ગાંધીધામ
ગુજરાત સ્ટેટ ટેબ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં ભાવનગરના યુવાન ખેલાડીઓએ કચ્છની આકરી ગરમીમાં સખત મહેનત કરીને બુધવારે ત્રીજા દિવસે ત્રણ ટીમ ટ્રોફી જીતી લીધી હતી જ્યારે સુરતની ટીમને ફાળે બે ટ્રોફી આવી હતી. આ ટુર્નામેન્ટ એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે યોજાઈ હતી.
ભાવનગર જુનિયર બોયઝની બીજી ક્રમાંકિત ટીમે ત્રીજા ક્રમની સુરતની ટીમને આસાનીથી પરાસ્ત કરી દીધી હતી જેમાં ધ્યેય જાની રમી રહ્યો હતો.
ભાવનગરની જ બીજી ક્રમાંકિત જુનિયર ગર્લ્સની ટીમની આગેવાની રિયા જયસ્વાલે લીધી હતી જે ટીમે આશ્ચર્યજનક રીતે ફાઇનલમાં પ્રવેશેલી બિનક્રમાંકિત નવસારીની ટીમને 3-1થી હરાવીને અંડર-19 કેટેગરીમાં ક્લીન સ્વિપ કર્યો હતો.
સબ જુનિયર ગર્લ્સની ફાઇનલમાં પણ બીજો ક્રમાંક ધરાવતી ભાવનગરની ટીમે ચાર્મી ત્રિવેદીની આગેવાનીમાં મોખરાના ક્રમની સુરત સામે એક ગેમથી પાછળ રહેવા છતાં અંતે 3-1થી વિજય હાંસલ કરીને ત્રીજી ટ્રોફી જીતી હતી.
મેન્સ ફાઇનલમાં ચોથા ક્રમની સુરતની ટીમે બીજા ક્રમના વડોદરા સામે 3-0થી અને વિમેન્સ ફાઇનલમાં ચેમ્પિયન અને મોખરાનો ક્રમ ધરાવતા સુરતે ભાવનગરને 3-1થી હરાવીને ટાઇટલ જાળવી રાખ્યું હતું. આમ તેણે બે ટ્રોફી જીતી હતી.
વડોદરાના ખેલાડીઓને સારો એવો પ્રતિસાદ સાંપડ્યો હતો કેમ કે તેણે મોખરાના ક્રમની અમદાવાદની ટીમ સામે સબ જુનિયર બોયઝ ટાઇટલ જીતવા માટે આકરી મહેનત કરીને અમદાવાદને 3-2થી હરાવ્યું હતું. આમ ટીમ ચેમ્પિયનશિપમાં આ તેનું એક માત્ર ટાઇટલ રહ્યું હતું.
સ્થાનિક ખેલાડી રેહાંશ સિઘવી (કચ્છ)એ હોપ્સ બોયઝ (અંડર-9) ટાઇટલ જીત્યું હતું જ્યાં તેણે સુરતના પ્રણવ કેલાને 3-1થી હરાવ્યો હતો તો સુરતની પ્રિશા પારેખે આણંદની યાના પારેખને 3-0થી હરાવીને પ્સ ગર્લ્સ ટાઇટલ જીત્યું હતું.
ટેબલ ટેનિસને પાયાના સ્તરેથી પ્રમોટ કરવાની જીએસટીટીએની પહેલના ભાગરૂપે આ વખતે અંડર-9 બોયઝ અને ગર્લ્સ કેટેગરીમાં પ્રવેશ વિનામૂલ્યે રાખવામાં આવ્યો હતો.
જીએસટીટીએ દ્વારા યોજાયેલા ટીમ ચેમ્પિયનશિપ એવોર્ડ સમારંભમાં મુકેશ કુમાર (રિજનલ મેનેજર, સ્ટેટ બેંક, ગાંધીધામ), હર્ષ ગુપ્તા (ડાયરેક્ટર, કિરણ ગ્રૂપ), તેજાભાઈ કાંગડ (ડાયરેક્ટર, નીલકંઠ ગ્રૂપ), મહેશ તિર્થાણી (સેક્રેટરી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ), પલ્લવી બારિયા (ડેપ્યુટી કલેક્ટર, ગીર સોમનાથ), નરેશ બુલચંદાની (સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, કેડીટીટીએ), હરિ પિલ્લાઈ (સેક્રેટરી, જીએસટીટીએ), રૂજુલ પટેલ (ખજાનચી, જીએસટીટીએ), પથિક મહેતા (ચેરમેન, સિલેક્શન કમિટિ, જીએસટીટીએ), મનીષ હિંગોરાણી (સેક્રેટરી, કેડીટીટીએ), પ્રશાંત બુચ (સ્થાપક સદસ્ય), રાજીવ સિંઘ (સ્થાપક સદસ્ય, કેડીટીટીએ) ઉપસ્થિત રહ્યા હતા.
ફાઇનલના પરિણામોઃ
મેન્સઃ સુરત જીત્યા વિરુદ્ધ વડોદરા 3-0 (દેવર્ષ વાઘેલા જીત્યા વિરુદ્ધ વિદિત દેસાઈ 5-11, 13-11, 2-11, 11-6, 11-9; અયાઝ મુરાદ જીત્યા વિરુદ્ધ જલય મહેતા 10-12, 4-11, 11-4, 11-6, 11-7; આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ પ્રથમ માદલાણી 11-6, 11-7, 11-5).
વિમેન્સઃ સુરત જીત્યા વિરુદ્ધ ભાવનગર 3-1 (ક્રિત્વિકા સિંહા રોય જીત્યા વિરુદ્ધ રિયા જયસ્વાલ 11-6, 11-6, 11-4; ફિલઝાહ ફાતીમા કાદરી જીત્યા વિરુદ્ધ નામના જયસ્વાલ 11-4, 8-11, 11-5, 6-11, 6-11; ફ્રેનાઝ છિપીયા જીત્યા વિરુદ્ધ નૈત્રી દવે 11-5-, 11-8, 11-1; ક્રિત્વિકા જીત્યા વિરુદ્ધ નામના 7-11, 11-6, 8-11, 11-6, 11-6)
જુનિયર બોયઝઃ ભાવનગર જીત્યા વિરુદ્ધ સુરત 3-1 (ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ તક્ષ કોઠારી 11-9, 9-11, 11-7, 11-8; પૂજન ચંદારાણા જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના 7-11, 8-11, 7-11; ધ્યેય/પૂજ જીત્યા વિરુદ્ધ તક્ષ આયુષ 11-9, 6-11, 11-8, 11-5; ધ્યેય જીત્યા વિરુદ્ધ આયુષ 11-7, 11-7, 11-4).
જુનિયર ગર્લ્સઃ (અંડર-19) ભાવનગર જીત્યા વિરુદ્ધ નવસારી 3-1. ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા 11-9, 14-12, 5-11, 7-11, 4-11; રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ આસ્થા મિસ્ત્રી 5-11, 11-1, 11-3, 11-4; ચાર્મી/રિયા જીત્યા વિરુદ્ધ સિદ્ધિ/આસ્થા 11-5, 11-13, 11-8, 10-12, 12-10; Riya bt Siddhi 11-9, 11-6, 11-6.
સબ જુનિયયર બોયઝઃ (અંડર-15) વડોદરા જીત્યા વિરુદ્ધ અમદાવાદ 3-2. (ધ્યાન વસાવડા હાર્યા વિરુદ્ધ માલવ પંચાલ 3-11, 8-11, 11-9, 6-11; વેદદ પંચાલ જીત્યા વિરુદ્ધ દ્વિજ ભાલોડીયા 12-10, 13-11, 11-9; વેદ/ધ્યાન જીત્યા વિરુદ્ધ માલવ/હ્રિદાન 11-6, 6-11, 11-8, 11-7; વેદ હાર્યા વિરુદ્ધ માલવ 13-15, 5-11, 11-7, 7-11; ધ્યાન જીત્યા વિરુદ્ધ દ્વિજ 11-7, 8-11, 11-8, 8-11, 11-9.
સબ જુનિયર ગર્લ્સઃ (અંડર-15) ભાવનગર જીત્યા વિરુદ્ધ સુરત 3-1. (સચિ દોશી હાર્યા વિરુદ્ધ દાનિયા ગોદીલ 11-9, 1-11, 9-11, 4-11; ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ વિશ્રુતિ જાદવ 11-9, 12-14, 6-11, 11-9, 11-4; સચિ/ચાર્મી જીત્યા વિરુદ્ધ દાનિયા/વિશ્રુતિ 11-8, 12-10, 11-8; ચાર્મી જીત્યા વિરુદ્ધ દાનિયા 8-11, 14-12, 14-12, 11-4.
હોપ્સ બોયઝઃ (અંડર-9) રેહાંશ સિંઘવી જીત્યા વિરુદ્ધ પ્રણવ કેલા 3-1 (10-12, 11-3, 11-6, 11-5)
હોપ્સ ગર્લ્સઃ (અંડર-9) પ્રિશા પારેખ જીત્યા વિરુદ્ધ યાના પારેખ 3-0 (11-2, 12-10, 11-3)