મેટ્રો સિવાયનાં શહેરોમાંથી વૃદ્ધિને પ્રીમિયમ બ્રાન્ડ્સ વેગ આપશે એવી ધારણા
- એડિડાસ દ્વારા પાવર્ડ અને સુપરડ્રાય દ્વારા કો-પાવર્ડ AJIO ઓલ સ્ટાર્સ સેલ 1 માર્ચ, 2024થી શરૂ થશે
- શ્રદ્ધા કપૂર તેની ઓલ-સ્ટાર્સ ટીમ સાથે અતિ આધુનિક સ્ટાઇલ્સ સાથે પરત ફરી છે
- ગ્રાહકો સમગ્ર ભારતમાં 19,000+ પિન કોડમાંથી કાળજીપૂર્વક તૈયાર કરેલી 1.7 મિલિયન ફેશન સ્ટાઇલ્સ ઓફર કરતી તમામ 6000+ બ્રાન્ડમાંથી ખરીદી કરશે; ટોચની બ્રાન્ડ પર એક્સક્લૂઝિવ ડિલ્સ સાથે 50થી 90 ટકા સુધીની છૂટ
- સેલ દરમિયાન સૌથી વધારે ખરીદી કરનાર ગ્રાહકોને દર 8 કલાકે રૂ. 1,09,900ની કિંમત ધરાવતા એપલ આઇફોન 15 512GB, રૂ. 1,49,900ની કિંમત ધરાવતી એપલ મેકબૂક અને રૂ 1,61,999ની કિંમત ધરાવતા સેમસંગ S23 અલ્ટ્રા 512GB જેવા રિવોર્ડ જીતવાની તક મળશે
- ગ્રાહકો આઇસીઆઇસીઆઈ બેંકનાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર 10 ટકા સુધીની છૂટ સાથે મોટી બચત કરી શકે છે
મુંબઈ
ભારતનાં પ્રીમિયર ફેશન ઇ-ટેલર AJIOએ આજે એની ફ્લેગશિપ ઇવેન્ટ ‘ઓલ સ્ટાર્સ સેલ’ની જાહેરાત કરી હતી, જે એડિડાસ દ્વારા પાવર્ડ છે અને સુપરડ્રાય દ્વારા કો-પાવર્ડ છે. આ સેલની શરૂઆત 1 માર્ચ, 2024થી થશે. ગ્રાહકોને 26 ફેબ્રુઆરી, 2024થી શરૂ થયેલા સેલમાં 6 કલાકના મર્યાદિત સમયગાળા માટે વહેલાસર સુલભતા મળી હતી. AJIO ઓલ સ્ટાર્સ સેલ (AASS) દરમિયાન ગ્રાહકો કાળજીપૂર્વક તૈયાર કરેલી 1.7 મિલિયન ફેશન સ્ટાઇલ્સ ઓફર કરતી તમામ 6000+ બ્રાન્ડની ખરીદ કરી શકે છે, જે ખરીદીનો વિશિષ્ટ અનુભવ આપે છે.
આ જાહેરાત પર AJIOનાં સીઇઓ વિનીત નાયરે કહ્યું હતું કે, “ઓલ સ્ટાર્સ સેલને લઈને જબરદસ્ત રોમાંચ જોવા મળી રહ્યો છે, કારણ કે અમે વર્ષનો અમારો પ્રથમ મોટો સેલ શરૂ કરવા જઈ રહ્યાં છીએ. છેલ્લાં થોડાં મહિનાઓમાં અમે 500 નવી બ્રાન્ડ ઉમેરી છે અને અમારાં કુલ કેટલોગની સાઇઝ વધારી છે. વધી રહેલી એવરેજ બાસ્કેટ સેલ (એબીવી) અને પ્રીમિયર બ્રાન્ડ્સ માટેની માગ સાથે અમને AJIO ઓલ સ્ટાર્સ સેલમાં મેટ્રો સિવાયનાં શહેરોમાં પ્રીમિયમાઇઝેશનનો ઊંચો ટ્રેન્ડ જોવા મળશે એવી અપેક્ષા છે, જે વૃદ્ધિને આગળ વધારશે. સંપૂર્ણપણે ખરીદીનો મજબૂત ઇરાદો સતત વેગ જાળવશે, કારણ કે ભારત આ સિઝનમાં ફેશનની સૌથી મોટી બ્રાન્ડ્સને આગળ વધારવા આતુર છે.”
ગ્રાહકો મોટી બચત કરી શકે છે તથા આઇસીઆઇસીઆઈ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સનો ઉપયોગ કરીને 10 ટકા સુધીનાં ઇનસ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે ટોચની બ્રાન્ડ અને કેટેગરીઓમાં 50થી 90 ટકા સુધીની છૂટ મેળવી શકે છે. એડિડાસ, સુપરડ્રાય, નાઇકી, પુમા, GAP, એસિક્સ, USPA, ન્યૂ બેલેન્સ, અંડર આર્મર, સ્ટીવ મેડ્ડન, ટોમી હિલફિગર, ડિઝલ, કેલ્વિન ક્લેઇન, માઇકલ કોર્સ, બોસ, લેવાઇસ, માર્ક્સ એન્ડ સ્પેન્સર, અરમાની એક્સચેન્જ, રિતુ કુમાર, મુજી, SAM, બુડા જીન્સ કંપની, ફાયર રોઝ, પોર્ટિકો, કેસિયો, લેક્મે, મેબેલ્લાઇન વગેરે જેવી બ્રાન્ડ્સ પર લાભદાયક ડિલ મેળવી શકે છે.
વધુ 500 નવી બ્રાન્ડ સાથે AASS આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ, પોતાના લેબલ્સ અને સ્વદેશી બ્રાન્ડ્સનાં વિશાળ સિલેક્શન કે કલેક્શનમાંથી સમગ્ર ભારતમાં તમામ 19,000+ પિન કોડમાંથી ગ્રાહકોને સેવા આપશે, તેમને ફેશન, લાઇફસ્ટાઇલ, હોમ અને ડિકોર, જ્વેલરી, બ્યૂટી અને પર્સનલ કેર જેવી તમામ કેટેગરીઓમાં શ્રેષ્ઠ ડિલ અને ઓફર આપશે.
ક્રિકેટની સિઝન શરૂ થવાની તૈયારી હોવાથી શ્રદ્ધા કપૂર તેમની AJIO ઓલ-સ્ટાર્સ ટીમ સાથે કેમ્પેઇન ફિલ્મ સાથે પરત ફરી છે, જેમાં દુનિયામાં સૌથી મોટી ફેશન બ્રાન્ડ્સ સામેલ છે. દર્શકોનું ધ્યાન ખેંચે એવી પોતાની આકર્ષક શૈલી સાથે સેલ ફિલ્મ ક્રિકેટ સિઝન પર મદાર રાખે છે અને ‘વર્લ્ડ્સ બિગેસ્ટ બ્રાન્ડ્સ પ્લે હિયર’ (વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ્સ અહીં ઉપલબ્ધ છે) ટેગલાઇન સાથે AJIOને પસંદગીનું ખરીદીસ્થાન બનાવે છે. 360-ડિગ્રી કેમ્પેઇન ટીવી, ઓટીટી માધ્યમો, સોશિયલ, ડિજિટલ અને પ્રિન્ટ એમ તમામ માધ્યમો પર ચાલશે. અહીં સેલ ફિલ્મ જુઓ.
AASSને વધારે લાભદાયક બનાવવું
- સુપર અવર્સ માટે દરરોજ જુઓ, ક્યારેય ન સાંભળેલી અને આકર્ષક ડિલ્સ અને વધારે
- સેલ દરમિયાન સૌથી વધુ ખરીદી કરનાર ગ્રાહકોને દર 8 કલાકે રૂ. 1,09,900ની કિંમત ધરાવતા એપલ આઇફોન 15 512GB, રૂ. 1,49,900ની કિંમત ધરાવતી એપલ મેકબૂક અને રૂ 1,61,999ની કિંમત ધરાવતા સેમસંગ S23 અલ્ટ્રા 512GB જેવા રિવોર્ડ જીતવાની તક
- POLICE, સુપરડ્રાય અને ક્રોસમાંથી સુનિશ્ચિત ભેટઃ રૂ. 5,999 કે વધારે મૂલ્યની ખરીદી કરો અને સુનિશ્ચિત ભેટ મેળવો
- ગ્રાહકો તમામ પ્રીપેઇડ વ્યવહારો પર 10 ટકા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે
- ગ્રાહકો દરેક ખરીદી AJIO પોઇન્ટ્સ અને રિલાયન્સવન પોઇન્ટ્સ મેળવી શકે છે; તેઓ તેમના AJIO પોઇન્ટ્સનાં ઉપયોગ પર વધુ 5 ટકા છૂટ મેળવી શકે છે