ગ્રેડ-૧ એશિયન રેન્કિંગ ટેનિસમાં કેયા, પહેલ તથા આરઝૂનો વિજય
અમદાવાદ
એસ ટેનિસ એકેડેમી ખાતે રમાતી ગ્રેડ-૧ અંડર-૧૬ એસએજી એશિયન રેન્કિંગ ટેનિસ ટૂર્નામેન્ટની ગર્લ્સ સિંગલ્સના પ્રથમ દિવસે બે મેજર અપસેટ સર્જાયા હતા. ટૂર્નામેન્ટની પ્રથમ ક્રમાંકિત આશી કશ્યપ અને બીજો ક્રમાંક ધરાવતી અહાના દાસ પ્રથમ રાઉન્ડમાં જ હારી ગઇ હતી. આશી કશ્યપ વિજય માટે ફેરવિટ હતી પરંતુ એમ. કશ્યપે બીજો સેટ ગુમાવ્યો હોવા છતાં ૬-૩, ૫-૭, ૬-૩થી મુકાબલો જીતી લીધો હતો. અન્ય રોમાંચક બનેલી મેચમાં કેયા પટેલે અહાના દાસને ૪-૬, ૭-૫, ૬-૨થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. અન્ય મેચોમાં આરઝૂ મલિકે ઝિયા ઠક્કરને ૭-૫, ૪-૬, ૭-૫થી, પહેલ મહેતાએ ગૌરી શેટ્ટીને ૭-૬ (૪), ૪-૬, ૬ -૪થી, રિત જાહવરે જિયા પંડ્યાને ૬-૧, ૬-૪થી, મારિયા પટેલે સારિથા ઇન્ટૂરીને ૬-૧, ૧-૬, ૭-૫થી તથા જેન્સીએ મેહા પાટિલને ૬-૦, ૬-૦થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.
બોય્ઝ કેટેગરીમાં લક્ષ્ય ચુકાએ ટોચના ક્રમાંકિત નમન બોહરાને ૬-૭ (૫), ૬-૧, ૬-૧થી, સુતવ્ય કર્માકરે અરમાન દુઆને ૬-૩, ૬-૩થી, પાંજયે ઇશાન બાડાગીને ૭-૫, ૬-૧થી, કિબર પરમારે અપૂર્વ જૈનને ૬-૨, ૦-૬, ૬-૪થી, દિવ્ય મલિકે નીવ ગોગિયાને ૭-૫, ૬-૨થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
