· લાર્જ અને મિડકેપ ફંડમાં ‘મોટ ઇન્વેસ્ટિંગ’ના ખ્યાલને આગળ ધપાવ્યો
· એનએફઓ 6 ફેબ્રુઆરી 2024ના રોજ ખૂલે છે અને 20 ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થાય છે
· ફંડનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી લાર્જ મિડકેપ 250 ટીઆરઆઈ છે
મુંબઈ/પૂણે
બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે નવું ઈક્વિટી ફંડ ‘બજાજ ફિનસર્વ લાર્જ એન્ડ મિડ કેપ ફંડ’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે વ્યૂહાત્મક રીતે ‘મોટ ઈન્વેસ્ટિંગ’ દ્વારા રોકાણકારોની સંપત્તિ વધારવા માટે બનાવવામાં આવ્યું છે. આ ફંડ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે લાર્જ-કેપ અને મિડ-કેપ શેરોમાં રોકાણને લક્ષ્ય બનાવે છે અને લાંબા ગાળાના ટકાઉપણા અને નફાકારકતા સુનિશ્ચિત કરવા માટે ઇકોનોમિક મોટ્સના ખ્યાલ પર ભાર મૂકે છે.
બજાજ ફિનસર્વ લાર્જ અને મિડ કેપ ફંડ એસેટ એલોકેશન વ્યૂહરચના નક્કી કરવા માટે ‘ઇકોનોમિક મોટ’ના અનોખા કન્સેપ્ટનો ઉપયોગ કરે છે. રોકાણમાં ઇકોનોમિક મોટ એ ઢાલની જેમ કામ કરે છે અને કંપનીના નફાને બિઝનેસ ક્ષેત્રે ભવિષ્યના વિવિધ પડકારોથી રક્ષણ પૂરું પાડે છે. આ વ્યૂહરચના ઝડપી વૃદ્ધિની સંભાવના, નફો અને સતત સ્પર્ધાત્મક ધાર ધરાવતા વ્યવસાયોને ઓળખે છે.
વર્તમાન બજારના સંજોગોમાં લાર્જ-કેપ્સ અને લાર્જ અને મિડ-કેપ્સનું મિશ્રણ લાંબા ગાળાની સરેરાશથી નીચે ટ્રેડિંગ કરી રહ્યું છે, જે સાનુકૂળ રિસ્ક-રિવાર્ડ સ્થિતિ ઊભી કરે છે, ખાસ કરીને નિફ્ટી 500 ઇન્ડેક્સની સરખામણીમાં. બજારની વધઘટ અને લાંબા ગાળાની વૃદ્ધિની સંભવિતતા વચ્ચે તેમની સ્થિરતા પરથી લાર્જ અને મિડ-કેપ શેરોમાં ઇકોનોમિક મોટ્સ પર વ્યૂહાત્મક ભાર લેવામાં આવે છે. આ વ્યૂહરચના બજાજ ફિનસર્વ એએમસીના રોકાણકારોને સ્થાયી મૂલ્ય પૂરું પાડવા માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેની ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી InQuBEને અનુસરતા રોકાણ પ્રક્રિયા ગુણાત્મક માપદંડો જેવા કે રિટર્ન ઓન ઇન્ક્રીમેન્ટલ કેપિટલ (આરઓઆઈસી) અને સસ્ટેઇન્ડ માર્જિન્સ તથા પ્રાઇઝિંગ પાવર અને મેનેજમેન્ટ ક્વોલિટી જેવા ક્વોન્ટિટેટિવ ક્રાઇટેરિયાને ઇન્ટિગ્રેટ કરે છે જે માર્કેટ પર્ફોર્મન્સ માટે ઉત્કૃષ્ટ ઇન્ફોર્મેશન કલેક્શન અને નિર્ણય લેવાની સુદ્રઢ પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે.
પ્રોડક્ટ લોન્ચ અંગે ટિપ્પણી કરતા બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટના સીઈઓ શ્રી ગણેશ મોહને જણાવ્યું હતું કે “આ નવી ઓફરિંગ એ અમારા વ્યૂહાત્મક વિઝન અને માર્કેટ ડાયનેમિક્સ માટેની ઊંડી સમજનો પુરાવો છે. અમે લાર્જ સાઇઝ કંપનીઓ અને ચપળ મીડકેપ કંપનીઓ બંનેમાં વિકાસ સંભાવના લક્ષણોનો લાભ લઈએ છીએ. આ અભિગમથી રોકાણકારો સ્થાપિત મોટી કંપનીઓની તથા ઊભરતી કંપનીઓની ચપળતાથી લાભ મેળવી શકાય છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “અમારી અનુભવી પ્રોફેશનલ્સની ટીમે મોટ ઇન્વેસ્ટિંગના અનોખા કન્સેપ્ટ પર બનેલી બજારની વધઘટ અને વૃદ્ધિની તકોનો લાભ લેવા માટે ડિઝાઇન કરવામાં આવેલા પોર્ટફોલિયોને ઝીણવટપૂર્વક તૈયાર કર્યો છે. આ વ્યૂહરચનામાં અમારી ટીમ માત્ર માર્કેટ લીડર્સ પર જ નહીં પરંતુ તેમની લીડરશિપ પોઝિશન ટકાવી રાખવા સક્ષમ હોય તેવી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.”
બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટના સીઆઈઓ શ્રી નિમેષ ચંદને જણાવ્યુ હતું કે “લાર્જ અને મિડ કેપ એ એવી કેટેગરી છે જેમાં અનેક કંપનીઓ છે જે તેમના બિઝનેસમાં લીડરશિપની સ્થિતિ ધરાવે છે. આ ફંડની મુખ્ય લાક્ષણિકતા મોટ ઇન્વેસ્ટિંગ વ્યૂહરચના પર આધારિત સ્ટોક પસંદગી છે. તે એક એવી વ્યૂહરચના છે જે સ્પર્ધાત્મક લાભ ધરાવતી કંપનીઓને ઓળખે છે જે તેમને તેમની લીડરશિપ અને મજબૂત બિઝનેસ મેટ્રિક્સને બચાવવામાં મદદ કરે છે, જેના પરિણામે લાંબા ગાળે મૂલ્યનું નિર્માણ થાય છે. અમે કંપનીઓના બોટમ એનાલિસીસના આધારે તમામ ક્ષેત્રોમાં મજબૂત વ્યવસાયોને ઓળખવાનો પ્રયાસ કરીએ છીએ અને આ રીતે અમારા રોકાણકારો માટે ડાયવર્સિફાઇડ પોર્ટફોલિયો બનાવીએ છીએ. અમે માનીએ છીએ કે મોટ ઇન્વેસ્ટિંગ એ મજબૂત બિઝનેસ મોડલને ઓળખવા માટે એક મજબૂત ફ્રેમવર્ક છે જે લાંબા ગાળાની સંપત્તિનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે.
આ ફંડમાં ઇક્વિટીનો ભાગ શ્રી નિમેષ ચંદન અને શ્રી સૌરભ ગુપ્તા દ્વારા અને ડેટ ભાગ શ્રી સિદ્ધાર્થ ચૌધરી દ્વારા સંયુક્તપણે મેનેજ કરવામાં આવશે.
આ નવુ ફંડ 6 ફેબ્રુઆરીએ શરૂઆતના સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને 20 ફેબ્રુઆરી, 2024ના રોજ બંધ થશે.