અમદાવાદ
BCCIની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 મેચ આજે ગુજરાત અને ઉત્તરાખંડ વચ્ચે એમરાલ્ડ હાઇટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્રાઉન્ડ – ઇન્દોર ખાતે રમાઇ હતી. જેમાં ગુજરાતનો આઠ વિકેટે આસાન વિજય થયો હતો. ગુજરાતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું. ઉત્તરાખંડના સાત વિકેટના 182 રનના જવાબમાં ગુજરાતે બે વિકેટે 185 રન બનાવી આઠ વિકેટે વિજય મેળવ્યો હતો.
ઉત્તરાખંડ – 20 ઓવરમાં 7 વિકેટે 182 રન ( આદિત્ય તારે 26 બોલમાં 2 ચોગ્ગા, 5 છગ્ગા સાથે 54 રન, સમર્થ 39 બોલમાં 6 ચોગ્ગા, 2 છગ્ગાની મદદથી 54 રન, વિશાલ જયસ્વાલ 4 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ).
ગુજરાત – 13.1 ઓવરમાં 2 વિકેટે 185 રન (ઉર્વીલ પટેલ 41 બોલમાં 8 ચોગ્ગા, 11 છગ્ગાની મદદથી 115 રન, રાજન 2 ઓવરમાં 23 રન આપીને 1 વિકેટ).
પરિણામ :- ગુજરાત 8 વિકેટે જીત્યું