સુપ્રિમ કોર્ટના ચુકાદાથી ઈસ્કોન-બેંગ્લોર(હરે કૃષ્ણ મંદિર, ભાડજ, અમદાવાદ)ના અનુયાયીઓની પચ્ચીસ વર્ષ લાંબી લડતનો સુખદ અંત

Spread the love

અમદાવાદ

  • સુપ્રિમ કોર્ટના ચુકાદા વડે શ્રીલા પ્રભુપાદની મહા સમાધી પછી તેમને ઈસ્કોનના આચાર્ય તરીકે સ્થાપિત કરવાની ઈસ્કોન-બેંગ્લોરના અનુયાયીઓની લડતને સફળતા મળી.
  • સુપ્રિમ કોર્ટના ચુકાદાએ ઈસ્કોન-બેંગ્લોર દ્વારા શ્રીલા પ્રભુપાદનને ઈસ્કોનના એકમાત્ર આચાર્ય તરીકે સ્થાપિત કરવાનો માર્ગ મોકળો કર્યો.
  • ઈસ્કોન હરે ક્રિષ્ના હિલ મંદિર ઈસ્કોન-બેંગ્લોરનું છે, નહીં કે ઈસ્કોન મુંબઈનું: સુપ્રિમ કોર્ટ.

સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે કે બેંગ્લોરમાં આવેલું પ્રખ્યાત હરે ક્રિષ્ના હિલ મંદિર ઈસ્કોન બેંગ્લોર સોસાયટીનું છે, નહીં કે ઈસ્કોન-મુંબઈ સોસાયટીનું. ઈસ્કોન-મુંબઈ સોસાયટીને ઈસ્કોન-બેંગ્લોર સોસાયટીના કામકાજમાં દખલ ન કરવા આદેશ આપવામાં આવ્યો.

વર્ષ 1977માં જ્યારે શ્રીલા પ્રભુપાદ મહા સમાધીમાં લીન થયા ત્યારથી ઈસ્કોન-બેંગ્લોર અને ઈસ્કોન-મુંબઈ વચ્ચે એક વિવાદ ચાલી રહ્યો હતો, જે મુજબ ઈસ્કોનના કેટલાક આગેવાનોએ પોતે શ્રીલા પ્રભુપાદના ઉત્તરાધિકારી હોવાનો દાવો કર્યો, જે શ્રીલા પ્રભુપાદનાદિક્ષા આપવાની રિત્વિક વ્યવસ્થા ઊભી કરવાના દિશા-નિર્દેશોથી વિપરિત બાબત હતી. મધુ પંડિત દાસની આગેવાનીમાં ઈસ્કોન-બેંગ્લોરે શ્રીલા પ્રભુપાદને એકમાત્ર આચાર્ય તરીકે જાળવી રાખ્યા અને જાતે બની બેઠેલા ગુરુનોસ્વીકાર કરવાના દબાણ સામે પ્રતિકાર કર્યો. વર્ષ 2000માં ઈસ્કોન મુંબઈ દ્વારા બેંગ્લોર મંદિરનું નિયંત્રણ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જોકે વર્ષ 1988માં મંદિરની જગ્યા ઈસ્કોન-બેંગ્લોરને ફાળવવામાં આવી હતી. આ બાબતથી 25-વર્ષ સુધી કાનૂની લડાઈ લડવામાં આવી, જેના પર સુપ્રિમ કોર્ટે ઈસ્કોન-બેંગ્લોરની તરફેણમાં ચુકાદો આપીને પૂર્ણ વિરામ મૂક્યું છે.

ઈસ્કોન બેંગ્લોરના પ્રમુખ, અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ તથા ગ્લોબલ હરે ક્રિષ્ના મુવમેન્ટના માર્ગદર્શક મધુ પંડિત દાસે કહ્યું:શ્રીલા પ્રભુપાદની મહા સમાધી પછી ઈસ્કોનની આ આંતરિક લડાઈ પોતે તેમના ઉત્તરાધિકારી હોવાનો દાવો કરનારા જાતે બની બેઠેલા ગુરુઓ વિરુદ્ધ હતી. તેના બદલે શ્રીલા પ્રભુપાદે રિત્વિક વ્યવસ્થા ગોઠવી હતી, જેના મુજબ ઈસ્કોનના તમામ અનુયાયીઓ હંમેશાં સ્થાપક આચાર્ય શ્રીલા પ્રભુપાદના સીધા શિષ્યો રહેશે. તેમ છતાં, આ બાબતને જાતે બની બેઠેલા ગુરુઓ દ્વારા સંચાલિત ઈસ્કોન મુંબઈ દ્વારા કોર્ટની લડાઈમાં ફેરવવામાં આવી, તે વખતે તેઓએ વર્ષ 2000માં ઈસ્કોન બેંગ્લોરના અનુયાયીઓને ઈસ્કોનમાંથી હાંકી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો કારણ કે તેઓએ ઈસ્કોનના જાતે બની બેઠેલા ગુરુઓનું ગુરુપદ સ્વીકારવાની મનાઈ કરી હતી. ઈસ્કોન મુંબઈએ દાવો કર્યો હતો કે ઈસ્કોન બેંગ્લોર સોસાયટીની મિલકતોનું ઈસ્કોન મુંબઈ સોસાયટી દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે.

“આજે સુપ્રિમ કોર્ટે તેના ચુકાદા દ્વારા 25-વર્ષ જૂની લડાઈનો અંત લાવ્યો છે, જે મુજબ વર્ષ 1988માં બેંગ્લોરમાં સ્વતંત્ર રીતે નોંધાયેલ ઈસ્કોન સોસાયટી, એટલે કે ઈસ્કોન બેંગ્લોરને BDA દ્વારા મંદિરની જમીન ફાળવવામાં આવી હતી તથા મંદિર બાંધવા માટેની મિલકત અને ભંડોળ બેંગ્લોર દ્વારા એકત્ર કરવામાં આવેલ હતું. ટૂંકમાં, ઈસ્કોન મુંબઈને ઈસ્કોન બેંગ્લોરની કામગીરીમાં દખલ દેવાથી દૂર કરવામાં આવ્યા છે. તેઓ હવે ઈસ્કોનના એકમાત્ર આચાર્ય તરીકે શ્રીલા પ્રભુપાદને સ્વીકારનારા ઈસ્કોનના હજારો અનુયાયીઓને બહાર કાઢી શકતા નથી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *