હવે નવી નિસાન મેગ્નાઇટ ઉપલબ્ધ છે સીએનજી રેટ્રો ફિટમેન્ટ કિટ સાથે

Spread the love
  • સીએનજીરેટ્રોફિટમેન્ટ કિટ ₹74,999ના વધારાના મૂલ્યમાંઅવેલબલ થશે
  • પરંપરાગત ઈંધણનીસરખામણીમાં સીએનજીવધુ સ્વચ્છ અને પર્યાવરણીય રીતે અનુકૂળ વિકલ્પ છે, જે ઇંધણ કાર્યક્ષમતા સુધારશે
  • સીએનજીવિકલ્પ સ્ટાન્ડર્ડાઇઝ્ડ રેટ્રોફિટમેન્ટ અને 3 વર્ષ અથવા 1 લાખ કિમીની વોરંટી સાથે અવેલબલ થશે

ગુરુગ્રામ

નિસાન મોટર ઇન્ડિયાની લોકપ્રિય એસયુવીએટલે કે નવી નિસાન મેગ્નાઇટ સરકારે મંજૂર કરેલી સીએનજીરેટ્રોફિટમેન્ટકિટ સાથેઅવેલબલ થશે. આ કિટનેમોટોઝેન (ત્રીજી પાર્ટી)દ્વારા દેશના કાયદાઓ અનુસાર સંપૂર્ણ રીતે વિક્સાવવામાં, ઉત્પાદિત કરવામાં અને ગુણવત્તાની ખાતરી સાથે તૈયાર કરવામાં આવી છે.મોટોઝેન દ્વારા કિટના ઘટકો માટે વોરંટી પણ આપવામાં આવશે.આ પહેલ નિસાનની ગ્રાહકપ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જેમાં કંપની પર્યાવરણને અનુકુળ અને ટકાઉ વિકલ્પો માટે સક્રિય પ્રયત્નો કરી રહી છે.કિટનું ફિટમેન્ટ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ફિટમેન્ટ સેન્ટરો પર કરવામાં આવશે.સમગ્ર રેટ્રોફિટમેન્ટ પ્રોસેસ માત્ર ₹74,999ના વધારાના ખર્ચેઅવેલબલ છે.

પર્યાવરણીય જાગૃતિ ધરાવતા અનેપર્યાવરણીય ટકાઉતાને મહત્વ આપતા કસ્ટમર્સ માટે તૈયાર કરવામાં આવેલી આ ઈકો-ફ્રેન્ડલી સીએનજીકિટનું રોલઆઉટ સમગ્ર દેશમાં તબક્કાવાર રીતે કરવામાં આવશે.પ્રથમ તબક્કામાંદિલ્હી-એનસીઆર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ અને કર્ણાટકના કસ્ટમર્સ નિસાનના અધિકૃત ડિલરશિપ્સ મારફતે સીએનજીકિટનો ઇન્સ્ટોલેશન માટેનો ઓર્ડર આપીશક્શે.બીજા તબક્કામાં આ સેવા અન્ય રાજ્યોમાંવિસ્તારવામાં આવશે, જેથી સમગ્ર દેશમાં પર્યાવરણને અનુકુળ વિકલ્પ રૂપે સીએનજીકિટ વધુ કસ્ટમરો સુધી પહોંચાડી શકાય.

નવી નિસાન મેગ્નાઇટ હવે1.0લીટરનેચરલીઅસ્પાયર્ડ પેટ્રોલ એન્જિન અને મેન્યુઅલ ગિયરબોક્સસાથેસરકાર દ્વારા મંજૂર થયેલી સીએનજીરેટ્રોફિટમેન્ટ કિટસાથે અવેલબલ છે. સીએનજીકિટના ઇન્સ્ટોલેશન પછી કસ્ટમરને વધુ સારી ઈંધણ કાર્યક્ષમતા મળશે. આ તમામ સીએનજીકિટ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત વિક્રેતાઓ દ્વારા જ રેટ્રોફિટ કરવામાં આવશે અને એ સંપૂર્ણપણેપ્રમાણિત હોમોલોગેટેડકિટહશે, જે હાલના સ્થાનિક નિયમો અને સુરક્ષા ધોરણોને અનુરૂપ રહેશે.

આ તબક્કે નિસાન મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટરશ્રી સૌરભ વત્સાએ જણાવ્યું હતું કે, “નવી નિસાન મેગ્નાઇટ અમારા માટે એક અભૂતપૂર્વ પ્રોડક્ટરહી છે, જેણે ભારતમાં અમારી સફળતાને વધુ મજબૂતી આપી છે.કસ્ટમર્સનીજરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિસાન ડીલર્સ હવે તેમને વિકલ્પરૂપે સરકાર દ્વારા મંજૂર સીએનજીરેટ્રોફિટમેન્ટ કિટ પૂરી પાડશે.જેનું ફિટમેન્ટ અધિકૃત કેન્દ્રો પર કરવામાં આવશે.અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, આ પહેલ લોકપ્રિય કોમ્પેક્ટ એસયુવીની વેલ્યુ અને ઉપયોગિતામાં વધુ વધારો લાવશે.”

નવી નિસાનમેગ્નાઇટ માત્ર તેના સીએનજીવિકલ્પની જ અલગ ઓળખ નથી બનાવતી, પણ તેનાબોલ્ડ અને સ્ટાઇલિશડિઝાઇન, 20 કરતાં વધુ સેગમેન્ટ-ફર્સ્ટ અને શ્રેષ્ઠ સુવિધાઓ, અને55કરતાં વધુ સલામતી સુવિધાઓસાથે કોમ્પેક્ટ એસયુવીસેગમેન્ટમાં પણ પોતાની વિશિષ્ટ ઓળખને કારણે અલગ તરી આવે છે.મજબૂત રોડ પ્રેઝન્સ, પ્રીમિયમઈન્ટિરિયર્સ અને વિશાળ આંતરરાષ્ટ્રીય પહોંચ સાથે નવી નિસાનમેગ્નાઇટ આજે65 કરતાંવધુ દેશોમાં અવેલબલ છે, જેમાંરાઇટ-હેન્ડડ્રાઈવ તથા લેફ્ટ-હેન્ડડ્રાઈવ એમ બંને માર્કેટનો સમાવેશ થાય છે.આ એસયુવીતે તમામ ગ્રાહકો માટે એક આકર્ષક વિકલ્પ છે, જે સ્ટાઇલ, સલામતી અને ઓછા ખર્ચાળ ઇંધણ વિકલ્પને શોધી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *