ગુજરાતની આશા જીવંત રાખતાં ક્રિત્વિકા ક્વાર્ટર ફાઇનલમાં 

સિનિયર નેશનલ ટીટીમાં અપસેટની વણઝાર, મોખરાના ખેલાડીઓ હાર્યા સુરત ગુજરાતની અનુભવી ખેલાડી ક્રિત્વિકા સિંહા રોયએ શનિવારે પીએસપીબીની છઠ્ઠા ક્રમની રિથ રિશ્યાને હરાવીને અહીના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટરન સ્ટેટ ટેબલ ચેમ્પિયનશિપ 2024ની કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. 30 વર્ષીય ક્રિત્વિકાએ 11-8, 8-11, 12-10, 8-11, 14-12ના સ્કોરના…

ઇટાલી ખાતે ડબલ્યુટીટી ફીડર માં ગુજરાતની કૃત્વિકા અને યશસ્વિની એ ડબલ્સ નું ટાઇટલ જીત્યું 

ઇટાલી ખાતે  22 થી 27 ઓક્ટોબર દરમ્યાન આયોજિત વર્લ્ડ ટેબલ ટેનિસ (ડબ્લ્યુટીટી) ફીડર કેગ્લિના 2024માં ગુજરાતની ટોચની ખેલાડી કૃત્વિકા સિન્હા રોય અને તેની જોડીદાર યશસ્વિની ઘોરપડે એ વિમેન્સ ડબલ્સનો ટાઇટલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે.   બીજી ક્રમાંકિત ભારતીય જોડીએ ચેમ્પિયન બનવા માટે ફાઇનલ મુકાબલામાં દક્ષિણ કોરિયાની યૂ સિવૂ અને કિમ હેયુનને 3-1 (11-9, 9-11,…

ચિત્રાક્ષ અને ક્રિત્વિકાએ સ્ટેટ ટીટી ટાઇટલ જીતી લીધાં

સુરતે છ ગોલ્ડ સાથે અમદાવાદને પાછળ રાખીને ઓવરઓલ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં શુક્રવારે ટુર્નામેન્ટના અંતિમ દિવસે અમદાવાદના મોખરાના ક્રમના ચિત્રાક્ષ ભટ્ટે વડોદરાના બીજા ક્રમના પ્રથમ માદલાણીને 4-1થી હરાવીને મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું…

તુર્કીમાં સિલ્વર અને બ્રોન્ઝ સાથે ક્રિત્વિકાનું પુનરાગમન

અંકારા પતિ હરમિત દેસાઈનો ભારતીય ઓલિમ્પિક્સ ટીમમાં સમાવેશ થયા બાદ ક્રિત્વિકા સિંહા રોયે તુર્કીમાં સફળતા હાંસલ કરતાં શનિવારે દેસાઈ પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો. ઇજાને કારણે 2023ની આખી સિઝન ગુમાવનારી 30 વર્ષીય ક્રિત્વિકાએ સફળપુનરાગમન કરીને તુર્કી ખાતે 13થી 17મી મે દરમિયાન યોજાયેલી WTT ફીડર કેપ્પાજોસિયા 2024 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ…

સ્ટેટ ટેબલ ટેનિસમાં ચિત્રાક્ષ અને ક્રિત્વિકા ચેમ્પિયન

ગાંધીધામ સિસદર ભાવનગર ખાતે યોજાયેલી માઇક્રોસાઇન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં ચોથા ક્રમના અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટ અને સુરતની ક્રિત્વિકા સિંહા રોયે અનુક્રમે મેન્સ અને વિમેન્સ ટાઇટલ જીતી લીધા હતા. મેન્સ ફાઇનલમાં ચિત્રાક્ષ ભટ્ટે 14મા ક્રમના અને જાયન્ટ કિલર બની ગયેલા પ્રથમ માદલાણીને 4-0થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. સિઝનની આ પ્રથમ ટુર્નામેન્ટ ભાવનગર જિલ્લા…

આયૂષે બે ટાઇટલ જીત્યા, ફિલઝાહ વિમેન્સ ફાઇનલમાં ક્રિત્વિકા સામે ટકરાશે

ગાંધીધામ માઇક્રોસાઇન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં શનિવારે સુરતના આયૂષ તન્નાએ બેવડી સિદ્ધિ હાંસલ કરીને બે ટાઇટલ જીત્યા હતા. આ ટુર્નામેન્ટ ભાવનગરમાં બીજીથી પાંચમી મે દરમિયાન એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સિસદર ખાતે યોજાયેલી છે.બીજા ક્રમના આયૂષ તન્નાએ પાંચમા ક્રમના જન્મેજય પટેલ (અરવલ્લી)ને 4-1થી હરાવીને અંડર-19 બોયઝ ટાઇટલ જીત્યું હતું જ્યારે મોખરાના ક્રમના અરમાનો…