દેવ અને દાનિયાએ અંડર-13 ટાઇટલ જીત્યું
ગાંધીધામ
ગુજરાત સ્ટેટ ટેબ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં ગુરુવારે મોખરાના ક્રમના અને સ્થાનિક ખેલાડી ધ્રુવ બાંભણીયાએ અંડર-11 કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને ભાવનગરના બીજા ક્રમના હેમિલ લાંગલિયાને 3-2થી હરાવીને હોપ્સ બોયઝ ટ્રોફી જીતી લીધી હતી. આ ટુર્નામેન્ટ એમપી મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે યોજાયેલી છે.
સ્ટેટ ટેબલ ટેનિસ કેલેન્ડરમાં સૌથી વધુ પોઇન્ટ અપાવનારી આ ટુર્નામેન્ટ જોડાક શિપિંગ પ્રા. લિ. દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે અને તેના સહ સ્પોન્સર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તથા એસોસિયેટ્સ સ્પોન્સર કિરણ ફાઉન્ડેશન અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી રહેશે. આ ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અન કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનનો સહયોગ સાંપડેલો છે.
સુરતની બીજા ક્રમાંકની ધિમહી કાબરાવાલાએ અંડર-11 હોપ્સ ગર્લ્સ ટાઇટલ જીતી લીધું હતું. સિઝનનું ત્રીજું ટાઇટલ જીતવા માટે તેણે સુરતની જ અને જાયન્ટ કિલર મનાતી અર્ના તેતરને 3-0થી હરાવી હતી. આ સફળતા સાથે ધિમહીએ અમદાવાદની મિશા લાખાણીને પાછળ રાખીને સ્ટેટ રેન્કિંગમાં મોખરાનું સ્થાન હાંસલ કરી લીધું હતું.
કેડેટ અંડર-13માં મોખરાના ક્રમના બોયઝ અને ગર્લ્સ ખેલાડીએ અજેય રહીને ટુર્નામેન્ટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.
બોયઝ વિભાગમાં રાજકોટના દેવ ભટ્ટે બીજા ક્રમના અનય બચાવત (સુરત)ને 3-1થી હરાવીને સિઝનમાં પોતાનું ચોથું ટાઇટલ જીત્યું હતું અને સ્ટેટ રેન્કિંગમાં મોખરે રહ્યો હતો.
ગર્લ્સ ઇવેન્ટમાં સુરતની દાનિયા ગોદીલે અમદાવાદની ખ્વાઇશ લોટિયા સામે ખાસ મહેનત કરવી પડી ન હતી 3-0ના વિજય સાથે રેન્કિંગમાં મોખરાનું સ્થાન અને સિઝનનું પોતાનું પાંચમું ટાઇટલ જીતી લીધું હતું.
મેન્સ ઇવેન્ટમાં ટુર્નામેન્ટના પાંચમા દિવસે બે મેજર અપસેટ જોવા મળ્યા હતા. વલસાડના બિનક્રમાંકિત ખેલાડી ભાવિન દેસાઈએ અમદાવાદના આઠમા ક્રમના અક્ષિત સાવલાને રાઇન્ડ ઓફ 32માં 3-2 (11-9, 11-6, 16-14, 12-10, 11-8) થી હરાવ્યો હતો.
ત્યાર બાદ પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં રાજકોટના ક્વોલિફાયર ચિંતન ઓઝાએ સુંદર પ્રદર્શન કરીને ભાવિનને 3-0 (11-8, 11-9, 11-6)થી હરાવીને ક્વાર્ર્સમાં પ્રવેશ કરી લીધો હતો. તે હવે અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટ સામે મુકાબલો કરશે.
વિમેન્સ કેટેગરીમાં મોખરાના ક્રમની ફિલઝાહ ફાતીમા કાદરીએ 16મા ક્રમની ગાંધીનગરની રાધાપ્રિયા ગોયલ સામે લડત આપવી પડી હતી કેમ કે તેણે પ્રથમ ગેમ ગુમાવી હતી પરંતુ ત્યાર બાદ વળતો પ્રહાર કરીને સુરતની આ ખેલાડીએ 3-2 (8-11, 11-8, 11-9, 4-11, 12-10)થી પ્રિ ક્વાર્ટર ફાઇનલ મેચ જીતી લીધી હતી.
ફાઇનલના સ્કોરઃ
હોપ્સ બોયઝઃ અંડર-11 : ધ્રુવ બાંભાણી જીત્યા વિરુદ્ધ હેનિલ લાંગલિયા 11-8, 5-11, 11-5, 6-11, 11-3.
ત્રીજો/ચોથો ક્રમઃ રેહાંશ સિંઘવી જીત્યા વિરુદ્ધ ઇસ્માઇલ ધુપિલ 11-9, 13-11, 9-11, 11-8.
હોપ્સ ગર્લ્સઃ અંડર-11 : ધિમહી કાબરાવાલા જીત્યા વિરુદ્ધ અર્ના તેતર 11-7, 11-5, 11-6.
ત્રીજો/ચોથો ક્રમઃ જેન્સી મોદી જીત્યા વિરુદ્ધ રૂત્વી લિયા 11-5, 11-2, 12-10.
કેડેટ બોયઝ અંડર-13 દેવ ભટ્ટ જીત્યા વિરુદ્ધ અનય બચાવત 11-8, 11-7, 10-12, 11-7.
ત્રીજો/ચોથો ક્રમઃ નૈરિત વેદ્ય જીત્યા વિરુદ્ધ ધ્રુવ બાંભાણી 9-11, 11-9, 3-11, 11-8, 11-6.
કેડેટ ગર્લ્સ અંડર-13 દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ ખ્વાઇશ લોટિયા 14-12, 16-14, 11-6.
ત્રીજો/ચોથો ક્રમઃ ફિઝા પવાર જીત્યા વિરુદ્ધ વિન્સી તન્ના 11-6, 12-10, 11-9, 8-11, 11-4.