
મુંબઈ
અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) પૈકીની એક એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડ (એલટીએફ) વિશ્વસનીય ઉત્કૃષ્ટતાના 30 વર્ષ પૂરા કર્યાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. 1994માં શરૂ થયેલી કંપનીએ પોતાને એક ડાયવર્સિફાઇડ રિટેલ એનબીએફસી તરીકે સ્થાપિત કરી છે. એલટીએફનું 2011માં બીએસઈ અને એનએસઈ પર લિસ્ટિંગ થયું હતું.
એલટીએફ મુખ્યત્વે ત્રણ પ્રોડક્ટ સેગમેન્ટ્સ, રૂરલ બિઝનેસ ફાઇનાન્સ, ફાર્મ ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ અને ટુ-વ્હીલર ફાઇનાન્સમાં અગ્રણી છે. આ સપળતા કંપનીની ભારતભરમાં મજબૂત રિટેલ ફ્રેન્ચાઇઝીને આભારી છે. છેલ્લા એક દાયકામાં વિકસાવેલા 13,200થી વધુ ડિસ્ટ્રીબ્યુશન પોઇન્ટ્સ દ્વારા સમર્થિત 1,900થી વધુ રૂરલ મીટિંગ સેન્ટર્સ અને 167થી વધુ શહેરી શાખાઓ દ્વારા તેનુ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક લગભગ 2 લાખ ગામડાં સુધી પહોંચેલું છે. એલટીએફ 2.5 કરોડથી વધુ લોકોનો નોંધપાત્ર ગ્રાહક આધાર ધરાવે છે, અસરકારક ક્રોસ-સેલિંગ અને અપ-સેલિંગ વ્યૂહરચનાઓ લાગુ કરીને ગ્રાહક જોડાણ વધારે છે તથા વિશિષ્ટ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ પૂરા પાડે છે.
વર્તમાન નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા સુધી તેનો કસ્ટમર પોર્ટફોલિયો સંતુલિત રીતે વહેંચાયેલો છે જેમાં 47 ટકા ગ્રામીણ વિસ્તારો અને 53 ટકા શહેરી વિસ્તારો સમાવિષ્ટ છે. એલટીએફ 35,000થી વધુ કર્મચારીઓ ધરાવે છે અને 20 રાજ્યો તેમજ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાજરી ધરાવે છે. એલટીએફ શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ લોન વિતરણ તથા 100 ટકા પેપરલેસ કામગીરી ઓફર કરે છે.
આ પ્રસંગે એલટીએફના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી સુદિપ્ત રોયે જણાવ્યું હતું કે “એલટીએફમાં અમે અમારા ગ્રાહકો માટે સરળ અને સુલભ નાણાંકીય સોલ્યુશન્સ બનાવવા માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો લાભ લઈએ છીએ, ચાહે ગ્રાહકો શહેરી વિસ્તારોમાં રહેતા હોય કે અંતરિયાળ ગામડામાં. આગળ જતા અમારું ધ્યાન વધુ વ્યાપક, પ્રોડક્ટ કેટેગરીને રિફ્રેશ કરવા, અનુપાલન માળખાને વધારવા, કામગીરી, સંસ્કૃતિ ઊભી કરવા વગેરે જેવી બાબતો પર રહેશે. અમે નાણાંકીય સુલભતા અને સાક્ષરતા વધારવાના તેમજ ગ્રાહક અનુભવની સીમાઓથી સતત આગળ રહેવાના અમારા મિશન પર આગેકૂચ કરતા રોમાંચિત છીએ.”
બીજા ત્રિમાસિક ગાળા માટે એલટીએફે રૂ. 696 કરોડનો (કન્સોલિડેટેડ) ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે વાર્ષિક ધોરણે 17 ટકા વધુ હતો. રિટેલ બુક રૂ. 88,975 કરોડ રહી હતી જે વાર્ષિક ધોરણે 28 ટકા વધુ હતી. કંપનીએ રૂ. 15,092 કરોડનું ત્રિમાસિક રિટેલ વિતરણ પણ નોંધાવ્યું હતું જે વાર્ષિક ધોરણે 12 ટકા વધુ હતું.
એલટીએફ ક્રિસિલ, ઇકરા, કેર અને ઈન્ડિયા રેટિંગ્સ તરફથી ‘AAA’ રેટિંગ ધરાવે છે, જે તેની મજબૂત નાણાંકીય સ્થિરતા અને ક્રેડિટપાત્રતાને દર્શાવે છે. વધુમાં, આરબીઆઈના વર્ગીકરણ મુજબ તેને ઉપલા સ્તરની એનબીએફસી તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. એલટીએફને 2024માં Great Place to Work® તરીકે પણ સન્માનિત કરવામાં આવી છે. ડિજિટલ અને નાણાંકીય સમાવેશ પર ધ્યાન કેન્દ્રિત કરતી તેની સીએસઆર પહેલ દ્વારા, એલટીએફ 2,000થી વધુ ડિજિટલ સખીઓ દ્વારા 46 લાખથી વધુ સમુદાયના સભ્યો સુધી પહોંચી છે.