સુરતે છ ગોલ્ડ સાથે અમદાવાદને પાછળ રાખીને ઓવરઓલ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી
ગાંધીધામ
ગુજરાત સ્ટેટ ટેબ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં શુક્રવારે ટુર્નામેન્ટના અંતિમ દિવસે અમદાવાદના મોખરાના ક્રમના ચિત્રાક્ષ ભટ્ટે વડોદરાના બીજા ક્રમના પ્રથમ માદલાણીને 4-1થી હરાવીને મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતું. આ ટુર્નામેન્ટ એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે યોજાઈ હતી.
સુરતની સ્ટાર ખેલાડી અને ત્રીજો ક્રમાંક ધરાવતી ક્રિત્વિકા સિંહા રોયે સુરતની જ અને મોખરાના ક્રમની ફિલઝાહ ફાતીમા કાદરીને 4-1થી હરાવીને વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતું.
અંડર-19 બોયઝમાં ત્રીજા ક્રમના અરમાન શેખે અપસેટ સર્જીને સુરતના મોખરાના ક્રમના આયુષ તન્નાને હરાવીને ટાઇટલ જીત્યું હતું તો ગર્લ્સ કેટેગરીમાં ભાવનગરની રિયા જયસ્વાલ ચેમ્પિયન બની હતી. ફાઇનલમાં તેણે મોખરાના ક્રમની મૌબોની ચેટરજીને 4-3થી હરાવી હતી.
બીજા ક્રમના અમદાવાદના હિમાંશ દહિયાએ અંડર-17 બોયઝ ટાઇટલ જીતી લીધું હતું જ્યારે સાતમા ક્રમની પ્રાથા પવારે ગર્લ્સ ટાઇટલ જીત્યું હતું.
અંડર-15 બોયઝમાં માલવ પંચાલ માટે આસાન માર્ગ બની ગયો હતો જ્યારે ગર્લ્સ કેટેગરીમાં ચોથા ક્રમની દાનિયા ગોદીલ (સુરત)એ શાનદાર પ્રદર્શન કરીને મૌબોનીને હરાવી ટાઇટલ જીત્યું હતું.
આ સાથે સુરત જિલ્લાએ આ વખતે અમદાવાદને પાછળ રાખીને છ ગોલ્ડ અને છ સિલ્વર મેડલ સાથે ઓવરઓલ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી.
ફાઇનલના પરિણામોઃ
મેન્સઃ ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ પ્રથમ માદલાણી 9-11, 11-2, 11-6, 11-9, 11-9. ત્રીજો/ચોથો ક્રમઃ જયનિલ મહેતા જીત્યા વિરુદ્ધ અભિલાષ રાવલ 7-11, 11-9, 11-3, 8-11, 11-4.
વિમેન્સઃ ક્રિત્વિકા સિંહા રોય જીત્યા વિરુદ્ધ ફિલઝાહ ફાતીમા કાદરી 11-8, 11-8, 13-15, 12-10, 11-5. ત્રીજો /ચોથો ક્રમઃ ફ્રેનાઝ છિપીયા જીત્યા વિરુદ્ધ ઓઇશિકી જોઆરદાર 11-7, 8-11, 11-7, 10-12, 11-8.
અંડર-19 બોયઝઃ અરમાન શેખ જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના 11-2, 11-8, 8-11, 5-11, 11-5, 11-6. ત્રીજો/ચોથો ક્રમઃ ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ જન્મેજય પટેલ 13-11, 11-7, 11-9.
અંડર-19 ગર્લ્સઃ રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ મૌબોની ચેટરજી 4-11, 11-7, 11-13, 11-8, 7-11, 11-8, 11-4. ત્રીજો/ચોથ ક્રમઃ પ્રાથા પવાર જીત્યા વિરુદ્ધ નિધી પ્રજાપતિ 11-6, 11-8, 11-6.
અંડર-17 બોયઝઃ હિમાશ દહિયા જીત્યા વિરુદ્ધ જેનિલ પટેલ 5-11, 11-8, 8-11, 12-10, 11-8. ત્રીજો/ચોથો ક્રમઃ જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ તક્ષ કોઠારી 11-9, 8-11, 11-5, 11-3.
અંડર-17 ગર્લ્સઃ પ્રાથા પવાર જીત્યા વિરુદ્ધ મૌબોની ચેટરજી 11-7, 11-6, 11-6. ત્રીજો/ચોથો ક્રમઃ રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ દાનિયા ગોદીલ 11-9, 11-9, 11-8.
અંડર-15 બોયઝઃ માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ વેદ પંચાલ 11-9, 12-10, 12-10. ત્રીજો/ચોથો ક્રમઃ જેનિલ પટેલ જીત્યા વિરુદ્ધ દ્વિજ ભાલોડીયા 11-8, 11-9, 11-8.
અંડર-15 ગર્લ્સઃ દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ મૌબોની ચેટરજી 11-7, 4-11, 9-11, 13-11, 11-7. ત્રીજો/ચોથો ક્રમઃ જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ ખ્વાઇશ લોટિયા વોકઓવર