સિનિયર નેશનલ ટીટીમાં અપસેટની વણઝાર, મોખરાના ખેલાડીઓ હાર્યા
સુરત
ગુજરાતની અનુભવી ખેલાડી ક્રિત્વિકા સિંહા રોયએ શનિવારે પીએસપીબીની છઠ્ઠા ક્રમની રિથ રિશ્યાને હરાવીને અહીના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટરન સ્ટેટ ટેબલ ચેમ્પિયનશિપ 2024ની કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
30 વર્ષીય ક્રિત્વિકાએ 11-8, 8-11, 12-10, 8-11, 14-12ના સ્કોરના આ સંઘર્ષપૂર્ણ વિજય સાથે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો અને ગુજરાતના અન્ય ખેલાડીઓ નિષ્ફળ જઈ રહ્યા હતા ત્યારે રાજ્યની આશા જીવંત રાખી હતી.
દરમિયાન રાઉન્ડ ઓફ 32માં વિમેન્સ સિંગલ્સમાં આજે મેજર ઉથલપાથલ જોવા મળી હતી કેમ કે છ ક્રમાંકિત ખેલાડીઓ આઉટ થઈ ગઈ હતી. તેમાં બીજા ક્રમની સ્વસ્તિકા ઘોષ, ત્રીજા ક્રમની સુતિર્થા મુખરજી, નવમા ક્રમની સયાલી વાણી, 11મા ક્રમની જેનિફર વર્ગીસ, 13મા ક્રમની અહિકા મુખરજી અને 14મા ક્રમી સેલેનાધિપતીનો સમાવેશ થતો હતો. પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં પણ અપસેટ જારી રહ્યા હતા કેમ કે દસમા ક્રમની પ્રિથા વર્ટિકર અને 15મા ક્રમની અનુશા કુટુમ્બાલે પણ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
મેન્સ સિંગલ્સમાં પણ આ સિલસિલો જોવા મળ્યો હતો. વર્તમાન ચેમ્પિયન અને ચોથા ક્રમના હરમિત દેસાઈને રાઉન્ડ ઓફ 32માં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેનો સાનીલ શેટ્ટી સામે પરાજય થયો હતો. આ જ રાઉન્ડમાં પરાસ્ત થનારા અન્ય સ્ટાર ખેલાડીમાં સાતમા ક્રમના અનિરબન ઘોષ, દસમા ક્રમના યશાંશ મલિક, 13મા ક્રમના સૌરવ સહા અને 14મા ક્રમના રોનિત ભાંજાનો સમાવેશ થતો હતો.
જોકે પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં થોડી રાહત જોવા મળી હતી કેમ કે પાંચમા ક્રમના આકાશ પાલ (રેલવે) પરાસ્ત થનારો એક માત્ર ખેલાડી હતો. તે ઉત્તર પ્રદેશના દિવ્યાંશ શ્રીવાસ્તવ સામે 11-8, 8-11, 4-11, 9-11થી હારી ગયો હતો.
મેન્સ ડબલ્સ ફાઇનલનું પરિણામઃ
પીબી અભિનંદન અને સુરેશ રાજ (તામિલનાડુ) જીત્યા વિરુદ્ધ સૌરવ સહા અને અનિકેત સેન ચૌધરી (પ. બંગાળ) 3-1 (12-10, 4-11, 11-6, 11-7).
Качественное обслуживание и персональный подход к каждому пациенту, помогут вам почувствовать себя увереннее.
Циркониевые коронки цена [url=http://belfamilydent.ru/services/koronki-iz-cirkoniya/]http://belfamilydent.ru/services/koronki-iz-cirkoniya/[/url] .
Гарантированный результат базальной имплантации зубов в Минске.
Базальная имплантация цены [url=https://belfamilydent.ru/services/basal-implantation/]Базальная имплантация цены[/url] .