ટેનિસ પ્રીમિયર લીગ (TPL): ટેનિસ જગતમાં એક નવું ક્રાંતિકારી અને રોમાંચક પ્રકરણઃ શ્રીમલ ભટ્ટ

Spread the love

અમદાવાદ

ટેનિસ રમતને સામાન્ય લોકો સુધી પહોંચાડવી અને તેને નવું આયામ આપવું એ આજની જરૂરિયાત છે. આ જ ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી ‘ટેનિસ પ્રીમિયર લીગ’ (TPL) આજે દેશ-વિદેશના ખેલાડીઓ અને રમત પ્રેમીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. TPL ના આગામી આયોજન અને તેના વિશેષ સ્વરૂપ વિશે ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી શ્રીમલ ભટ્ટે આગામી સ્પર્ધા, દેશમાં ટેનિસના વિકાસમાં ટીપીએલનાં યોગદાન સહિતના મુદ્દા પર વાત કરી હતી.

TPL ની આગામી ૮મી સિઝન અને હૈદરાબાદમાં ભવ્ય આરંભ

ટેનિસ પ્રીમિયર લીગની ૮મી સિઝનનું આગામી ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં હૈદરાબાદ ખાતે ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. અગાઉ આ ટુર્નામેન્ટની સિઝન ગુજરાતમાં સફળતાપૂર્વક રમાઈ ચૂકી છે, અને આ વખતે હૈદરાબાદના એલ.બી. સ્ટેડિયમ ખાતે ખેલાડીઓ પોતાના શક્તનો પરચો આપશે.. આ સફળતા બાદ આગામી સમયમાં ‘જૂનિયર લીગ’ શરૂ કરવાનું પણ આયોજન છે.

ટીમનું માળખું અને ગુજરાત પેન્થર્સ

આઠ ટીમો વચ્ચે રમાનારી આ લીગમાં કુલ ૮ ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ગુજરાતની ટીમનું ગૌરવપૂર્ણ નામ ‘ગુજરાત પેન્થર્સ’ છે અને રામકુભાઈ પઢીયાર આ ટીમના માલિક છે. દરેક ટીમમાં બે પુરુષ અને એક મહિલા ખેલાડી એમ કુલ ત્રણ મુખ્ય ખેલાડીઓ રમે છે. આ ઉપરાંત દરેક ટીમમાં એક મેન્ટર અને બેન્ચ પર ૩ થી ૪ રિઝર્વ/સ્ટેન્ડબાય ખેલાડીઓ પણ ઉપસ્થિત રહેશે.

વ્યક્તિગત રમતને ટીમ સ્પોર્ટમાં રૂપાંતરિત કરવાનો અનોખો પ્રયોગ

ટેનિસ મૂળભૂત રીતે એક વ્યક્તિગત (Individual) રમત છે, પરંતુ TPL એ તેને એક ટીમ સ્પોર્ટસમાં બદલીને રમત જગતમાં એક ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. આ ફોર્મેટથી ખેલાડીઓમાં ટીમ સ્પિરિટ અને બોન્ડિંગ મજબૂત બને છે. મેચ દરમિયાન કોચ બહાર બેસીને સતત ખેલાડીઓની રમતનું વિશ્લેષણ કરે છે, જેનાથી મેચની દિશા બદલાઈ શકે છે.

T20 ક્રિકેટ જેવું રોમાંચક અને ઝડપી ફોર્મેટ

જે રીતે ક્રિકેટે T20 ફોર્મેટ અપનાવીને લોકપ્રિયતા મેળવી, તે જ રીતે TPL એ ટેનિસમાં નવું ડાયમેન્શન ઉમેર્યું છે. આ લીગ ૨૫ પોઈન્ટ્સના ટાઈબ્રેક ફોર્મેટ પર રમાય છે, જે ખૂબ જ રોમાંચક અને ઝડપી હોય છે. આ ફોર્મેટમાં શરૂઆતની લીડ અને ટાઈબ્રેકનું ખૂબ જ મહત્વ હોય છે.

વૈશ્વિક સ્તરના સુપરસ્ટાર ખેલાડીઓ અને ઓવરસિઝ પ્લેયર્સ

આ ટુર્નામેન્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં વિશ્વભરના નામાંકિત ટેનિસ સુપરસ્ટાર્સ ભાગ લે છે. અગાઉની સિઝન્સમાં સાનિયા મિર્ઝા, લિન્ડર પેસ, માર્કો બાગડેરિસ, એલેક્ઝાન્ડર મુલર, વૈષ્ણવી અડકર જેવા દિગ્ગજ ખેલાડીઓ ભારતીય કોર્ટ પર ઉતર્યા છે. આટલા મોટા ગ્લોબલ ખેલાડીઓ એક જ પ્લેટફોર્મ પર આવવાથી ટેનિસ પ્રત્યેનો ક્રેઝ અદ્ભુત રીતે વધ્યો છે.

આધુનિક ટેકનોલોજી અને સાધનોમાં બદલાવ

સમયની સાથે ટેનિસના સાધનો અને આયોજનમાં પણ મોટા પરિવર્તનો આવ્યા છે. લાકડાના રેકેટથી લઈને અત્યારના અત્યાધુનિક હલકા ગ્રેફાઇટ-ટાઇટેનિયમ રેકેટ અને સિન્થેટિક ડેકો-ટર્ફ કોર્ટ્સનો ઉપયોગ થવા લાગ્યો છે. આ ઉપરાંત, ડેટા એનાલિટિક્સ અને ઇલેક્ટ્રોનિક લાઇન કોલિંગ સિસ્ટમ જેવી આધુનિક ટેકનોલોજીએ રમતને વધુ પારદર્શક અને રસપ્રદ બનાવી છે.

આજે ટેનિસ પ્રીમિયર લીગ (TPL) માત્ર એક સ્પર્ધા નથી રહી, પરંતુ ભારતમાં ટેનિસ રમતને લોકપ્રિય બનાવવાનું એક ઉત્તમ માધ્યમ બની ગઈ છે, જે યુવા ખેલાડીઓ માટે નવી તકો અને ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખોલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *