- નિસાન મોટર્સ ઈન્ડિયાએ કામગીરી શરૂ કરી ત્યારથી સ્થાનિક સ્તરે પાંચ લાખના વેચાણનું સીમાચિહ્ન સર કર્યું
- કંપનીએ નવેમ્બર, 2024માં કન્સોલિડેટેડ ધોરણે માસિક હોલસેલ 9,040 યુનિટ્સ નોંધાવ્યા
- નિકાસ વ્યવસાયમાં વાર્ષિક ધોરણે 222 ટકાનો અને માસિક ધોરણે 173.5 ટકાનો વધારો નોંધાયો

ગુરૂગ્રામ
નિસાન મોટર્સ ઈન્ડિયાએ જાહેર કર્યું હતું કે તેણે તેની કામગીરી શરૂ કરી ત્યારથી અત્યાર સુધી કુલ મળીને સ્થાનિક સ્તરે 5 લાખ યુનિટ્સના વેચાણનો આંકડો વટાવીને આજે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે જેમાં અત્યાર સુધી 5,13,241 યુનિટ્સ વેચાયા હતા. આ ઉપરાંત નવેમ્બર 2024માં કંપનીએ નવી નિસાન મેગ્નાઇટ એસયુવી સહિત તેના વાહનોની સતત માંગના પગલે કન્સોલિડેટેડ ધોરણે હોલસેલ 9,040 યુનિટ્સનું વિતરણ કર્યું હતું. સ્થાનિક સ્તરે 2,342 યુનિટ્સનું વેચાણ થયું હતું જ્યારે નિકાસો 6,698 યુનિટ્સની રહી હતી.
નિકાસ વેચાણમાં નોંધપાત્ર વધારાના પગલે ઓક્ટોબર 2024ની સરખામણીમાં કુલ કન્સોલિડેટેડ હોલસેલમાં 62 ટકા (માસિક ધોરણે) વધારો નોંધાયો હતો જે 5,570 યુનિટ્સથી વધીને 9,040 યુનિટ્સ થયું હતું. નવેમ્બર 2024માં નિકાસો નવેમ્બર 2020માં 2,081 યુનિટ્સથી 222 ટકા વધી હતી જ્યારે માસિક ધોરણે વૃદ્ધિ ઓક્ટોબર 2024માં 2,449 યુનિટ્સની સરખાણીએ 173.5 ટકા વધી હતી. આ કામગીરી આંતરરાષ્ટ્રીય બજારોમાં નિસાનની વધતી હાજરી અને ગ્રાહકોએ બ્રાન્ડના મેડ ઈન ઈન્ડિયા વ્હીકલ્સમાં વધી રહેલા ભરોસા તથા વિશ્વાસ દર્શાવે છે.
નિસાન મોટર્સ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સૌરભ વત્સે જણાવ્યું હતું કે “નિસાન મોટર ઈન્ડિયા ખાતે અમારા સૌ માટે આ ખૂબ જ ગર્વની બાબત છે કે અમારી બ્રાન્ડે સ્થાનિક સ્તરે 5 લાખ વેચાણનું સીમાચિહ્ન પાર કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ આટલા વર્ષોમાં અમારા વાહનોની ગુણવત્તા, વિશ્વસનીયતા અને પર્ફોર્મન્સમાં અમારા ગ્રાહકોએ મૂકેલા સતત વિશ્વાસને દર્શાવે છે. નિસાન તેની ભારતની કામગીરી, ડીલર્સ, પાર્ટનર્સ તથા ગ્રાહકો પ્રત્યે પ્રતિબદ્ધ રહે છે. અમે નિસાન એક્સ-ટ્રેલ અને નવી નિસાન મેગ્નાઇટના લોન્ચ કરવા સમયે આ વર્ષના પ્રારંભે જાહેર કરેલી અમારી યોજનામાં આગળ વધી રહ્યા છીએ.”
તેમણે ઉમેર્યુ હતું કે “નિસાનની ભારતીય બજારો તથા તેના ગ્રાહકોની વધતી જતી માંગને પહોંચી વળવા માટેની અડગ પ્રતિબદ્ધતાના ભાગરૂપે અમે વન કાર, વન વર્લ્ડ ફિલોસોફીને વળગી રહેતા નવી નિસાન મેગ્નાઇટના લોન્ચ સાથે અમારી પ્રોડક્ટ લાઇનઅપને તાજેતરમાં વિસ્તારી છે. અમારા નિકાસના આંકડામાં જોવાયેલી અભૂતપૂર્વ વૃદ્ધિ નિસાન મેગ્નાઇટને આભારી છે અને તે અમારી ઉત્પાદન ક્ષમતાઓ દર્શાવે છે જેનાથી અમે વિશ્વભરમાં વર્લ્ડ-ક્લાસ પ્રોડક્ટ્સ પૂરી પાડી શકીએ છીએ.”
વિશ્વભરના બજારોમાં મેડ ઈન ઈન્ડિયા મેગ્નાઇટ માટેની વધી રહેલી માંગથી નિસાને45 નવા માર્કેટ્સમાં તેની નિકાસ હાજરી વિસ્તારી છે જેના પગલે હવે ટૂંક સમયમાં લોન્ચ થનારા લેફ્ટ-હેન્ડ ડ્રાઇવ માર્કેટ્સ સહિત તેની બજાર હાજરી 65થી વધુ દેશોમાં હશે. આ સીમાચિહ્ન નિસાન માટે ભારતની સ્થિતિને એક મહત્વપૂર્ણ નિકાસ હબ તરીકે પુનઃસ્થાપિત કરે છે. નવી નિસાન મેગ્નાઇટ અંદર અને બહારથી બોલ્ડ, સ્ટાઇલિશ ડિઝાઇન ધરાવે છે અને સેગમેન્ટમાં પ્રથમ અને સર્વશ્રેષ્ઠ 20થી વધુ ફીચર્સ તથા 55થી વધુ ટોટલ સેફ્ટી ફીચર્સ ધરાવે છે.