નિસાને સ્થાનિક સ્તરે 5 લાખ વેચાણનો આંકડો વટાવ્યો, નવેમ્બર 2024માં 9,040 યુનિટ્સનું કુલ વેચાણ નોંધાવ્યું

ગુરૂગ્રામ નિસાન મોટર્સ ઈન્ડિયાએ જાહેર કર્યું હતું કે તેણે તેની કામગીરી શરૂ કરી ત્યારથી અત્યાર સુધી કુલ મળીને સ્થાનિક સ્તરે 5 લાખ યુનિટ્સના વેચાણનો આંકડો વટાવીને આજે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે જેમાં અત્યાર સુધી 5,13,241 યુનિટ્સ વેચાયા હતા. આ ઉપરાંત નવેમ્બર 2024માં કંપનીએ નવી નિસાન મેગ્નાઇટ એસયુવી સહિત તેના વાહનોની સતત માંગના પગલે…