નવી દિલ્હી
સ્થાનિક રમતોને પ્રોત્સાહન આપવાના ઉમદા ઉદ્દેશ સાથે ગુજરાત સરકારે મહિલા ખો-ખો ખેલાડી ઓપીના ભીલારને રૂ.10લાખના રોકડ ઇનામથી નવાજ્યા છે. ઓપીના ભીલાર ભારતની મહિલા ખો-ખો ટીમનો ભાગ રહી હતી, જેમણે 13થી 19 જાન્યુઆરી દરમ્યાન પહેલી વખત નવી દિલ્હીમાં યોજાયેલા ખો-ખો વર્લ્ડ કપ 2025માં સુવર્ણ પદક જીત્યું હતું. આ ઐતિહાસિક ટુર્નામેન્ટમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમ બંને વિજેતા રહી હતી. આ વર્લ્ડ કપમાં દુનિયાના જુદા-જુદા છ ખંડના કુલ 23 દેશોએ ભાગ લીધો હતો.જેના કારણે વિશ્વ ફલક પર આ કાર્યક્રમની નોંધ લેવાઈ હતી અને વૈશ્વિક માન્યતા મળી હતી.
ઓપીના ભીલાર ડાંગ જિલ્લાના બીલીઆંબા ગામના રહેવાસી છે. અને તેમના પિતા દેવજીભાઈ ખેતી વ્યવસાય સાથે જોડાયેલા છે. ઓપીનાભીલારેખો-ખો વર્લ્ડ કપ 2025માંસુવર્ણ પદક જીતીને રાજ્યનું અને દેશનું નામ રોશન કર્યું છે. ગુજરાત સરકારના આ પ્રોત્સાહનરૂપી પગલાથી દેશમાં સ્થાનિક રમતો અને ગ્રામીણ ખેલાડીઓને નવી ઊંચાઈઓ સુધી પહોંચવા માટેનો જુસ્સો વધશે.
ઓપીના ભીલારેઆ સન્માન અંગે ખુશીથી ગદગદ થતાં જણાવ્યું હતું કે,“હું ગુજરાત સરકારનો આભાર માનું છું કે જેમણે મને આ મહત્વપૂર્ણ સહાય આપી મારું સન્માન કર્યું. આ સહાય મારા માટે ખૂબ ઉપયોગી છે. હું ખો-ખો ફેડરેશન ઓફ ઇન્ડિયાનો પણ આભાર માનું છું, જેમણે અમારા દરેકપડકારભર્યા પગલામાં અમારોપૂરેપૂરો સાથ આપ્યો છે. હું ભવિષ્યમાં પણ ખો-ખો રમતી રહીશ અને મારી શ્રેષ્ઠ ક્ષમતાઓથી રમત માટે યોગદાન આપતી રહીશ.”
ખો-ખો, જે ભારતની પરંપરાગત અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ રમત છે, જેણે છેલ્લા થોડા વર્ષોમાં દેશ તેમજ વિદેશમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે.