
હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થી અમીન આર્યન અવધકુમાર સતત ત્રીજી વખત કુડો (માર્શલ આર્ટ) સ્પર્ધામાં નેશનલ એવોર્ડ વિજેતા બન્યા
સુરત મુકામે યોજાયેલ કુડો (માર્શલ આર્ટ) ફેડરેશન કપમાં અમીન આર્યન અવધકુમાર અંડર-10 માં નેશનલ લેવલે ત્રીજો નંબર મેળવે છે તથા અક્ષયકુમાર 16 મી ઈન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટમાં વર્ષ 2024-2025 માં ત્રીજો નંબર મેળવી હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)નું ગૌરવ વધાર્યું છે. અમીન આર્યન અવધકુમાર સતત ત્રીજી વખત નેશનલ એવોર્ડ વિજેતા બન્યા છે.
આ વિશિષ્ટ સિદ્ધિ મેળવવા બદલ વિદ્યાર્થીને સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીનઅને સી.ઈ.ઓ. ભગવત અમીને અભિનંદન પાઠ્વ્યા હતાં.