કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે કોટક બીએસઈ પીએસયુ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ  કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (“KMAMC”/”કોટક મ્યુચ્યુઅલ ફંડ”) એ બીએસઈ પીએસયુ ઇન્ડેક્સને ટ્રેક કરતી અથવા અનુસરતી ઓપન એન્ડેડ સ્કીમ કોટક બીએસઈ પીએસયુ ઇન્ડેક્સ ફંડની જાહેરાત કરી છે. આ સ્કીમ 10મી જુલાઈ, 2024ના રોજ પબ્લિક સબ્સ્ક્રીપ્શન માટે ખુલે છે અને 24મી જુલાઈ, 2024ના રોજ બંધ થાય છે. બીએસઈ પીએસયુ ઈન્ડેક્સમાં હાલમાં બીએસઈ 500 ઈન્ડેક્સ1માંથી પસંદ કરાયેલા 56 પીએસયુ સ્ટોકનો સમાવેશ થાય છે. ઇન્ડેક્સમાં વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલા જાહેર ક્ષેત્રના સાહસોની વિવિધ શ્રેણીનો સમાવેશ થાય છે. આ ફંડ ભારતીય શેરબજારમાં રોકાણ કરવા માટે પ્રમાણમાં કિફાયતી અને પારદર્શક રીત પ્રદાન કરે છે અને રોકાણકારોને જાહેર ક્ષેત્રના સાહસોમાં વૈવિધ્યસભર એક્સપોઝર ઓફર કરે છે. કેએમએએમસીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિલેશ શાહે આ લોન્ચ અંગે જણાવ્યું હતું કે “કોટક મ્યુચ્યુઅલ ફંડમાં અમે અમારા રોકાણકારોને વિવિધ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ પ્રદાન કરવાનો સતત પ્રયાસ કરીએ છીએ. કોટક બીએસઈ પીએસયુ ઈન્ડેક્સ ફંડનું લોન્ચિંગ વિવિધ જોખમોની ભૂખ અને રોકાણની ક્ષિતિજો પ્રમાણેની પ્રોડક્ટ્સ ઓફર કરવાની અમારી પ્રતિબદ્ધતા સાથે જોડાયેલું છે. પીએસયુ શેરો તમામ ક્ષેત્રોમાં વિવિધ પ્રકારની તકો પૂરી પાડે અને આ ઇન્ડેક્સ ફંડથી રોકાણકારો પીએસયુ સેગમેન્ટમાં વ્યાપક એક્સપોઝર મેળવી શકે છે. આ ફંડ પીએસયુ ઇન્વેસ્ટિંગ માટે સ્ટ્રક્ચર્ડ અપ્રોચ પૂરો પાડે છે જેનાથી રોકાણકારો ડાયવર્સિફિકેશન દ્વારા જોખમો મેનેજ કરતી વખતે આ સેગમેન્ટની સંભવિતતામાં પેસિવલી ભાગ લઈ શકે છે.” કોટક મહિન્દ્રા એએમસીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને ફંડ મેનેજર દેવેન્દ્ર સિંઘલે ઉમેર્યું હતું કે “કોટક બીએસઈ પીએસયુ ઈન્ડેક્સ ફંડ એ ભારતના જાહેર ક્ષેત્રના સાહસોમાં રસ ધરાવતા રોકાણકારો માટે અમારી પ્રોડક્ટ લાઇનઅપમાં એક મહત્વપૂર્ણ ઉમેરો છે. પીએસયુ એકમો આપણા અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રો છે અને તે ઊર્જા અને નાણાંથી લઈને સંરક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જે-તે પીએસયુ શેરો વિવિધ પર્ફોર્મન્સ આપે છે અને આ ઇન્ડેક્સ-આધારિત અભિગમથી રોકાણકારો જાહેર ક્ષેત્રમાં એકંદર વૃદ્ધિ અને સુધારાઓથી સંભવિતપણે લાભ મેળવી શકે છે, કારણ કે ભારત તેની આર્થિક ગતિમાં આગળ વધી રહ્યો છે. આ ફંડ એકંદરે કિફાયતી તથા સિસ્ટમેટિકલી મેનેજ્ડ ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ દ્વારા રોકાણકારોને તુલનાત્મક ખર્ચ દ્વારા આ સફરનો ભાગ બનવાની તક આપે છે.” ભૂતકાળની કામગીરી ભવિષ્યમાં ટકી શકે છે કે નહીં. કોટક બીએસઈ પીએસયુ ફંડ વિશે વધુ વિગતો માટે કૃપા કરીને મુલાકાત લો: https://www.kotakmf.com કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા રોકાણકારો તેમના નાણાંકીય નિષ્ણાતની સલાહ લઈ શકે છે.

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે બજાજ ફિનસર્વ લાર્જ અને મિડ કેપ ફંડ રજૂ કર્યુ

· લાર્જ અને મિડકેપ ફંડમાં ‘મોટ ઇન્વેસ્ટિંગ’ના ખ્યાલને આગળ ધપાવ્યો · એનએફઓ 6 ફેબ્રુઆરી 2024ના રોજ ખૂલે છે અને 20 ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થાય છે · ફંડનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી લાર્જ મિડકેપ 250 ટીઆરઆઈ છે મુંબઈ/પૂણે બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે નવું ઈક્વિટી ફંડ ‘બજાજ ફિનસર્વ લાર્જ એન્ડ મિડ કેપ ફંડ’ લોન્ચ કરવાની જાહેરાત કરી…

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે નિફ્ટી 50 ઇટીએફ અને નિફ્ટી બેન્ક ઇટીએફની શરૂઆત સાથે પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું

બજાજ ફિનસર્વ નિફ્ટી 50 ઇટીએફ (એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ટ્રેકિંગ નિફ્ટી 50 ઇન્ડેક્સ) બજાજ ફિનસર્વ નિફ્ટી બેન્ક ETF (એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ટ્રેકિંગ નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ) હાઇલાઇટ્સ: NFO 15મી જાન્યુઆરી 2024ના રોજ ખુલે છે અને 18મી જાન્યુઆરી 2024ના રોજ બંધ થાય છેસ્કીમ કેટેગરી એ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે; લિસ્ટિંગ – NSE…

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે નિફ્ટી 50 ઇટીએફ અને નિફ્ટી બેંક ઇટીએફના લોન્ચિંગ સાથે પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું

બજાજ ફિનસર્વ નિફ્ટી 50 ઇટીએફ (એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ટ્રેકિંગ નિફ્ટી 50 ઇન્ડેક્સ) બજાજ ફિનસર્વ નિફ્ટી બેંક ઇટીએફ (એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ટ્રેકિંગ નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ) ·       એનએફઓ 15મી જાન્યુઆરી 2024ના રોજ ખૂલે છે અને 18મી જાન્યુઆરી 2024ના રોજ બંધ થાય છે ·       સ્કીમ કેટેગરી એ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે; લિસ્ટિંગ – એનએસઈ અને બીએસઈ ·       ફંડ્સ માટે બેન્ચમાર્ક સૂચકાંકો અનુક્રમે નિફ્ટી 50 ટીઆરઆઈ અને નિફ્ટી…

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે બજાજ ફિનસર્વ બેંકિંગ અને પીએસયુ ફંડ લોન્ચ કર્યું

બેંકો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, જાહેર નાણાંકીય સંસ્થાઓ અને પ્રમાણમાં ઊંચા વ્યાજ દરના જોખમ અને મધ્યમ ક્રેડિટ જોખમ સાથેના ડેટ સાધનોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ડેટ સ્કીમ મુખ્ય બાબતોઃ • એનએફઓ 25મી ઓક્ટોબર 2023ના રોજ ખુલે છે અને 6મી નવેમ્બર 2023ના રોજ બંધ થાય છે• ફંડનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી બેન્કિંગ અને પીએસયુ ડેટ ઇન્ડેક્સ છે• એન્ટ્રી લોડ…

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે બજાજ ફિનસર્વ બેંકિંગ અને પીએસયુ ફંડ લોન્ચ કર્યું

બેંકો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, જાહેર નાણાંકીય સંસ્થાઓ અને પ્રમાણમાં ઊંચા વ્યાજ દરના જોખમ અને મધ્યમ ક્રેડિટ જોખમ સાથેના ડેટ સાધનોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ડેટ સ્કીમ મુખ્ય બાબતોઃ એનએફઓ 25મી ઓક્ટોબર 2023ના રોજ ખુલે છે અને 6મી નવેમ્બર 2023ના રોજ બંધ થાય છેફંડનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી બેન્કિંગ અને પીએસયુ ડેટ ઇન્ડેક્સ છેએન્ટ્રી લોડ લાગુ નથી અને…

જિયો ફાયનાન્સિયલ સર્વિસીસ અને બ્લેકરોક ભારતના એસેટ મેનેજમેન્ટ ઉદ્યોગમાં પ્રવેશવા સંયુક્ત સાહસ રચવા સંમત

ભારતમાં લાખો રોકાણકારો સુધી કિફાયતી, નવીનતમ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ પહોંચાડવા માટે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના જ્ઞાન તથા સંસાધનો તેમજ બ્લેકરોકના વ્યાપ અને રોકાણની કુશળતાનો જિયો બ્લેકરોક સમન્વય કરે છેભાગીદારીનો હેતુ ભારતના એસેટ મેનેજમેન્ટ ઉદ્યોગને ડિજિટલ-ફર્સ્ટ ઓફરિંગ દ્વારા પરિવર્તન કરવાનો અને ભારતમાં રોકાણકારો માટે ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સની પહોંચને સુલભ બનાવવાનો છે. ગ્લોબલ/એપીએસી/મુંબઈ જિયો ફાઇનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડ (જેએફએસ) અને બ્લેકરોક…

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે તેની પ્રથમ ઇક્વિટી સ્કીમ લોન્ચ કરી – બજાજ ફિનસર્વ ફ્લેક્સી કેપ ફંડ

લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ઈક્વિટી સ્કીમ મુખ્ય બાબતોઃ ·       એનએફઓ 20 જુલાઈ, 2023ના રોજ ખુલે છે અને 7 ઓગસ્ટ, 2023ના રોજ બંધ થાય છે ·       યોજનાનો ઉદ્દેશ્ય મેગાટ્રેન્ડ્સને ઓળખવાનો અને લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ શેરોની તકોમાં રોકાણ કરવાનો છે. ·       યોજના લાંબા ગાળાની, મલ્ટી-થિમેટિક, મલ્ટી-કેપ, મલ્ટી-સેક્ટર અને અભિગમમાં વૃદ્ધિ લક્ષી હશે ·       ઇન્વેસ્ટમેન્ટ ફિલસૂફી InQuBe પર આધારિત છે – એક ઇન-હાઉસ ફ્રેમવર્ક કે જે…