અમદાવાદ
એસ ટેનિસ એકેડમી ખાતે એસીઈ-એએજી મોલકેમ આઈટીએફ 15કે મહિલા ટેનિસ ટુર્નામેન્ટમાં ગુરુવારનો દિવસ અત્યંત રોમંચક રહ્યો હતો. સિંગલ્સ અને ડબલ્સની ક્વાર્ટર ફાઈનલ્સમાં ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી.
સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલ્સ:
ટોચની ક્રમાંકિત રશિયાની યાશિનાએ નિટ્ટુરે સામે 6-2,6-3થી ખૂબ જ સરસ મુકાબલો કરતા આસાન વિજય મેળવ્યો હતો. પહેલો સેટ 43 મિનિટ અને બીજો સેટ 36 મિનિટ સુધી ચાલ્યો હતો. યાશિના 30 વર્ષની ખૂબ જ અનુભવી ખેલાડીએ પ્રથમ સેટમાં શક્તિશાળી બેઝલાઇન સ્ટ્રોક અને મોટા સર્વ સાથે શ્રેષ્ઠ રમત બતાવી હતી. બીજા સેટમાં તેણે નિટ્ટુરને હરાવીને 6-2, 6-3થી જીત મેળવી હતી.
અનુભવી અને સ્થાનિક ખેલાડી ગર્લ દ્વિતીય ક્રમાંકિત સ્થાનિક ઝીલ દેસાઈએ જે. માટોસ સિક્વેરા ફર્નાન્ડિસને 7-5, 2-6,6-2થી પરાજય આપ્યો. મેચ 2 કલાક 14 મિનિટ સુધી ચાલી હતી.મેચમાં જોરદાર રસાકસી જોવા મળી હતી. તેણે વિજય સાથે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
ડેનમાર્કના ઇ. જમશિધિએ જાપાનના એચ કોબાયાશીને 53 મિનિટમાં સરળતાથી 6-1,6-3થી હાર આપી હતી. વૈષ્ણવી અડકરે માયા રેવતીને 6-1,7-6થી પરાજય આપ્યો હતો. પહેલો સેટ 20 મિનિટની અંદર ઝડપથી પૂરો થઈ ગયો અને માયાએ વળતી લડત આપી ત્યારે બધાને એવી અપેક્ષા હતી કે તે બુધવારે જાપાનની પ્રતિસ્પર્ધી જેવી રમત બતાવશે પરંતુ તે ખાસ કંઈ કરી શકી નહીં.

ડબલ્સ ક્વાર્ટર ફાઇનલ્સના પરિણામ નીચે મુજબ છેઃ
નિટ્ટુરે / સોહા સાદિક જીત્યા વિ. ખુશાલી મોદી અમદાવાદ / સેજલ ભુતડા
6-4,6-2.
કોબાયાશી/નાગાતા જીત્યા વિ. પી ભંડારી/વાય પંવાર 6-1, 6-0.
પી ઇંગલે / વી અડકર જીત્યા વિ. ચિલકડાપુડી/ એમ સાવંત 6-2, 6-3.
માયા રેવતી / લક્ષ્મી પ્રભા જીત્યા વિ. આરથી કે ભાટિયા 2-6,6-4,10-7.