
ઇટાલી ખાતે 22 થી 27 ઓક્ટોબર દરમ્યાન આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ (ડબ્લ્યુટીટી) ફીડર કેગ્લિના 2024માં ગુજરાતની ટોચની ખેલાડી કૃત્વિકા સિન્હા રોય અને તેની જોડીદાર યશસ્વિની ઘોરપડે એ વિમેન્સ ડબલ્સનો ટાઇટલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે.
બીજી ક્રમાંકિત ભારતીય જોડીએ ચેમ્પિયન બનવા માટે ફાઇનલ મુકાબલામાં દક્ષિણ કોરિયાની યૂ સિવૂ અને કિમ હેયુનને 3-1 (11-9, 9-11, 14-12, 11-2) થી હરાવી હતી.
અગાઉ, કૃત્ત્વિકા અને યશસ્વિનીએ રાઉન્ડ ઓફ 16માં સ્થાનિક ખેલાડીઓ એરિયાના બારાની અને મારિયા પીકુને 3-0થી હરાવ્યાં હતાં અને પછી સમાન સ્કોર લાઇન સાથે સચી આઓકી અને સાકુરા યોકોઈની જાપાની જોડીનો સફાયો કર્યો.
સેમિફાઇનલમાં બીજા ક્રમાંકિત ભારતીય જોડીનો મુકાબલા ચોથા ક્રમાંકિત અને સ્પેનની જોડી સોફિયા ક્લી અને ફ્રાંઝિસ્કા શ્રેનર સાથે થયો હતો જ્યાં ભારતીય જોડીએ એ 3-1થી સરળ વિજય નોંધાવ્યો હતો.