રોજ યોજાઈ હતી.આ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું.

અંતિમ ક્રમાંક નીચે મુજબ છે:
U-7 (છોકરાઓ): U-7 (છોકરીઓ):
1) રિયાન અનાડકટ – 6.5 પોઈન્ટ. 1) ક્રિશ્વી નાગોરી – 5 પોઈન્ટ
2) ધર્વ એન. ઠક્કર – 6 પોઈન્ટ. 2) પ્રાગ્નિકા વાકા લક્ષ્મી- 4.5 પોઈન્ટ
3) અથર્વ પંચાલ – 5.5 પોઈન્ટ. 3) ખ્યાના નાઈક – 4 પોઈન્ટ.
4) રેયાન એ. પટેલ – 5 પોઈન્ટ. 4) તનિષ્કા દેસાઈ – 4 પોઈન્ટ.
5) નિશિત ખશલાની – 5 પોઈન્ટ. 5) રિયાંશી પટેલ – 3.5 પોઈન્ટ.
U-17 (છોકરાઓ): U-17 (છોકરીઓ):
1) પર્વ બી. ઠક્કર – 6 પોઈન્ટ. 1) ખાનક કાપડિયા – 5 પોઈન્ટ.
2) સમર્થ શ્રીની વોરિયર – 5.5 પોઈન્ટ. 2) કામાક્ષી જોશી – 4.5 પોઈન્ટ.
3) અયાન ચેટ્ટિયાર – 5.5 પોઈન્ટ. 3) રેયા બેંકર – 4.5 પોઈન્ટ.
4) આરવ એ. શાહ – 5.5 પોઈન્ટ. 4) રેના પટેલ – 4.5 પોઈન્ટ.
5) આરાધ્યા જૈન – 5.5 પોઈન્ટ. 5) નક્ષી વાસનાવાલા – 4.5 પોઈન્ટ.
અંડર-7 ના તમામ સ્પર્ધકોને મેડલ આપવામાં આવ્યા હતા જ્યારે અંડર-17 ના ટોપ ટેન ખેલાડીઓ (બંને કેટેગરી) ટ્રોફીથી સન્માનિત કરાયા હતા. દરેક કેટેગરીમાં ટોચના બે ખેલાડીઓ આંધ્રપ્રદેશ ખાતે યોજાનારી રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
