રિલાયન્સની સબસિડિયરી સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સિસ અનેકવિધ કેન્સરના વહેલી તકે નિદાન માટે લોંચ કરે છે પાયોનિયરિંગ બ્લડ-ટેસ્ટ

Spread the love

કેન્સરસ્પોટ એક સામાન્ય લોહીના નમૂના પર કામ કરે છે અને પ્રોપરાઈટરી જીનોમ સિક્વન્સીંગ તથા વિશ્લેષણ પ્રક્રિયાનો ઉપયોગ કરીને કેન્સરના ડીએનએ મિથેઈલેશન સિગ્નેચર્સને ઓળખી કાઢે છે

બેંગાલુરુ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સબસિડિયરી તેમજ અગ્રણી જિનોમિક્સ અને બાયોઈન્ફોર્મેટિક્સ કંપની, સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સીસે અનેકવિધ કેન્સરના વહેલીતકે નિદાન માટે નવતર બ્લડ-બેઝ ટેસ્ટને લોંચ કર્યો છે. આ ટેસ્ટમાં વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય લેટેસ્ટ મિથેઈલેશન પ્રોફિલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેન્સર ટ્યુમર ડીએનએ ફ્રેગમેન્ટ્સને ઓળખી કાઢવામાં આવે છે.

કેન્સરસ્પોટ એ સામાન્ય લોહીના નમૂના પર કામ કરે છે અને પ્રોપરાઈટરી જીનોમ સિક્વન્સીંગ તેમજ વિશ્લેષણ પ્રક્રિયાનો ઉપયોગ કરીને લોહીમાં કેન્સરના ડીએનએ મિથેઈલેશન સિગ્નેચર્સની ઓળખ કરે છે. કેન્સરસ્પોટના સિગ્નેચર્સ, કે જે ભારતીય લોકોમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યા છે, તે તીવ્રતમ બની રહ્યા છે અને વિશ્વભરની પ્રજાતિઓમાં ફેલાઈ રહ્યા છે. આ ટેસ્ટ પ્રોએક્ટિવ તથા રૂટિન કેન્સર સ્ક્રીનિંગ માટે સાદો અને સરળ વિકલ્પ પૂરો પાડે છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડ મેમ્બરઈશા અંબાણી પિરામલે જણાવ્યું હતું કે, રિલાયન્સ એ માનવતાની સેવામાં ઔષધિઓના ભવિષ્યને નવો આકાર આપનારી ક્રાંતિકારી શોધો માટે કટિબદ્ધ છે. ભારતમાં કેન્સર મોર્બિડિટી અને મૃત્યુ માટેના મોટા કારણ તરીકે ઊપસી આવ્યું છે. તેનાથી દર્દીઓતેમના પરિવારજનો અને સમગ્ર સમુદાયો પર ભારેખમ નાણાકીયસામાજિક અને મનોવૈજ્ઞાનિક ભારણ સર્જાય છે. આ કારણથીસ્ટ્રેન્ડનો નોવેલ કેન્સર અર્લી ડિટેક્શન ટેસ્ટ પરિવર્તનકારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાની અમારી પરિકલ્પનાને સાકાર કરે છે. અદ્યતન સારવાર અને સુખાકારીમાં જીનોમિક્સની શક્તિનો ઉપયોગ કરવાઅને ભારતમાંતેમજ આખી દુનિયામાં જીવનધોરણ સુધારવા અમે કટિબદ્ધ છીએ. રિલાયન્સ વી કેરની પોતાની કોર્પોરેટ ફિલોસોફીને અમારી દરેક શોધ દ્વારા અમલમાં મૂકે છે. નવું જીનોમિક્સ ડાયેગ્નોસિસ એન્ડ રિસર્ચ સન્ટર ફરી આ દર્શાવે છે.

બેંગ્લોરમાં સ્ટ્રેન્ડના નવા અત્યાધુનિક જીનોમિક્સ ડાયેગ્નોસ્ટિક્સ એન્ડ રિસર્સ સેન્ટરનું ભવ્ય ઉદઘાટન કરતા, સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સીસના સીઈઓ અને સહ-સ્થાપકડો. રમેશ હરિહરને કહ્યું હતું કે, કેન્સર સામેની લડાઈ જીતવામાં વહેલીતકે ચેતવણી મળે તે સૌથી અગત્યનું છે. અમને એ વાતનો ગર્વ છે કે અમે સૌથી પહોંચ ધરાવનારા કેન્સરનું વહેલીતકે નિદાન કરનારા ટેસ્ટને લોંચ કર્યો છે જેનાથી લોકો કેન્સરથી બે કદમ આગળ રહેવા સક્ષમ બનશે. અમારા 24- વર્ષથી વધુના ઇતિહાસમાંસ્ટ્રેન્ડ હંમેશા જીનોમિક્સમાં અગ્રેસર રહ્યું છે અને વર્ષોવર્ષના સઘન સંશોધન અભ્યાસની ફલશ્રુતિ સ્વરૂપે પ્રાપ્ત થનારી ભારત માટેની આ વધુ એક પ્રથમ સફળતા છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ નવું જીનોમિક્સ ડાયેગ્નોસ્ટિક્સ એન્ડ રિસર્ચ સેન્ટર કેન્સરસ્પોટ પ્રોગ્રામનું સંચાલન કરશે અને નવી શોધોને વિકસાવવા માટેના પ્રયાસોને વેગવાન બનાવશેસંશોધન પ્રયાસોમાં સહાયરૂપ થશેઅને બંને ભારતીયો તેમજ વૈશ્વિક લોકો માટે આદર્શ જીવન-બચાવનારી નિદાન પદ્ધતિને પૂરી પાડશે.

જીનોમિક્સ ડાયેગ્નોસ્ટિક્સ એન્ડ રિસર્ચ સેન્ટરનું આજે જીનોમિક્સ એન્ડ બાયોફિઝિકલ કેમિસ્ટ્રીમાંના વૈશ્વિક નિષ્ણાત તેમજ અગાઉ કોલમ્બિયા યુનિવર્સટી, યુસી બર્કલી, અને બોસ્ટન યુનિવર્સિટી ખાતેના પ્રોફેસર ડો. ચાર્લ્સ કેન્ટર દ્વારા જીનોમિક્સ ક્ષેત્રના અન્ય અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરાયું હતું. આ 33,000 ચોરસ ફીટની સુવિધામાં અત્યાધુનક જીનોમિક્સ લેબોરેટરી અને સાથે લેટેસ્ટ સિક્વન્સીંગ ટેકનોલોજી તથા વર્કફ્લો આવેલા છે જેની ડિઝાઈન બાયોમેટ્રિક્સ નિષ્ણાતો, મોલેક્યુલર બાયોલોજિસ્ટ તથા ક્લિનિકલ ટીમો વચ્ચે સહયોગને વેગવાન બનાવવાના હેતુસર તૈયાર કરાઈ છે.

કેન્સરસ્પોટ વિષે વધુ માહિતી માટે, કૃપા કરીને https://strandls.com/early-detection પર મુલાકાત લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *