સ્ટેટ ટીટીમાં ધ્રુવ અને વિન્સી અંડર-13માં ચેમ્પિયન

સુરત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજીથી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે યોજાયેલી તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શનિવારે અંડર-13માં મોખરાના ખેલાડી ધ્રુવ ભંભાણી અને ગર્લ્સમાં વિન્સી તન્નાએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને ટાઇટલ જીતી લીધા હતા.અંડર-13…

સ્ટેટ મલ્ટીસિટી ઓપન રેન્કિંગ બિલિયર્ડ્સ અને સ્નૂકરમાં ધ્રુવ અને રવિ પટેલનો વિજય

અમદાવાદ ગુજરાત સ્ટેટ બિલિયર્ડ એસોસિએશન અને સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત અને સંચાલિત એપેક્સ ગુજરાત સ્ટેટ મલ્ટીસિટી ઓપન રેન્કિંગ બિલિયર્ડ્સ અને સ્નૂકર ટુર્નામેન્ટ 2025 ના સિક્સ રેડ સ્નૂકર અમદાવાદ સિટીના પ્રથમ રાઉન્ડમાં રવિ પટેલે દેવાંશુ સોમપુરાને 3-0 થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. 10/07/2025 * 6 રેડ સ્નૂકરના પરિણામો ધ્રુવ એન પટેલ: 03 જીત્યા વિરૂદ્ધ ધાર્મિક…

ગોવા નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાતના ધ્રુવ અને દાનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યા

ગોવા ગુજરાતના બે યુવા ખેલાડીઓ ધ્રુવ ભંભાણી અને દાનિયા ગોડિલે 18 થી 25 ઓક્ટોબર દરમિયાન ગોવા ખાતે  આયોજિત નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં પોડિયમ પર સ્થાન મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. અંડર-11 બોય્ઝ કેટેગરીમાં 14માં ક્રમાંકિત અને કચ્છના 10 વર્ષીય ધ્રુવે તેના પ્રિ-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં સારો દેખાવ કરતાં ત્રીજા ક્રમાંકિત અને  દિલ્હીના અરુણીમ અગ્રવાલ…

ધ્રુવ અને ધિમહી અંડર-11 ચેમ્પિયન

દેવ અને દાનિયાએ અંડર-13 ટાઇટલ જીત્યું ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે સિઝનની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ જોડાક ગુજરાત સ્ટેટ એન્ડ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં ગુરુવારે મોખરાના ક્રમના અને સ્થાનિક ખેલાડી ધ્રુવ બાંભણીયાએ અંડર-11 કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને ભાવનગરના બીજા ક્રમના હેમિલ લાંગલિયાને 3-2થી હરાવીને હોપ્સ બોયઝ ટ્રોફી જીતી લીધી હતી. આ…