આ સમગ્ર ઘટના અંગે વાલીઓએ લેખિતમાં રજૂઆત કર્યા છતાં પણ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી
ગાંધીનગર
ખેડબ્રહ્મામાંમાં ત્રણ મહિના પહેલા નચિકેતા વિદ્યા સંસ્થામાં 13 વિદ્યાર્થીઓને સજા માટે ડામ આપ્યા હોવાની ગંભીર ઘટના બની હતી. આ સમગ્ર ઘટના અંગે વાલીઓએ લેખિતમાં રજૂઆત કર્યા છતાં પણ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારે હવે શિક્ષણમંત્રીએ આ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે.
સાબારકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના ખેરોજ ખાતે આવેલ નચિકેતા વિદ્યા સંસ્થામાં આદિવાસી વિદ્યાર્થીઓને તાલીબાની સજા ફટકારવામા આવી હતી જેમાં વિદ્યાર્થીઓ મસ્તી-તોફાન કરતા હોવાથી સંચાલકે ડામ આપ્યો હોવાથી વાલીઓએ આ મામલે જિલ્લા કલેક્ટર નૈમેશ દવેને લેખિત રજૂઆત કરી હતી તેમજ ખેરોજ પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત શિક્ષણ વિભાગને પણ આ ઘટના અંગે રજૂઆત કરી હોવા છતાં પણ તંત્રએ કોઈપણ પગલાં લીધા ન હતા. આ સિવાય સંસ્થા દ્વારા વાલીઓ પાસેથી સમાધાનના પત્રો લેવાયા હોવાનો પણ અહેવાલ મળ્યો હતો. આ સમગ્ર મામલે હવે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા.
સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીએ 15 દિવસ પહેલા જ એક પરિપત્ર બહાર પાડ્યા હતો જેમાં કોઈપણ શિક્ષકોને વિદ્યાર્થીઓને સજા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો અને જણાવ્યું હતું કે જો કોઈ શિક્ષક વિદ્યાર્થીઓને સજા કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.